૧૬ વર્ષ બાદ આવી દેખાઈ છે “કલ હો ના હો” ની ક્યુટ જીયા, ઓળખવી બની મુશ્કેલ

Posted by

શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાનની સુપરહિટ ફિલ્મ “કલ હો ના હો” એ દર્શકોને ખુબ જ રડાવ્યા અને હસાવ્યા હતા. “કલ હો ના હો” ના ગીતો આજે પણ લોકો સાંભળે છે. આ ફિલ્મના બધા કિરદાર આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે, જેના કારણે ઘણી વખત લોકો આ ફિલ્મને હજુ પણ જોતા હોય છે. આ સિલસિલામાં એક નાની બાળકી જીયા કપૂરે આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાની બહેનનું પાત્ર નિભાવ્યું હતું, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. જીયા કપૂરે પોતાની મનમોહક મુસ્કાન થી લોકોના દિલ જીતી લીધા હતા. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે ખાસ શું છે.

ફિલ્મ “કલ હો ના હો” માં પ્રીતિ ઝિન્ટાની નાની બહેન જીયા કપૂર તો યાદ હશે. ફિલ્મ “કલ હો ના હો” માં જીયા કપૂરનું પાત્ર નિભાવવા વાળી બાળકીનું નામ જનક શુક્લા છે. જનક શુક્લાએ જ્યારે ફિલ્મ “કલ હો ના હો” માં જીયા કપૂરનું પાત્ર નિભાવ્યું હતું, ત્યારે તેની ઉંમર ૭ વર્ષ હતી, જ્યારે હવે ૨૩ વર્ષની થઈ ગઈ છે. એટલું જ નહીં જનક શુક્લાએ ઘણી બધી સિરિયલમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ તેમણે એક્ટિંગની દુનિયાથી અંતર બનાવી લીધુ અને હવે એક સમાજ સેવિકા બનવા માંગે છે.

૨૩ વર્ષની થઇ ચૂકી છે જીયા કપૂર

ફિલ્મ “કલ હો ના હો” ની નાની જીયા કપૂર હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે. એટલું જ નહીં પહેલાના મુકાબલે તેના રંગ, ઢંગ અને ચાલ પણ બદલી ગયા છે. માસૂમ દેખાતી જીયા કપૂર એટલે કે જનક શુક્લા હવે ખૂબ જ વધારે સુંદર થઈ ગઈ છે. એટલું જ નહીં જનકની તસવીરો પણ જોઇને બિલકુલ કહી શકાય નહીં કે તેમણે જીયા કપૂરનું પાત્ર નિભાવ્યું હશે. વળી ફિલ્મ “કલ હો ના હો” માં જીયા કપૂરે પોતાની મનમોહક મુસ્કાન થી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

આ સિરિયલમાં પણ આવી ચૂકી છે નજર

બાળ કલાકારના રૂપમાં ફિલ્મો સિવાય જનક શુક્લા સિરિયલમાં પણ નજર આવી ચૂકી છે. સીરીયલ “સોનપરી” અને “કરિશ્મા કા કરિશ્મા” માં પોતાની એક્ટિંગ થી પોતાનો જલવો બતાવી ચૂકી છે. તે દિવસોમાં બાળકોમાં તે ખૂબ જ વધારે ટ્રેન્ડ કરતી હતી. ધીરે ધીરે જનક શુક્લા ઘર-ઘરમાં ફેમસ થવા લાગી. પરંતુ બાદમાં તેમનું મન એક્ટિંગથી ભરાઈ ગયું અને તેમણે અભ્યાસ પર ફોકસ કર્યું. જનક શુક્લા ભલે હવે ઍક્ટિંગની દુનિયાથી દૂર થઈ ચૂકી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે.

સમાજ સેવિકા બનવા માંગે છે જનક શુક્લા

જનક શુક્લા હજુ પોતાનો અભ્યાસ કરી રહી છે. તેવામાં તેમને એક વખત પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે એક્ટિંગમાં મન લાગતું નથી, કારણ કે તેનાથી અભ્યાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. જનક શુક્લા આગળ કહે છે કે હું એક એનજીઓ ખોલવા માગું છું અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માંગુ છું. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર જનક શુક્લાનાં હજારો ફોલોવર્સ છે, જ્યાં તે પોતાની તસવીરો શેયર કરતી રહે છે.