૩ મે બાદ પણ આ પાંચ રાજ્યો વધારવા માંગે છે લોકડાઉન, નરેન્દ્ર મોદી લઈ શકે છે નિર્ણય

૩ મે બાદ લોકડાઉનની સમયમર્યાદા પૂરી થવાની છે. પરંતુ હજુ પણ કોરોના વાયરસના મામલામાં ઘટાડો થયો નથી. દેશભરમાં લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે અને કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૬,૦૦૦ ની ઉપર પહોંચી ગઇ છે. કોરોના વાયરસના આ રીતે વધતા મામલા જોઈને ઘણા રાજ્યો એવા છે, જે લોકડાઉન ની મર્યાદા વધારવા માંગે છે.

દિલ્હી સરકાર તરફથી ૧૬ મે સુધી લોકડાઉન વધારવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરી લેવામાં આવેલ છે. વળી, દિલ્હી સિવાય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓરિસ્સા રાજ્ય પણ લોકડાઉનની સમય મર્યાદા વધારવાના પક્ષમાં છે. આ રાજ્ય સરકારો તરફથી એવા પણ સંકેત આપવામાં આવેલ છે કે લોકડાઉનની સમય મર્યાદા તેમના રાજ્યમાં વધારવામાં આવી શકે છે. જોકે આ બધાની વચ્ચે તેલંગાણા એકલું એવું રાજ્ય છે, જેમણે લોકડાઉનની સમય મર્યાદા ૭ મે સુધી વધારી દીધી છે.

હકીકતમાં આ બધાં રાજ્યોમાંથી હાલના દિવસોમાં કોરોના વાયરસના ઘણા મામલા સામે આવ્યા છે. તેવામાં જો લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં ન આવે તો સ્થિતિ વધારે બગડી શકે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉન વધારવા પર વિચાર કરી રહી છે.

સોમવારે મોદી સાથે બેઠક

લોકડાઉન પૂર્ણ થતાં પહેલા સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક પીએમ નરેન્દ્ર મોદી સાથે થવાની હતી. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન વધારવાનો પ્રસ્તાવ નરેન્દ્ર મોદીની સામે રાખી શકે છે.

કોઈ છૂટછાટ નહીં

ઘણા રાજ્યોએ હજુ સુધી પોતાના હોટસ્પોટ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપી નથી અને લોકડાઉન વધારવાના પક્ષમાં મંતવ્ય આપ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેનાં જણાવ્યા અનુસાર, સોમવારના પ્રધાનમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ થવાની છે અને આ દરમિયાન લોકડાઉનને આગળ વધારવાની ચર્ચા કરવામાં આવશે. જરૂરીયાત પડશે તો લોકડાઉનને ૩ મે બાદ ૧૫ દિવસ માટે વધારવામાં આવશે.

મહત્વનું છે કે હાલના સમયમાં મહારાષ્ટ્ર આપણા દેશમાં કોરોના વાયરસની રાજધાની બની ગયેલ છે અને આ રાજ્યમાંથી કોરોના વાયરસના સૌથી વધારે મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે શહેર કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે અને આ બંને શહેરોમાં કાંટેનમેંટ ઝોનની સંખ્યા પણ વધતી જઈ રહી છે. વળી, બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ પરિસ્થિતિ કાબૂમાં નથી આવી રહી અને કાલે પણ દિલ્હીમાં ૧૦૦ થી વધારે કોરોના વાયરસના નવા કેસો સામે આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૬,૦૦૦ ની ઉપર ચાલી ગઈ છે. જ્યારે કાલે ૨૪ કલાકની અંદર દેશમાં ૧૯૯૦ નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા. મતલબ કે લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસ પર કાબૂ હજુ સુધી મેળવી શકાયો નથી. એટલા માટે આવનારા સમયમાં પણ લોકડાઉન વધારવામાં આવી શકે છે.