૩ પ્રકારની તુલસી ઘરમાં ભુલથી પણ લગાવવી જોઈએ નહીં, ઘર માંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવી માન્યતા છે કે જે ઘરમાં આ છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં લગાવવામાં આવે છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. એટલું જ નહીં પુજાપાઠ અને યજ્ઞ અનુષ્ઠાનોમાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય રૂપથી વિષ્ણુજીના પુજનમાં તુલસીના પાનનો અવશ્ય ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વાત તુલસી સાથે જોડાયેલા વાસ્તુ નિયમોની આવે છે ત્યારે તેની દિશા અને તેને ઘરમાં લગાવવાનો દિવસ ખુબ જ વધારે મહત્વપુર્ણ છે. વળી તે બાબત પણ મહત્વ રાખે છે કે ઘરમાં કયા પ્રકારની તુલસી લગાવવી સૌથી શ્રેષ્ઠ હોય છે.

સામાન્ય રીતે તો તુલસીના ઘણા પ્રકાર હોય છે, પરંતુ ઘર માટે પુજન અને વાસ્તુદોષ કરવા માટે અમુક વિશેષ તુલસીના છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરમાં તુલસીનો કયો છોડ લગાવવાથી તમને શ્રેષ્ઠ ફળ મળે છે. તે પહેલા તમને તુલસી લગાવવાના નિયમો અને તેને લગાવવાની યોગ્ય દિશા વિશે માહિતી આપી દઈએ.

હિન્દુ ધર્મમાં તુલસીને એક પુજનીય છોડ માનવામાં આવે છે, જેને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડના વાસ્તુ નિયમોમાં સૌથી મુખ્ય છે કે તેને ઘરના આંગણમાં લગાવવો જોઈએ. ઘરમાં આ છોડની ઉપસ્થિતિ સકારાત્મકતાને વધારે છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી તુલસીમાં જળ આપવાથી અને તેના મંત્રોનો જાપ કરવાથી ઘરમાં હંમેશા ખુશહાલી આવે છે. તુલસીના છોડને હંમેશા ઘરની અંદર લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેને ક્યારેય પણ ઘરની બહાર લગાવવો જોઈએ નહીં.

તુલસીના છોડના વિભિન્ન ઔષધીય લાભ હોવાની સાથો સાથ અનેક વાસ્તુ અને જ્યોતિષીય લાભ પણ છે. માન્યતા છે કે તુલસીના છોડને ઘરમાં લગાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા જળવાઈ રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે તુલસીના છોડની નિયમિત રૂપથી પુજા કરવી જોઈએ. તે સિવાય ઘરમાં તુલસીનો છોડ હોવાથી પરિવારમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે.

ઘર નાનું હોવાને લીધે, બાલકની ન હોવાને લીધે અથવા તો સારા સુર્યપ્રકાશ માટે ઘણા લોકો તુલસીના છોડને પોતાની છત ઉપર લગાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ છત ઉપર રાખવાથી દોષ લાગે છે. પોતાની કુંડળીમાં બુધની સ્થિતિ વિશે જાણકારી જરૂરથી મેળવી લેવી જોઈએ. જે લોકોનો બુધ ધન સાથે સંબંધ ધરાવે છે અને જો તે લોકો તુલસીને છત ઉપર રાખે છે તો તેમને આર્થિક નુકસાની થવાની શરૂ થઈ જાય છે. તે સિવાય અમુક વધુ વાતો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. જો તમે પોતાના ઘરની તુલસીને છત ઉપર રાખેલી છે તો નિશ્ચિત રૂપથી તમારા ઘરની ઉત્તર દિશામાં કીડીઓ નીકળવાની શરૂ થઈ જશે. ઉત્તર દિશામાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડવાની પણ શરૂઆત થઈ જશે.

