૭૮ કિલોની આ યુવતી લોકોના કોમેંટ્સ થી પરેશાન ચુકી હતી, GM Diet ફોલો કરીને ઘટાડ્યું ૩૨ કિલો વજન

સ્થૂળતા એક ખૂબ જ મોટી સમસ્યા છે. તેનાથી ઘણાં પ્રકારની બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે અને સાથોસાથ તમારો આત્મવિશ્વાસ પણ કમજોર પડી જાય છે. લાઇફ સ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીને કારણે ઘણા લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થતા હોય છે. વજન ઘટાડવા માટે અને સારી ફિટનેસ માટે અમુક લોકો જીમ પણ જાય છે, તો અમુક લોકો ડાયેટિંગ પણ કરતા હોય છે.

૨૩ વર્ષીય હેમાંગી સવજાની ની પણ કંઈક આવી જ કહાણી છે. ૫ ફૂટ ૨ ઈંચની હેમાંગીનો વજન વધીને ૭૮ કિલો થઇ ગયો હતો. સ્થૂળતાને કારણે તેને દરરોજ લોકોના કોમેન્ટ્સ સાંભળવા પડતા હતા. જેના લીધે તેનો આત્મવિશ્વાસ કમજોર થતો ગયો. ત્યારે હેમાંગી એ વજન ઘટાડવાનો નિર્ણય કર્યો અને ત્રણ મહિનામાં ૩૨ કિલો વજન ઓછું કરી દીધું.

વજન ઘટાડવાનો નિર્ણય કેવી રીતે લીધો?

વધતી જતી સ્થૂળતાને કારણે મારૂ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું. મારા શરીરને જોઇને મારો આત્મવિશ્વાસ પણ ખતમ થવા લાગ્યો હતો. હું ખૂબ જ દુઃખી રહેવા લાગી હતી અને લોકોને મળવાથી પણ દૂર ભાગતી હતી. ત્યારે એક દિવસ મને મહેસુસ થયું કે વીલ પાવરને કારણે કંઈ પણ કરવું સંભવ છે. પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી અને વજન ઘટાડવા માટે ખૂબ જ પરસેવો વહાવ્યો છે.

વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન

વળી, મને જે કંઈ પણ ખાવાનું મન થતું હતું કે હું ખાઈ લેતી હતી. પરંતુ તે હંમેશા ધ્યાન રાખતી હતી કે હું ઘરમાં બનાવેલી જ ચીજો ભોજનમાં લઉં. ડાયટ પ્લાનને લીધે વજન ઘટાડવામાં મને ખૂબ જ મદદ મળી હતી.

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર

હું એક સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરી હતી અને દિવસમાં એક જ વસ્તુ વારંવાર ખાધા કરતી હતી. તે સિવાય GM Diet ઉપર પણ હતી, જે ૭ દિવસ માટે એક સુપર સ્ટ્રિક્ટ પ્લાન હતો.

લો કેલેરી રેસીપી

મારું માનવું છે કે ઘરે બનાવવામાં આવેલી કોઇપણ વસ્તુ તમારા માટે સ્વાસ્થ્ય દાયક અને કેલરીમાં ઓછી હોય છે. એટલા માટે તે વાત પર ખાસ ધ્યાન આપો કે તમે શું કરી રહ્યા છો જેના લીધે આગળ ચાલીને તમારે કોઈપણ પ્રકારનો કોઈ ચીટ ડે ન કરવો પડે.

આવી રીતે જળવાઈ રહ્યું મોટીવેશન

મારો વજન ધીરે ધીરે ઓછો થતો રહ્યો, ત્યારે હું મારા જૂના ફોટો અને નવા ફોટો સાથે તુલના કરતી રહી અને મને તેનાથી સતત વજન ઓછું કરવા માટે મોટીવેશન મળતું રહ્યું. મારા પ્રયત્નો સફળ થયા અને અંતમાં હું ખૂબ જ પાતળી થઈ ગઈ.

મારુ વર્કઆઉટ

પોતાનું વજન ઘટાડવા માટે હું દરરોજ એક કલાક સુધી પાઇલેટ્સ અને યોગ કરતી હતી. તેની સાથોસાથ હું નિયમિત એક કલાક ચાલવા પણ જતી હતી. જેના લીધે મને ખૂબ જ ફરક મહેસૂસ થયો.

લાઈફ સ્ટાઈલમાં કર્યા આવા બદલાવ

વજન ઘટાડવા માટે ડાયટની સાથો સાથ મેં પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ અમુક બદલાવ કર્યા હતા. હું સવારે જલ્દી ઉઠી જતી હતી અને દરરોજ એક કલાક ચાલવા માટે જ જતી હતી. જેનાથી મને ખૂબ જ એનર્જી અને કોન્ફિડેન્સ મહેસૂસ થતો હતો. આવી રીતે હેમાંગી એ ફક્ત ૩ મહિનામાં ૩૦ કિલો વજન ઘટાડી દીધો હતો. જો તમે પણ સ્થૂળતાથી પરેશાન છો અને પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો આ વેઇટ લોસ સ્ટોરી થી તમને પ્રેરણા મળી શકે છે.