૪૪ વર્ષની ઉંમરમાં “ગીતા માં” કરી રહેલ છે આ યંગ બોયને ડેટ, સોશિયલ મીડિયામાં તસ્વીરો થઈ વાઇરલ

Posted by

બોલિવૂડમાં કોઈનો કઈ ભરોસો હોતો નથી. આજકાલના સમયમાં કોઈ પણ સેલિબ્રીટી કોઈપણ ઉંમરના લોકોને ડેટ કરી શકે છે. પછી તેમની ઉંમરથી નાના હોય કે પછી તેમની ઉંમરથી મોટા હોય. આવું એટલા માટે કારણ કે દરેક વ્યક્તિની પોતાની ચોઈસ હોય છે અને તે તેમની અંગત બાબત પણ છે. હાલના દિવસોમાં બોલિવૂડમાં “ગીતા માં” તરીકે જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર પોતાના બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. ટીવી શો “ડાન્સ ઇન્ડીયા ડાન્સ” ની જજ અને કોરિયોગ્રાફર ગીતા કપૂરે બોલિવૂડની તમામ ફિલ્મોમાં એક્ટર એક્ટ્રેસને પોતાની આંગળી પર નચાવ્યા છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે ૪૪ વર્ષની ઉંમરમાં “ગીતા માં” આ યંગ બોયને ડેટ કરી રહી છે. તેમણે પોતાની અમુક પ્રાઇવેટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેયર કરેલ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

૪૪ વર્ષની ઉંમરમાં ગીતા માં કરી રહી છે આ યંગ બોયને ડેટ

૧૫ વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી કોરિયોગ્રાફર ગીતા કપૂર આજે કોઈપણ ઓળખની મહોતાજ નથી. તેમણે સરોજ ખાન અને ફરાહ ખાનને પોતાના ગુરૂ માનેલ છે અને તેમની પાસેથી શીખીને આજે તે આ સ્થાન પર પહોંચેલ છે, જ્યાં તેઓ દેશના ઘણા પ્રતિભાશાળી ડાન્સરની પસંદગી માટે એક રિયાલિટી શોમાં કામ કરે છે. ગીતા કપૂર ૪૪ વર્ષની ઉંમર વટાવી ચૂકેલ છે અને હજુ સુધી તેઓએ લગ્ન કરેલ નથી. જોકે હાલના દિવસોમાં તેમનું અને તેમના બોયફ્રેન્ડ રાજીવ ખીંચવીનું નામ સાથે લેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર જે તસવીરો ઉપલબ્ધ છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગીતા માં તેમને ડેટ કરી રહી છે. પરંતુ તેઓ પોતાના આ પ્રેમનો સ્વીકાર કરી શકતા નથી અથવા હાલમાં તેઓ તેના વિશે કઈ જણાવવા માગતા નથી. આ મામલામાં કંઈ પણ હોય શકે છે અને જો કોઈ પોતાની અંગત બાબત જણાવવા ન માગતું હોય તો શું કરી શકાય. પરંતુ કોઈપણ સેલિબ્રિટીની પોતાની પર્સનલ લાઇફ હોતી નથી, આ પણ એક સત્ય તથ્ય છે. રાજીવ પણ એક કોરિયોગ્રાફર છે અને તેમણે અમુક ફિલ્મોમાં એક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રૂપમાં કામ કરેલ છે.

કોરિયોગ્રાફર ગીતા કપૂરે જી ટીવી ના પોપ્યુલર શો “ડાન્સ ઈન્ડિયા ડાન્સ” માં ખૂબ જ ચર્ચામાં રહેલ હતી. તેમને “ગીતા માં” ના નામથી ટીવી પર ઓળખવામાં આવે છે, પરંતુ પહેલી વખત તેમનું કોઈની સાથે અફેર સામે આવ્યું છે. ગીતાએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં ડાન્સ તૈયાર કરેલ છે અને તે ફિલ્મોમાં કુછ કુછ હોતા હૈ, દિલ તો પાગલ હૈ, મહોબ્બતે, કભી ખુશી કભી ગમ, અશોકા, લવ તેરે નાલ હો ગયા, હે બેબી, તીસ માર ખાન જેવી ફિલ્મોમાં સિતારાઓને ડાન્સ શીખવાડ્યો છે. જોકે ૯૦ના દશકમાં તેમણે ફરાહ ખાનને ઘણી ફિલ્મોમાં આસિસ્ટ પણ કરેલ છે.

બોલિવૂડની અમુક ઓફિશિયલ વેબસાઇટ અનુસાર હાલના દિવસોમાં ડાન્સ માસ્ટર ગીતા કપૂર મોડલ, એક્ટર, કોરિયોગ્રાફર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજીવ ખીંચવીને ડેટ કરી રહી છે. ગીતા કપૂરની પોતાના બોયફ્રેન્ડ રાજીવ સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેમાં ક્યારેક તેઓ તેમની સાથે કોઈ પાર્ટીમાં તો ક્યારેય કોઈ ઇવેન્ટમાં નજર આવેલ છે. તે સિવાય તેમની અમુક પર્સનલ તસવીરો પણ સામેલ છે. જ્યારે પણ “ડાન્સ ઇન્ડીયા ડાન્સ” ના સેટ પર તેમને આ વિશે કંઈ પૂછવામાં આવે છે તો મોટાભાગે તેમનો જવાબ તેઓ હસીને ટાળી દેતા હોય છે. રાજીવની ઇનસ્ટાગ્રામ પ્રોફાઇલને જોવામાં આવે તો તેમાં તેમની અમુક તસવીરો ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે પણ બંનેને તેના વિશે પૂછવામાં આવે તો તેમનો એક જ જવાબ હોય છે કે “અમે ફક્ત સારા મિત્ર છીએ.”