૩૦ વર્ષ પહેલા આવી રીતે થતાં હતા એવોર્ડ ફંકશન, પિતાનાં ખોળામાં છે ટાઇગર શ્રોફ અને બાકીના એક્ટર્સને ઓળખી બતાવો

બોલીવુડ ફિલ્મો જોતા લોકો એવોર્ડ શો અને તેમાં થતી મસ્તીને પણ ખૂબ જ પસંદ કરતા હોય છે. ફિલ્મફેયર જુના અને પ્રેસ્ટીજીયસ એવાર્ડ ફંકશન છે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ ઉપસ્થિત હોય છે અને સાથે ખૂબ ધમાલ પણ કરે છે. અત્યારે આ એવાર્ડ શો ની રોનક બધાએ જોઈ છે. ફિલ્મફેયરનો ૩૦ વર્ષ જૂનો વીડિયો સામે આવ્યો છે. જે તમને ખૂબ જ પસંદ આવશે. તેમાં ટાઇગર શ્રોફ પોતાના પિતા જેકી શ્રોફનાં ખોળામાં છે. રિતિક, અભિષેક થી લઈને સલમાન, આમિર ખાન સુધી બધાને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે.

ઓળખાય નથી રહ્યા સ્ટાર્સ


૩૫ માં ફિલ્મફેર એવોર્ડ શો નો એક ખુબ જ મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં જુહી ચાવલા હોસ્ટ તરીકે જોવા મળી રહી છે. જેકી શ્રોફ ટાઇગરને ખોળામાં લઈને ફરી રહ્યા છે. માધુરી દીક્ષિત, શ્રીદેવી, રેખા, અમિતાભ બચ્ચન બધા યંગ લુક માં છે. અભિષેક અને રિતિક ખૂબ જ નાના જોવા મળી રહ્યા છે. ત્યાં સલમાન અને આમિર ખાન પણ જોવાલાયક છે. રાકેશ રોશનના પાછળ નાની એવી ઝલકમાં રિતિક રોશન પણ જોવા મળી રહ્યા છે. ભાગ્યશ્રી, સોનુ વાલિયા, શબાના આઝમી અને જયા બચ્ચન પણ પોતાના યંગ લુક માં છે.

આ વખતે હતો ૬૫ મો ફિલ્મફેર

આ વખતે ફિલ્મફેયર ૧૫ ફેબ્રુઆરી માં ૬૫ મો એવોર્ડ શો ઓર્ગેનાઈઝ કર્યો હતો. એવોર્ડ સેરિમનીનાં હોસ્ટ વિકી કૌશલ અને કરણ જોહર હતા.