આ ૩ મહિલાઓએ ભુલથી પણ તુલસીને પાણી ચડાવવું નહીં, માં લક્ષ્મી રિસાઈ જાય છે અને મહાપાપ લાગે છે

Posted by

તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે. પ્રાચીન ગ્રંથોમાં તુલસીના છોડનું મહત્વ જણાવવામાં આવેલ છે. આ પૃથ્વી ઉપસ્થિત બધા પ્રકારની પવિત્ર વનસ્પતિઓ માંથી એક છે. તુલસીનો છોડ ઘણા પ્રકારના રોગનો નાશ કરનાર અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરનાર છે. તુલસીનો છોડ દરેક ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે તથા ઘરમાંથી રોગ અને બીમારી દુર રહે છે. તેના લીધે જ પ્રાચીન ઋષિમુનિઓ તુલસીની પુજા કરતા હતા. જો કોઈ વ્યક્તિ દરરોજ તુલસીના પાન ખાય છે તો તે ઘણા પ્રકારના રોગથી દુર રહે છે. મનુષ્યનાં સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ ગુણકારી ઔષધી છે અને આજનું વિજ્ઞાન પણ આ વાતને માને છે.

પરંતુ શાસ્ત્રોમાં તુલસીના છોડ સાથે જોડાયેલી અમુક માન્યતાઓ છે, જે તુલસીનો છોડ લગાવતા સમયે અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. તુલસીનો છોડ કોઈપણ ગૃહસ્પતિવારનાં દિવસે લગાવી શકાય છે. તુલસીનો છોડ લગાવવા માટે કારતક મહિનો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસીના છોડની પુજા કરવાથી દરેક મનોકામના પુરી થાય છે.

તુલસીનો છોડ ઘરના આંગણામાં લગાવવો જોઈએ. વળી તમે પોતાના બેડરૂમની બાલ્કની માં પણ તુલસીનો છોડ લગાવી શકો છો. સવારે તુલસી નાં છોડને પાણી ચઢાવીને તેની પરિક્રમા કરવી જોઈએ અને સાંજના સમયે તુલસીના છોડની નીચે ઘીનો દીવો પ્રગટાવવો સર્વોત્તમ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

તુલસીની પુજામાં અમુક ભુલો ક્યારેય પણ કરવી જોઈએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને લઈને અમુક વિશેષ નિયમ બનાવવામાં આવેલ છે, જેનું ધ્યાન રાખવાથી ખરાબમાં ખરાબ નસીબ પણ ચમકી ઉઠે છે. તુલસીના પાન હંમેશા સવારના સમયે તોડવા જોઈએ. રવિવારના દિવસે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવવો જોઈએ નહીં. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને તુલસી જરૂરથી અર્પિત કરવા જોઈએ. વળી ભગવાન ગણેશ અને માં દુર્ગાને તુલસી બિલકુલ પણ ચડાવવા જોઈએ નહીં. તુલસીના પાન ક્યારેય પણ વાસી થતા નથી, જેના લીધે પુજામાં તુલસીના જુના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન અન્નમાં તુલસીના પાન રાખવાથી ગ્રહણનો પ્રભાવ પડતો નથી.

ચાલો હવે તમને જણાવીએ કે કયા લોકોએ તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં અને તેની પુજા કઈ મહિલાઓએ કરવી જોઈએ નહીં. તુલસીનો છોડ બુધનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને તુલસી સર્વાધિક પ્રિય છે. ભગવાન કૃષ્ણને કોઈ પણ ભોગ તુલસી વગર લગાવવામાં આવતો નથી. જે પરિવારના લોકો ભગવાન શ્રીકૃષ્ણને માને છે તેમના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ તથા ભગવાન શ્રીકૃષ્ણની સાથે તુલસીની પુજા આવશ્ય કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.

તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવેલ છે, એટલે કે તે ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. જે રીતે ભગવાન વિષ્ણુની પુજામાં તામસિક ચીજોનો ઉપયોગ કરવામાં આવતો નથી, એવી જ રીતે તામસિક ક્રિયાઓ કરતા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં, તે અશુભ ફળ આપે છે. એટલે કે જે ઘરમાં માંસ બનાવવામાં આવે છે તથા ખાવામાં આવે છે, તેવા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં. ભગવાન વિષ્ણુના ભક્તો માટે મદ્યપાન વર્જિત માનવામાં આવેલ છે. જે ઘરના લોકો શરાબ પીવે છે અથવા તો જે ઘરમાં લોકો મદ્યપાન નું સેવન કરે છે, તેવા ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ નહીં. તે સ્થાન પર તુલસીનો છોડ રાખવાથી લાભને બદલે નુકસાન થાય છે. જો તમે આ કઠોર નિયમોનું પાલન કરી શકતા નથી તો ઘરમાં તુલસીનો છોડ ભુલથી પણ લગાવવો જોઈએ નહીં.

ક્યારેય પણ તુલસીના છોડને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ નહીં. કારણ કે આ દિશામાં રાખવામાં આવેલી તુલસી હંમેશા અશુભ ફળ આપે છે. તુલસીને હંમેશા ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. જે બુધ ની દિશામાં માનવામાં આવે છે. તુલસીને ક્યારેય પણ જમીનમાં લગાવી જોઈએ નહીં. તુલસીને હંમેશા કુંડામાં લગાવી જોઈએ. જમીનમાં લગાવવા પર તુલસી અશુભ ફળ પ્રદાન કરે છે, જેની અસર ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

જો કોઈ સ્ત્રીનો માસિક ધર્મ ચાલી રહ્યો હોય તો તેને તુલસીની પુજા કરવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ માટે દુશાસન લેવા માટે આવ્યો હતો તે સમયે દ્રૌપદીનો માસિક ધર્મ ચાલી રહ્યો હતો અને તેના લીધે તે પોતાના રૂમમાં રહેવાને બદલે અન્ય રૂમમાં વિરામ કરી રહી હતી અને કોઈપણ પવિત્ર સ્થાન ઉપર જતી ન હતી. જેના લીધે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન કાળથી જ એવી માન્યતા છે કે માસિક ધર્મ દરમિયાન કોઇપણ પવિત્ર સ્થાન ઉપર સ્ત્રીઓને જવાથી રોકવામાં આવે છે, જેના લીધે તુલસીની પુજા પણ માસિક ધર્મ દરમ્યાન કરવી જોઈએ નહીં.

બીજી સ્ત્રી છે ચરિત્રહિન સ્ત્રી. તુલસીનો છોડ એક પવિત્ર છોડ હોય છે અને તેની પુજા ફક્ત પતિવ્રતા સ્ત્રી કરી શકે છે. જે સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ રાખે છે, તેને તુલસીની પુજા નું ખરાબ ફળ મળે છે. ત્રીજી છે દુષ્ટ સ્ત્રી. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી દુષ્ટ હોય, બીજા સાથે કપટ કરવા વાળી હોય, બીજાના અન્નમાં ઝેર નાખવા વાળી હોય આવી સ્ત્રી દ્વારા તુલસીની પુજા કરવામાં આવે તો તેનો શુભફળ પ્રાપ્ત થતું નથી. તો આ હતા તુલસીના છોડ સાથે જોડાયેલા નિયમ. જો તમને અમારી જાણકારી પસંદ આવી હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને પોતાના પરિવારની સાથે શેર કરો.