૨૪ કલાકમાં ૧૦ રાજ્યોમાં કોરોનાનો કોઈ કેસ નહીં, આ ૪ રાજ્ય હજુ સુધી કોવિડ-19 થી દુર

Posted by

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. રવિવારે સાંજ સુધીમાં દેશમાં સંક્રમણના મામલા વધીને ૬૨,૯૩૯ થઈ ગયા છે. વળી દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ૨,૧૦૯ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૧૦ રાજ્યોમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી.

તેની સાથે જ તેઓએ જણાવ્યું કે દેશના ચાર રાજ્યો હજુ સુધી કોરોના વાયરસના સંક્રમણથી અછૂત છે. રવિવારે મંડોલીમાં Covid-19 કેયર સેન્ટરની મુલાકાતે લેવા માટે પહોંચેલા ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં કુલ ૪,૩૬૨ કોવિડ કેયર સેન્ટર હાલના સમયમાં છે. તેમાં ૩,૪૬,૮૫૬ લોકોને રાખવામાં આવ્યા છે. તેમણે એ જાણકારી પણ આપી કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ૭૨ લાખ N-95 માસ્ક અને ૩૬ લાખ પીપીઇ કીટ મોકલવામાં આવી ચૂકી છે.

આ ચાર રાજ્યોમાં કોઈ કેસ નહીં

જે ચાર રાજ્યોમાં હજુ સુધીમાં કોરોના વાયરસનો કોઈ પણ કેસ નથી આવ્યું તેમાં સિક્કિમ, નાગાલેન્ડ, લક્ષદીપ થતાં દીવ-દમણ સામેલ છે. વળી અંડમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર અને મિઝોરમમાં કોરોના વાયરસના કોઈ એક્ટિવ મામલા નથી.

દરરોજ ૯૫ હજાર ટેસ્ટ થઈ રહ્યા છે : હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે જાણકારી આપી હતી કે કોરોના વાયરસની તપાસ ના આંકડા વધીને દરરોજ અંદાજે ૯૫ હજાર થઈ ગયા છે. જ્યારે ૩૩૨ સરકારી અને ૧૨૧ પ્રાઇવેટ લેબોરેટરીમાં અત્યાર સુધીમાં કુલ ૧૫,૨૫, ૬૩૧ રિપોર્ટ કરવામાં આવી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ પૂર્વોત્તરના રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અને તેના પ્રસાર રોકવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંની સમીક્ષા કરી હતી.

વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી. આ બેઠકમાં લોકડાઉન અને કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત લોકડાઉનને લઈને પણ અલગ અલગ રાજ્યોના મંતવ્ય જાણવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી સિવાય બધા રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે દેશમાં લોકડાઉનનું ત્રીજું ચરણ ૧૭ મે ના રોજ ખતમ થઈ રહ્યું છે