જે લોકોના ઘર ઉપર તુલસીનો છોડ હોય છે, ત્યાં પક્ષી અને કબુતર પોતાનો માળો બનાવી લેતા હોય છે. તેને ખરાબ કેતુની નિશાની માનવામાં આવે છે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં અને દક્ષિણમાં હંમેશા શ્યામા તુલસી રાખવામાં આવે છે. શ્યામા તુલસીમાં પાન લીલાં અને મોટા હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ દક્ષિણ દિશામાં બિલકુલ પણ લગાવવો જોઈએ નહીં. કારણ કે આ દિશા યમ અને પિતૃઓની હોય છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી માતા લક્ષ્મી પણ રિસાઈ જાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ પુર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની હોય છે. તેની સાથોસાથ આ દિશાનો સંબંધ માતા લક્ષ્મી સાથે પણ હોય છે, એટલા માટે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને રવિવારના દિવસે બિલકુલ પણ જળ ચડાવવું જોઈએ નહીં. તુલસીના છોડની પાસે કેળાનો છોડ લગાવવો શુભ હોય છે. કારણ કે ભગવાન વિષ્ણુ કેળાના છોડમાં નિવાસ કરે છે. તુલસીના પાનને ક્યારેય પણ એકાદશી અને અમાસના દિવસે તોડવા જોઈએ નહીં.

હિન્દુ શાસ્ત્રો અનુસાર તુલસી પાંચ પ્રકારની હોય છે. રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, વિષ્ણુ તુલસી અથવા શ્વેત તુલસી અને લીંબુ તુલસી. આપણા ઘરમાં સામાન્ય રીતે રામ અથવા શ્યામ તુલસી રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રામ તુલસી અને શ્યામ તુલસી શિવાય અન્ય કોઈપણ પ્રકારની તુલસી ઘરમાં રાખવી યોગ્ય માનવામાં આવતું નથી. રામ તુલસીને સરળતાથી ઓળખી શકાય છે. તેના પાન હળવા લીલા રંગના હોય છે અને મંજરી ભુરા રંગની હોય છે. આ તુલસીની ડાળી સફેદ રંગની હોય છે. આયુર્વેદમાં કહેવામાં આવે છે કે બધી તુલસીઓમાં તેનું સૌથી વધારે ઔષધીય મહત્વ છે.

આ તુલસી એટલી પવિત્ર હોય છે કે તે શરીર અને મન ઉપર ઉપચારાત્મક પ્રભાવ કરે છે. માનવામાં આવે છે કે તુલસી વિવાહના દિવસે જે તુલસીના વિવાહ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી હોય છે. બધી તુલસીમાં આ છોડને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની ઉત્તર પુર્વ દિશામાં લગાવો જોઈએ. તેને એવી કોઈ પણ જગ્યાએ લગાવવો જોઈએ નહીં, જ્યાં કોઈના પગ અડતા હોય.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવા માટે સૌથી સારી તુલસી રામા તુલસી માનવામાં આવે છે. તે બધી તુલસીના છોડમાં સૌથી વધારે પવિત્ર હોય છે. રામા તુલસીનો રંગ હળવો લીલો હોય છે અને તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવે છે કે બધી તુલસીમાં તેનું સૌથી વધારે ઔષધીય મહત્વ છે. હિન્દુ ધર્મમાં ખુબ જ શ્રદ્ધાની સાથે તુલસીની પુજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ભક્તોને બધી બુરાઈથી બચાવે છે. આ છોડ વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી પણ બચાવે છે.

બીજી તુલસી છે શ્યામ તુલસી. શ્યામ તુલસીના પાન હળવા જાંબલી રંગના હોય છે. તેના પાન ૧ થી ૨ ઇંચ લાંબા અને ઈંડાકાર આકૃતિ ના હોય છે. કૃષ્ણ તુલસીનો ઉપયોગ વિભિન્ન પ્રકારના રોગ અને કફ ની સમસ્યા માટે થાય છે. તેનો સીધો સંબંધ શ્યામ વર્ણ ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. જેના લીધે ઘરમાં શ્યામા તુલસી પણ લગાવવામાં આવે છે. પરંતુ પુજા કરતા તેનું ઔષધીય રૂપમાં મહત્વ સૌથી વધારે માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીના પાન સુકાઈ જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીના પાન સુકાઈને પડવા લાગે તો સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મી ઘરમાંથી જઈ રહ્યા છે. જેના લીધે ઘરમાં ધનનો ખર્ચ થવા લાગે છે અને ગરીબી આવવા લાગે છે. એટલા માટે તુલસીનો ખુબ જ સાવધાનીથી ધ્યાન રાખવું જોઈએ.