૧ સપ્ટેમ્બરથી ખુલી શકે છે સ્કુલ, સૌથી પહેલા આ બે ધોરણનાં ક્લાસીસ શરૂ થશે

Posted by

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. એજ કારણ છે કે ચાર મહિનાનાં લોકડાઉન બાદ સરકારે આ નૌકા સ્ટાર્ટ કરી દીધું આ અનલોક અંતર્ગત લોકો ને ધીરે ધીરે અમુક નિયમોમાંથી છૂટછાટ આપવામાં આવી રહી છે. તેની વચ્ચે ઘણા બધા લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે આખરે બાળકોને સ્કૂલ ક્યારથી ખુલશે? મહત્વપૂર્ણ છે કે આ કોરોના વાયરસના ચક્કરમાં બાળકોના અભ્યાસને ખૂબ જ નુકસાન થયું છે. કોરોના વાયરસ દેશમાં ત્યારે આવ્યો હતો, જ્યારે પરીક્ષાઓનો માહોલ હતો. તેવામાં લગભગ બધા રાજ્યો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે નવા સત્રથી ક્લાસીસ ક્યારે સ્ટાર્ટ થશે ચાલો તે જાણીએ.

૧ સપ્ટેમ્બરથી ખુલી શકે છે સ્કૂલ

કેન્દ્ર સરકાર થી મળેલ હાલના સંકેતો પર નજર દોડાવીએ તો તે વાતની સંભાવના છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ સ્કૂલ ખુલી શકે છે. જોકે તેમાં પણ એક ટ્વિસ્ટ છે. આ સ્કૂલ ખોલવાની પ્રક્રિયા ચરણબધ્ધ ક્રમમાં થશે. તેના અંતર્ગત સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલો અને કોલેજોને ૧ સપ્ટેમ્બર થી ૧૪ નવેમ્બર સુધી ખોલવામાં આવશે. ૩૧ ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકાર આ સંબંધમાં સમગ્ર ગાઇડલાઇન પણ રજૂ કરી શકે છે. જણાવી દઈએ કે સ્કુલ ખોલવાને લઈને અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે.

પહેલા ખુલશે ૧૦ અને ૧૨ માં ધોરણનાં ક્લાસ

ખબરોનું માનવામાં આવે તો શરૂઆતમાં ૧૦ અને ૧૨માં ધોરણના ક્લાસ ખોલવામાં આવશે. તેમાં પણ શરૂઆતના ૧૫ દિવસ સુધી વિદ્યાર્થીઓને નક્કી કરેલ ગાઈડલાઈન અનુસાર બોલાવવામાં આવશે. મતલબ કે જો ૧૨માં ધોરણમાં ચાર સેક્શન છે, તો સેક્શન A અને સેક્શન C નાં વિદ્યાર્થીઓ નિર્ધારિત દિવસોમાં આવશે. જ્યારે બાકી બચેલા સેક્શનનાં બાળકો અન્ય દિવસોમાં આવશે. વળી સ્કૂલનો સમય ૫ થી ૬ કલાક સુધી સિમિત રહેશે. તેમાં પણ બાળકોએ ક્લાસમાં ફક્ત ૨ થી ૩ કલાક બેસવાનું રહેશે.

શિફ્ટમાં રહેશે ક્લાસ

કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર સ્કૂલોને શિફ્ટમાં શરૂ કરવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે ૮ થી ૧૧ ની રહેશે, જ્યારે બીજી શિફ્ટ ૧૨ થી ૩ વાગ્યા સુધી રહેશે. વચ્ચે એક કલાકનો બ્રેક સ્કૂલ અને ક્લાસરૂમને સેનિટાઈઝ કરવા માટે આપવામાં આવશે. તે દરમિયાન સ્કૂલે પોતાના ૩૩% ટીચિંગ સ્ટાફથી કામ ચલાવવાનું રહેશે.

જણાવી દઈએ કે આ સંબંધમાં સૌથી પહેલું નિવેદન આસામ સરકારનું આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ૧ સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા માટે તૈયાર છે, પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોનું માનવામાં આવે તો અન્ય રાજ્ય સરકારો પણ કેન્દ્રની ગાઇડલાઇન ની રાહ જોઈ રહેલ છે.