૮ ડિસેમ્બરે સમગ્ર દુનિયા માંથી ખતમ થઈ જશે કોરોના : SUTD નો દાવો , જાણો ક્યાં દેશમાં કઈ તારીખે ખતમ થશે

ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલ કોરોના વાયરસ આજે વૈશ્વિક મહામારીનું રૂપ લઈ ચૂક્યો છે અને હાલના સમયમાં દુનિયાના ૨૦૦ થી વધારે દેશોમાં તે ફેલાઈ ચૂક્યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેકસીન તૈયાર કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી કોરોના વાયરસના સંક્રમણને ફક્ત સામાજિક અંતર દ્વારા જ રોકવામાં આવી શકે છે. કોરોના વાયરસને કારણે તમામ દેશોએ લોકડાઉનની ઘોષણા કરેલ છે, જેના લીધે લોકો પોતાના ઘરમાં કેદ છે. તેવામાં બધાના મનમાં સવાલ થાય છે કે આખરે આ કોરોના ક્યારેય ખતમ થશે?

કોરોના વાયરસને ખતમ થવાને લઈને એક અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયન એસઆઈઆર (Susceptible Infected Recovered) મોડેલ અંતર્ગત કરવામાં આવેલ છે. તેમાં મહામારીના જીવન ચક્ર થી લઈને તેના ખતમ થવા સુધીનું અનુમાન લગાવવામાં આવેલ છે. કોરોના વાયરસ ખતમ થવાની આ ભવિષ્યવાણી હજુ સુધી વિભિન્ન દેશોમાં કોરોના વાયરસના વધતા ઘટતા સંક્રમણના આધાર પર કરવામાં આવી છે. સમયની સાથે આ ભવિષ્યવાણી બદલી પણ શકે છે. આ ભવિષ્યવાણી લૂઓ જીયાનકશી ૨૦૨૦ ની થીયરી અને કાર્યપ્રણાલી પર આધારિત છે અને તેને SUTD ડેટા ડ્રાઇવેન ઇનોવેશન લેબ અને સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇને સંયુક્ત રૂપે પ્રકાશિત કરેલ છે. તો આવો જાણીએ કે કયા દેશમાં ક્યારેય ખતમ થઈ શકે છે કોરોના.

  • ભારત : ભારતમાં ૨૨ મે સુધી કોરોનાનાં ૯૭% મામલા ખતમ થઇ જશે, જ્યારે ૧ જૂન સુધી ૯૯% અને ૨૬ જુલાઈ સુધી ભારતમાંથી કોરોના સંપૂર્ણ ખતમ થઈ શકે છે.
  • ઈટાલી : ઇટલીમાં ૮ મે સુધી કોરોનાનુ સંક્રમણ ૯૭% સુધી ૨૧ મે સુધી ૯૯% અને ૨૫ ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.
  • પાકિસ્તાન : પાકિસ્તાનમાં ૨૭ એપ્રિલથી કોરોના કાબૂમાં આવવા લાગશે, ૯ જૂન સુધી ૯૭% ઓછું થઈ જશે, ૨૩ જૂન સુધી ૯૯% સંક્રમણ ખતમ થઇ જશે અને ૧ સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન કોરોના મુક્ત થઇ જશે.
  • અમેરિકા : અમેરિકાની વાત કરવામાં આવે તો ૧૨ મેં સુધી અહીંયા ૯૭% સંક્રમણ ઓછું થઈ જશે, ૨૪ મે સુધી ૯૯% અને ૨૭ ઓગસ્ટ સુધી અમેરિકામાં કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

  • ઓસ્ટ્રેલિયા : અહીંયા ૨૦ એપ્રિલ સુધી ૯૯% મામલા ખતમ થઇ જશે અને ૨૩ મે સુધી ઓસ્ટ્રેલિયા કોરોના થી ફ્રી થઈ જશે.
  • સિંગાપુર : સિંગાપુરમાં પ મે થી કોરોનાનાં કેસ અચાનકથી ઓછા થવા લાગશે અને ૪ જૂન સુધી ૯૭% સંક્રમણ ખતમ થઇ જશે, જ્યારે ૧૪ જુલાઇ સુધી ૯૭% મામલા ખતમ થઈ જશે અને ૮ ઓગસ્ટ સુધી સિંગાપુર કોરોના મુક્ત થઇ જશે.
  • સ્પેન : સ્પેનમાં કોરોના ૭ ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.
  • ઈઝરાઈલ : ઈઝરાઈલમાં ૪ મે સુધી કોરોના ૯૭%, ૧૫ મે સુધી ૯૯% અને ૪ જુલાઇ સુધી ૧૦૦% મામલા ખતમ થઇ જશે.

  • જર્મની : જર્મનીમાં ૩ મે સુધી કોરોનાનાં ૯૭% મામલા ખતમ થઇ જશે અને ૧ ઓગસ્ટ સુધી જર્મની કોરોના થી મુક્ત થઇ જશે.
  • વિશ્વ : પૂરી દુનિયામાં ૨૯ મે સુધી કોરોનાનાં ૯૭% મામલા ખતમ થઇ જશે, જોકે કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ રીતે ૮ ડિસેમ્બર સુધીમાં ખતમ થઇ જશે.