હાર્ટ એટેક આવવાથી માં થઈ ગઈ બેભાન, સુરતમાં ૭ વર્ષનાં દિકરાએ ૧૦૮ પર ફોન કરીને ૫ મિનિટમાં એમ્બ્યુલન્સ બોલાવીને માં નો જીવ બચાવી લીધો

બાળકોને ઇમરજન્સી સેવાની જાણકારી આપવી કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેનું સૌથી સારો ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું હતું. જ્યારે એક ૭ વર્ષના બાળકને સમજદારીથી તેની માતાને જીવતદાન મળી ગયું હતું. હકીકતમાં માં ને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ દીકરાએ તુરંત ૧૦૮ પર ફોન કરીને એમ્બ્યુલન્સને સુચિત કરેલ. પ મિનિટમાં એમબ્યુલન્સ પહોંચી અને મહિલાને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જેથી તુરંત જ મળવાથી માં નો જીવ બચી ગયો.

મોડું થયું હોત તો મહિલા નો જીવ જોખમમાં મુકાયો હોત

માં ને હાર્ટ એટેક આવવા પર ૭ વર્ષના બાળકની સક્રિયતા જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કહ્યું હતું કે આટલી નાની ઉંમરમાં આ પ્રકારની જાણકારી હોવી ખુબ જ મોટી વાત છે. જો ૧ કલાક મોડું થયું હોત તો કદાચ મહિલાનો જીવ જોખમમાં મુકાયો હોત. પોતાના બાળકોને મોબાઇલ વિશે કેવી જાણકારી આપવી, તે આ બાળક પાસેથી શીખી શકાય છે. હાલમાં આ મહિલા નો ઈલાજ ચાલી રહ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે.

હું ભાનમાં આવી તો હોસ્પિટલમાં હતી : મંજુ પાંડે

રાહુલે જણાવ્યું હતું કે એક વખત મારી બહેને જણાવ્યું હતું કે કોઈ ની તબિયત ખરાબ થાય તો ૧૦૮ નંબર પર ફોન કરવાથી એમ્બુલન્સ આવે છે. બીમાર મહિલાને પથરીની સમસ્યા છે. ઈલાજ માટે સુરત આવેલ હતા. તેણે જણાવ્યું હતું કે હું બેભાન થઈ ગઈ હતી અને જ્યારે ભાનમાં આવી તો હોસ્પિટલમાં હતી.

૪૦ વર્ષીય મંજુ પાંડે ઉત્તર પ્રદેશના અયોધ્યાની રહેવાસી છે. તે પોતાના પતિ અને દીકરાની સાથે ઉધનામાં સંજયનગરમાં રહે છે. બુધવારે બપોરે તેને ઉલટી થવાની શરૂ થઈ અને તેના હાથ-પગ ધ્રુજવા લાગ્યા, તે બેભાન થઈ ગઈ. તેવામાં ૭ વર્ષના દીકરા રાહુલે તુરંત ૧૦૮ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી.

ડોક્ટરે કહ્યું – બાળકોને આવી શિખામણ આપો

સિવિલમાં ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રિયાંકે જણાવ્યું હતું કે બાળક ખુબ જ હોશિયાર છે. સામાન્ય રીતે આવા બાળકો મોબાઈલ પર ગેમ રમે છે અથવા તો કાર્ટુન જોવે છે. મોબાઇલનો સાચો ઉપયોગ કરવાનું આ બાળક પાસેથી શીખવું જોઈએ. રાહુલે તુરંત ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને પોતાની માં નો જીવ બચાવી લીધો હતો.