૮૪ કરોડનાં આલીશાન બંગલામાં રહે છે ઋત્વિક રોશન, ગેલેરી માંથી દેખાય છે સમુદ્રનો અદભૂત નજારો, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટર ફેમસ થયા બાદ નામ અને પૈસા બંને ખૂબ જ કમાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સૌથી હેન્ડસમ અભિનેતા રિતિક રોશન પણ આ કેટેગરીમાં આવે છે. વર્તમાનમાં રિતિક બોલિવૂડમાં ખુબજ મોટું નામ કમાઈ ચૂક્યા છે. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં આવેલી ફિલ્મ “કહો ના પ્યાર હૈ” થી કરી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ઋત્વિકને આ ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. ફિલ્મની સફળતા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને પોતાની મહેનતથી આગળ વધીને ચાલતા ગયા. આજે ઋત્વિક ના ફિલ્મી કેરિયર ને ૨૦ વર્ષ થઈ ચૂક્યાં છે.

આ ૨૦ વર્ષમાં તેમણે ખૂબ જ મોટી કમાણી કરી લીધી છે, તેની અસર તેમના આલિશાન બંગલા ઉપર પણ દેખાઈ રહી છે. તેવામાં આજે અમે તમને આ બંગલાની સુંદર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

મુંબઈના પોશ એરિયામાં છે ઋત્વિક નો બંગલો

હાલના દિવસોમાં લોકડાઉન માં પોતાના બંગલામાં સારો સમય પસાર કરી રહ્યા છે. ઋત્વિકનો બંગલો મુંબઈના પોશ એરિયા જૂહુમાં સ્થિત છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ આસમાનને આંબે છે. હાલના દિવસોમાં ઋત્વિક ની એક્સ-વાઇફ સુઝેન ખાન પણ તેના બંગલામાં રહેવા માટે આવી ગઈ છે.

સુઝેને આ નિર્ણય પોતાના બાળકો રિહાન અને રિદાન ની દેખરેખ માટે લીધો છે. કોરોના મહામારી અને લોકડાઉન ની વચ્ચે પોતાના બાળકોની દેખભાળ કરીને તે પોતાની ફરજ નિભાવવા ઈચ્છે છે. સુઝેન નાં આ વિચારની પ્રશંસા ઋત્વિક રોશને પણ કરી હતી.

દેખાય છે સમુદ્રનો ખૂબસૂરત નજારો

ઋત્વિક નો આ આલીશાન બંગલો સી-ફેસિંગ છે. અહીંયા થી તમને સમુદ્રની લહેરો નો શાનદાર નજારો જોવા મળી શકે છે. ઋત્વિક પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર સમુદ્રની તરફ જોતા હોય તે રીતે પોતાનો ફોટો શેયર કરી ચુક્યા છે.

આલીશાન છે ઘરની સજાવટ

ઋત્વિક ના આ ઘરની અંદરની સજાવટ ખૂબ જ શાનદાર અને આલીશાન છે. તેમનો બંગલો બહારથી જેટલો સુંદર દેખાય છે, અંદરથી તેટલો જ સુંદર છે. તેની અંદર રાખવામાં આવેલ સજાવટી સામાનને દેશ-વિદેશમાંથી મંગાવવામાં આવેલ છે.

કમાલનું છે ઇન્ટિરિયર

આ બંગલાનું ઇન્ટિરિયર પણ ખૂબ જ આકર્ષક છે. તેને જોવા પર તેના પરથી નજર હટવાનું નામ લેતાં નથી. તેની વચ્ચે બેસીને ખૂબ જ સારો અહેસાસ મહેસુસ થાય છે. તેને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એવોર્ડ વિનિંગ આર્કિટેક્ટ અને ઇન્ટેરિયર ડિઝાઇનર્સ આશિષ શાહે બનાવેલ છે.

સ્ટડી રૂમમાં બેસવાનું પસંદ કરે છે ઋત્વિક

આ બંગલામાં એક સ્ટડી રૂમ પણ છે, જ્યાં તમે શાંતિથી બેસીને પુસ્તકો વાંચી શકો છો. ઋત્વિક પણ જ્યારે ફ્રી હોય ત્યારે અહીંયા આવીને પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. ઋત્વિક ને પોતાના બંગલામાં આ જગ્યા ખૂબ જ પસંદ છે.

ઘરમાં જ છે ઓફિસ

ફિલ્મની બાબતને લઈને ઋત્વિક ની અવારનવાર ડાયરેક્ટર, પ્રોડ્યુસર અથવા રાયટર સાથે મુલાકાત થતી હોય છે. તેમાં ઘણી વખત તેમને ઘર પર જ બોલાવી લેવામાં આવે છે. પોતાના બિઝનેસ સંબંધીત મિટિંગ માટે ઋત્વિકે ઘર પર જ એક શાનદાર ઓફિસ બનાવીને રાખી છે.

૮૪ કરોડ રૂપિયા છે કિંમત

ઋત્વિક ના આ બંગલાની કિંમત ૮૪ કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવી રહી છે. આ બંગલો ૩૦૦૦ ફીટમાં ફેલાયેલો છે. તેમાં બે લક્ઝરી બેડરૂમ પણ છે. આ બંગલો બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની નજીકમાં છે.