૫૫૮ વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહેલ છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Posted by

૩ ઓગસ્ટના રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારને ખૂબ જ ધામધૂમથી સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈનાં હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. વળી ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે તેની રક્ષા કરશે. આ વર્ષે રક્ષાબંધનનો પર્વ ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે રક્ષાબંધનના દિવસે વિશેષ યોગ બની રહ્યા છે.

૫૫૮ વર્ષ બાદ બની રહ્યા છે આ યોગ

પંડિતોના જણાવ્યા અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર રાહુ મિથુન રાશિમાં હશે અને કેતુ ધન રાશિમાં, જેનાથી વિશેષ યોગ બનશે. આ પહેલા આ યોગ ૫૫૮ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૧૪૬૨માં બનેલ હતો. વર્ષ ૧૪62માં પણ રાહુ-કેતુની આવી જ સ્થિતિ હતી. પંડિતો અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ વક્રી રહેશે. જ્યારે ચંદ્ર પણ શનિ સાથે રહેશે, જે ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે.

૧૨ રાશિઓ પર ગ્રહોને પડશે અસર

રક્ષાબંધનના દિવસે બની રહેલ આ યોગને કારણે મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર શુભ પ્રભાવ પડશે અને આ લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે. એટલું જ નહીં આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જ્યારે મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકોએ જરા સંભાળીને રહેવાની જરૂરિયાત છે. વળી કર્ક રાશિના જાતકો પર તેની સામાન્ય અસર જોવા મળશે.

રક્ષાબંધન નો સમય

૩ તારીખના સવારે ૭:૩૦ વાગ્યા બાદ સમગ્ર દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે. આ દિવસે તમે ૯:૨૯ બાદ આખો દિવસ રાખડી બાંધી શકો છો. વળી આ પર્વ પૂર્ણિમાના દિવસે આવે છે, એટલા માટે આ દિવસે ગુરુની પૂજા પણ કરવામાં આવે છે અને પોતાના ગુરુના આશીર્વાદ પણ અવશ્ય લેવામાં આવે છે.

આવી રીતે બાંધો રક્ષાસૂત્ર

  • રક્ષાબંધનના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો. સ્નાન કર્યા બાદ એક થાળી લઇ તેમાં સરસવના દાણા, કેસર, ચંદન, ચોખા, દૂર્વા અને રક્ષાસૂત્ર રાખી લો.
  • આ થાળીને મંદિરમાં રાખીને રક્ષાસૂત્રની પૂજા કરો
  • પૂજા કર્યા બાદ પોતાના ભાઈના જમણા હાથના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી દો અને તેનું મોઢું મીઠું કરાવવું. ભાઈ નાનો હોય તો તે પોતાની બહેનના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ જરૂરથી લે.

રક્ષાબંધન સાથે જોડાયેલ છે આ કથા

રક્ષાબંધન ઉજવવા સાથે જોડાયેલ કથા અનુસાર સૌથી પહેલા ઈન્દ્રાણીએ દેવરાજ ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધેલ હતું. કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરોનું યુદ્ધ થયું હતું, જેમાં દેવતાઓને પરાજિત થવું પડ્યું. અસુરોએ સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો હતો. ત્યારે સ્વર્ગ અને પરત મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર અને બધા દેવતાઓએ ગુરુદેવ બૃહસ્પતિની મદદ માંગી હતી અને ઈન્દ્રએ ગુરુદેવને કહ્યું હતું કે તેઓ સ્વર્ગ છોડીને જઇ શકતા નથી.

ઇન્દ્રની આ વાત ઇંદ્રાણીએ સાંભળી લીધી અને ઇન્દ્રાણીએ શ્રાવણ મહિનામાં પૂર્ણિમા દરમિયાન વિધિ-વિધાનથી રક્ષાસૂત્ર તૈયાર કર્યું. જેને ઇન્દ્ર દેવના હાથમાં બાંધી દીધું. ઈન્દ્રાણીએ કહ્યું કે આ રક્ષાસૂત્રની મદદથી તમારી જીત થશે અને તમને સ્વર્ગ લોક પરત મળી જશે. ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ અસુરો સાથે યુદ્ધ કર્યું અને અસુરોને પરાજીત કરીને સ્વર્ગલોક પરત મેળવી લીધું. ત્યારથી આ પર્વ ઉજવવામાં આવે છે.