૧૭ વર્ષની ઉંમરમાં કંગનાએ બોલીવુડનાં આ એક્ટર સાથે ઘણી રાતો પસાર કરેલી છે, પત્નીને જાણ થઈ તો ધડબડાટી બોલી ગઈ હતી

Posted by

હિન્દી સિનેમાની બિન્દાસ અભિનેત્રી કંગના રનૌત પોતાની એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. તે પોતાના બિન્દાસ મંતવ્યો માટે પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. વળી કંગના નું અંગત જીવન પણ કોઈનાથી છુપાયેલ નથી. કંગના ભલે આજે એકલું જીવન પસાર કરી રહી હોય, પરંતુ તે ઘણા અભિનેતાઓ સાથે સંબંધોમાં રહી ચુકી છે. કંગના નું નામ સૌથી પહેલા જાણીતા અભિનેતા આદિત્ય પંચોલી સાથે જોડાયેલું હતું. પોતાના સંબંધોને કંગના અને આદિત્ય એ ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે આદિત્ય પંચોલી કંગના કરતા ઉંમરમાં ૨૨ વર્ષ મોટા છે અને તેઓ પરિણીત પણ છે. તેમ છતાં પણ કંગના અને આદિત્ય પંચોલી એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા.

કંગના અને આદિત્યના સંબંધોના સમાચાર આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબને પણ મળ્યા હતા. વળી આદિત્ય અને કંગના નો સંબંધ વધારે લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં. બંનેનો સંબંધ ખુબ જ વિવાદિત પણ રહ્યો હતો. બ્રેકઅપ બાદ બંનેએ એકબીજા ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. વળી આ સ્થિતિમાં બધું જાણી લીધા હોવા છતાં પણ ઝરીના એ પતિ આદિત્યનો સાથ આપ્યો હતો.

કંગના અને આદિત્ય તે સમયે સંબંધોમાં હતા જ્યારે કંગના હિન્દી સિનેમા માટે બિલકુલ નવી હતી. પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં જ કંગના રનૌત આદિત્ય પંચોલી ઉપર ફીદા થઈ ગઈ હતી. કંગનાને જાણ હતી કે આદિત્ય પરિણીત છે અને તેના મોટા બાળકો પણ છે. તેમ છતાં પણ તેને આ સંબંધમાં કોઈ પરેશાની હતી નહીં.

આદિત્યની સાથે સંબંધોમાં રહેવા દરમિયાન કંગના રનૌતની ઉંમર ફક્ત ૧૭ વર્ષની હતી. વળી આદિત્ય પંચોલી અંદાજે ૩૯ વર્ષના હતા. બંને પહેલી વખત વર્ષ ૨૦૦૪માં મળ્યા હતા અને ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેના સંબંધોમાં તિરાડનું કારણ આદિત્યનું કંગનાને સન્માન ન આપવું અને તેની સાથે મારપીટ કરવું માનવામાં આવે છે.

એક વખત આદિત્ય એ કંગના ઉપર હાથ ઉપાડી લીધો હતો અને કંગના ને જ્યારે આદિત્ય પરેશાન કરી રહ્યા હતા તો કંગના એ આદિત્યની પત્ની ઝરીના પાસે મદદ માંગી હતી, પરંતુ તેમણે મદદ કરવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એક વખત કંગનાએ મોટો ખુલાસો કરીને જણાવ્યું હતું કે આદિત્ય પંચોલી એ તેને ઘરમાં બંધ કરી લીધી હતી અને તે સમયે તેની પાસે પહેલા માળેથી કુદી જવા સિવાય બીજો વિકલ્પ બચ્યો ન હતો.

બીજી તરફ આદિત્ય પંચોલી એ કંગનાને લઈને એવું કહ્યું હતું કે કંગના પાગલ છે અને અભિનેતાએ કંગના ઉપર પોતાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથોસાથ એક્ટ્રેસ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. વળી આદિત્ય પંચોલીની પત્ની એ પણ કંગના ને ઘેરવામાં કોઈ કસર છોડી ન હતી.

ઝરીના એ કહ્યું હતું કે તેને પોતાના પતિ અને કંગનાના અફેર વિશે બધી જાણ હતી, તેમ છતાં પણ ઝરીના એ પોતાના પતિનો સાથ આપ્યો હતો અને કંગના વિરુદ્ધ માનહાનીનો કેસ કરવાની વાત કરી હતી. જણાવી દઈએ કે આદિત્ય પંચોલી કંગનાની સાથે લીવ ઈનમાં પણ રહ્યા હતા. તેમણે પોતાની પત્ની અને બાળકોને છોડીને એક સમયે કંગનાને વધારે મહત્વ આપ્યું હતું.