૧૦૬ રૂપિયામાં ૮૪ દિવસની વેલીડિટી, ડેટા અને કોલિંગની સાથે અન્ય સુવિધાઓ

રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ ડિસેમ્બરમાં પોતાના પ્રીપેડ પ્લાન ની કિંમત વધારે ચુકી છે. વળી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ હજુ પણ ગ્રાહકોને જુની કિંમત પર શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. આજે અમે તમને બીએસએનએલ નાં એક આવા જ પ્લાન વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ખુબ જ સસ્તો છે અને તેમાં વેલીડીટી પણ ખુબ જ લાંબી મળે છે.

બીએસએનએલ નો ૧૦૬ રૂપિયાનો પ્રીપેડ પ્લાન

અહીંયા અમે બીએસએનએલ નાં જે પ્લાનની વાત કરી રહ્યા છીએ, તે ૧૦૬ રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં તમને ૮૪ દિવસ ની વેલિડીટી મળે છે, એટલે કે તમે લગભગ ૩ મહિના નાં રિચાર્જ ની ચિંતામાંથી મુક્ત થઈ જશો. એટલું જ નહીં તેમાં તમને ડેટા અને કોલિંગની સાથે અન્ય સુવિધા પણ આપવામાં આવે છે. પ્લાનમાં ગ્રાહકોને ૮૪ દિવસ માટે ૩ GB ડેટા પણ આપવામાં આવે છે.

ખાસ વાત એ છે કે ડેટા ની સાથે કોઈ પણ પ્રકારની ડેઇલી લિમિટ નથી, એટલે કે તમે વેલીડીટી દરમિયાન કોઇપણ સમયે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો. કોલિંગ માટે તમને ૧૦૦ મિનિટ ફ્રી આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે કોઈપણ નેટવર્ક ઉપર કરી શકો છો. એટલું જ નહીં તેમાં ૬૦ દિવસો માટે ફ્રી બીએસએનએલ ટ્યુન ની સુવિધા પણ મળશે. આ પ્લાન એવા ગ્રાહકો માટે ખાસ છે, જે લિમિટેડ ડેટા અને કોલિંગ ઈચ્છતા હોય છે, પરંતુ તેમણે વધારે વેલીડીટી ની જરૂરિયાત રહેતી હોય છે.

રિલાયન્સ જીયો નો ૧૯૯ નો પ્રીપેડ પ્લાન

જો આપણે તુલના માટે રિલાયન્સ જીયો નાં સસ્તા ૧૯૯ રૂપિયાનાં પ્લાનની વાત કરીએ તો તેમાં બીએસએનએલની સરખામણીમાં ખુબ જ ઓછી વેલીડિટી મળે છે. જીયો નાં પ્લાન માં ફક્ત ૧૪ દિવસ ની વેલિડીટી આપવામાં આવી રહી છે. તેમાં દરરોજ 1.5 GB ડેટા ની સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. તે સિવાય ૩૦૦ એસએમએસ અને જીયો એપ્સ નું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.