૪ બાળકોનાં બાપ અને ૨-૨ વખત લગ્ન કરી ચુકેલા આ બોલીવુડ અભિનેતા સાથે લગ્ન કરવા માંગે છે પરિણીતી ચોપરા

Posted by

હિન્દી ફિલ્મોની અભિનેત્રી પરિણીતી ચોપરાએ પોતાના કામથી હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે હાલમાં તો વધારે સફળ થયેલ નથી, પરંતુ મોટા પડદા પર દર્શકોએ આ અભિનેત્રીને પસંદ કરેલ છે. પોતાની ૧૦ વર્ષની કારકિર્દીમાં તેણે ઘણી વખત દર્શકોનું દિલ જીતી લીધું છે. પરિણીતી ચોપડા આજે હિન્દી સિનેમાનું એક જાણીતું નામ છે અને તેની ઉપર લાખો-કરોડો યુવકો ફીદા છે. જોકે અભિનેત્રી કોના પર ફિદા છે, શું તમે તેના વિશે જાણો છો? પરિણીતીએ એક સમયે કહ્યું હતું કે તે હિન્દી સિનેમાના એક મોટા અભિનેતાને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ દુવિધા તે છે કે તે એક પરિણીત છે અને બે લગ્ન કરી ચુકેલ છે.

હકીકતમાં એક સમયે પરિણીતી ચોપડા એ હિન્દી સિનેમાના મશહુર અભિનેતા સૈફ અલી ખાન પર ક્રશ હતો. પોતાના ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે તે વાતનો ખુલાસો કર્યો હતો. ઘણી વખત પરિણીતી જણાવી ચુકી છે કે સૈફ અલી ખાન તેમનો ક્રશ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે.

એક વખત પરિણીતી મશહુર કોમેડિયન કપિલ શર્માનાં શો “ધ કપિલ શર્મા શો” માં પહોંચી હતી. તે પોતાની કોઈ ફિલ્મના પ્રમોશન માટે આવી હતી અને આ દરમિયાન તેણે સૈફ અલી ખાનને લઈને વાત કરી હતી. વળી બાદમાં જ્યારે સૈફ અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા, તો તેમને પરિણીતીનો વિડિયો બતાવવામાં આવ્યો હતો.

જેમાં તેમણે સૈફ અલી ખાનને લઇને કહ્યું હતું કે જો તેમને અવસર મળશે તો હું તેમનું હરણ કરવા માંગીશ. કરીનાને પહેલાથી જ આ વાતની જાણ છે અને તે જાણે છે કે હું સૈફ અલી ખાન ને કેટલી પસંદ કરું છું.

પરિણીતી ચોપડાનો વિડીયો જોઈને સૈફ અલી ખાન આશ્ચર્ય ચકિત રહી ગયા હતા. ત્યારબાદ મજાક કરતાં સૈફ અલી ખાનને કપિલ શર્માએ કહ્યું હતું કે, “નસીબ હોય તો સૈફ અલી ખાન જેવા જેમને પત્નીના રૂપમાં કરીના કપુર મળેલ છે અને હવે પરિણીતી પણ તેમની સાથે લગ્ન કરવા માંગે છે.” ત્યારબાદ બધા લોકો ખુબ જ હસ્યા લાગે છે.

મહત્વપુર્ણ છે કે અવારનવાર પરિણીતી ચોપડા કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહે છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે પોતાની સાથે થયેલ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે સ્કુલના સમયમાં અમુક યુવકો તેનો પીછો કરતા હતા અને તેની સાથે છેડછાડ કરતા હતા.

પરિણીતી ચોપડાનાં જણાવ્યા અનુસાર તે સાઇકલ સ્કુલ જતી હતી અને અમુક યુવકો તેનો પીછો કરીને તેનું સ્કર્ટ ઉઠાવવાની કોશિશ કરતા હતા, જેના કારણે તેને પોતાનાં માતા-પિતાથી પણ નફરત થવા લાગી હતી. હકીકતમાં પણ તેને એવું લાગતું હતું કે તેમના પિતાએ કાર ખરીદી ન હતી, જેના લીધે તેને સાઈકલ સ્કુલ જવું પડતું હતું. બાદમાં એક્ટ્રેસને તે વાતનો અહેસાસ થયો હતો કે તેમના માતા-પિતા પાસે તે સમયે કાર ખરીદવાના પૈસા ન હતા.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પરિણીતી ચોપડા ખુબ જ જલ્દી સાઈના નેહવાલનાં જીવન પર આધારિત ફિલ્મમાં નજર આવનાર છે. વળી સૈફ અલી ખાન ની વાત કરવામાં આવે તો તેમની આગામી ફિલ્મમાં આદિપુરુષ, બંટી ઔર બબલી-૨ અને વિક્રમ વેધા સામેલ છે.