આ ત્રણ ચીજોનું અપમાન કરવાથી ખતમ થઈ જાય છે બધા કરેલા પુણ્ય કર્મ

Posted by

આપણા શાસ્ત્રોમાં એવી ત્રણ ચીજો વિશે બતાવવામાં આવી છે, જેનું અપમાન કરવાથી બધા જ પુણ્ય કર્મ એકદમ ખતમ થઇ જાય છે અને પાપનો ભાર માથે ચડી જાય છે. આ ત્રણ ચીજોનું અપમાન કરવાથી ગમે તેટલા સારા કામ કરી લો, પણ તેનો ભાર માથા પરથી ઉતારી શકાતો નથી. અમે તમને અમારા આર્ટીકલમાં શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ તે ત્રણ મહાપાપ વિશે જણાવીશું, જેનાથી મનુષ્ય ના બધા જ પુણ્ય કર્મોનો નાશ થઈ જાય છે.

ગાયનું અપમાન

શાસ્ત્રોમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એ જ કારણ છે કે લોકો ગાયની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ગાયની અંદર દેવી-દેવતાઓ નિવાસ હોય છે અને ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે. એટલું જ નહીં ગાયને પંચભૂત ની માં પણ કહેવામાં આવે છે. આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગાયનું અપમાન કરે છે તે પાપનો ભોગી બને છે અને ગાયનું અપમાન કરવાથી ચડેલ પાપ તીર્થસ્થાનોનાં દર્શન અને પવિત્ર નદીઓઓમાં સ્નાન કરવાથી પણ ઉતરતું નથી. એટલા માટે ક્યારેય પણ ભૂલથી ગાયનું અપમાન કરવું જોઈએ નહીં અને ગાયની સેવા કરવી. કારણ કે ગાયની સેવા કરવાથી ઘણા પાપને ખતમ કરી શકાય છે.

ગાયની સેવા કેવી રીતે કરવી

દરેક શહેરમાં આજકાલ ગૌશાળા જરૂર હોય છે. તમે આ ગૌશાળામાં જઇને ગાયની સેવા કરી શકો છો. તમે ગૌશાળામાં રહેલ ગાયને ભોજન માટે રોટલી આપી શકો છો અને તેમની સાફ-સફાઈ કરીને પણ પુણ્ય કમાઈ શકો છો.

કેવી રીતે થાય છે ગાયનું અપમાન

જો કોઈ વ્યક્તિ ગાયને ભુખી જોઈને તેને ભોજન નથી આપતો તો આવું કરવાથી ગાયનું અપમાન થાય છે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ ગાયને મારે છો, તો પણ તે પાપનો ભોગી બને છે.

તુલસીનો છોડ

તુલસીનો છોડ એક પવિત્ર છોડ હોય છે અને આ છોડની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જોકે આ છોડનું અપમાન કરવામાં આવે તો વ્યક્તિ પાપનો ભાગીદાર બની શકે છે. વિષ્ણુપુરાણમાં તુલસીના છોડને લઈને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે આ છોડનું અપમાન કરવા પર ભગવાન નારાજ થઈ જાય છે. એટલા માટે પોતાના જીવનમાં ક્યારેય પણ આ છોડ નું અપમાન કરવું નહીં.

કેટલું પવિત્ર છે આ છોડ

આ છોડ કેટલો પવિત્ર છે તે વાતનો અંદાજો તમે એ બાબત પરથી લગાવી શકો છો કે આ છોડના ઘરમાં હોવાને કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા વધી શકતી નથી. ભગવાન વિષ્ણુને આ છોડના પાન અર્પિત કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથોસાથ જે લોકો આ છોડની પૂજા કરે છે તેમને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

કેવી રીતે થાય છે અપમાન

તુલસીના છોડને પોતાના ઘરમાં લગાવ્યા બાદ તેની પૂજા ન કરવાથી તમને પાપ ચડે છે. તેની સાથે જ રાતના સમયે આ છોડના પાન તોડવા પણ યોગ્ય માનવામાં આવતા નથી. આ છોડની આસપાસ સફાઈ રાખવી પણ જરૂરી હોય છે અને આ છોડની પાસે ચપ્પલ પહેરીને જવું, આ છોડનું અપમાન માનવામાં આવે છે. તુલસીનાં પાનનો ઉપયોગ ગણેશજી અને ભગવાન શિવજીના પૂજન દરમિયાન ક્યારેય ન કરવો.

ગંગાનું અપમાન

ગંગા નદી આપણા દેશની પવિત્ર નદીઓમાંની એક છે અને આ નદી વિશે શિવ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે લોકો આ નદીના પાણીથી સ્નાન કરે છે, તેમના પાપ ખતમ થઇ જાય છે. વળી આ નદીનું અપમાન કરવાથી વ્યક્તિ પર એવું પાપ ચડી જાય છે જે ક્યારેય પણ ઉતરી શકતું નથી. એટલા માટે ગંગાજળનો ઉપયોગ હંમેશા યોગ્ય રીતે કરવો જોઈએ.

કેવી રીતે થાય છે ગંગાજળનું અપમાન

પોતાના ઘરમાં ક્યારેય પણ ગંગાજળને તે સ્થાન પર ન રાખવું જોઈએ જ્યાં મદિરા જેવી ચીજો રાખવામાં આવતી હોય. આ જળને ક્યારેય પણ અપવિત્ર હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં. પૂજાના સમયે આ જળનો ઉપયોગ કરતા સમયે આ જળની બોટલને સીધી જમીન પર ન રાખવી જોઈએ, તેને જમીનથી ઉપર કોઈ વસ્તુ પર રાખવી જોઈએ.