આ ત્રણ વાતો પરથી જાણી શકશો કે તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે

Posted by

મિત્રો આજે તમને જણાવશુ એવી ત્રણ વાતો કે જેનાથી તમને ખબર પડી જશે કે તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે અને એ તમારા માટે કેટલો સાચો સાબિત થાય છે.

તમારા આંસુઓ ની કદર કરવા વાળો

આજના જમાનામાં આપણે જો આપણા પાર્ટનર સામે રડીએ તો એને એવું લાગે છે કે એ નાટક કરે છે. એને એવું લાગે છે કે એને ઇમોશનલ કરીએ છીએ. મિત્રો આંખમાં આસુ ક્યારે આવે છે જ્યારે આપણે ઇમોશનલ અને physically Hurt થઈએ છીએ ત્યારે આંખમાં આંસુ આવે છે અને જ્યારે આ આંસુ ની કોઈ કદર કરે છે ત્યારે એના માટે રડું પણ આવી જાય છે.

એક વાત યાદ રાખજો જીવનમાં જો કોઈને તમારા આંસુઓની કદર નથી તેના માટે રડવાથી કોઈ ફાયદો નથી. એવા વ્યક્તિ માટે કોઈ દિવસ તમારા આંસુ આંખોમાં ના લાવો અને જો કોઈ તમારા આંસુ ની કદર કરે છે તો તમે ખરેખર કિસ્મતવાળા છો.

તમારા વિશે એક પણ શબ્દ સહન ન કરી શકે

તમારો પાર્ટનર તમારા વિશે એક પણ શબ્દ સહન ના કરી શકે જેમકે તમે ગમે તેવા છો સારા છો કે ખરાબ છો પણ છો તો તેમના જ ને. જો કોઈ પાર્ટનર આવો વિચાર કરે તો તે તમને ખૂબ જ પ્રેમ કરે છે. કહેવાનો મતલબ એમ છે કે કોઈ ત્રીજો વ્યક્તિ તમને આવીને કંઈ પણ સંભળાવી જાય કે આ ખોટું છે આ કામ સારું નથી અને આ વાત તમારા પાર્ટનર થી સહન ના થાય અને તેને ખૂબ જ ખોટું લાગે તો આવા માણસો ખૂબ જ ઓછા હોય છે અને તે તમારા માટે એકદમ પરફેક્ટ છે અને એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. આવો પાર્ટનર કોઇક ના જ નસીબમાં હોય છે.

મગજથી નહીં પરંતુ દિલથી જવાબ આપે

અહીં સૌથી પહેલા સમજવાનું છે, કે પ્રેમમાં તમે કોઇપણ વાત તમારા પાર્ટનરને કરી આ વાતને નોટિસ કરવાની કે તમારો પાર્ટનર તેની ઉપર તમને કેવું રિએક્શન આપે છે. જેમ કે તમે એને કોઈ વાત કરી કે મને છોડીને તો નહીં જાય ને?? અહીં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારો પાર્ટનર તમને દિલથી જવાબ આપે છે કે દિમાગથી જો તમને કોઈ દિલથી સવાલ કરે તો તમે એને દિમાગથી જવાબ ના આપતા.

જો તમારો પાર્ટનર તમને દિમાગથી જવાબ આપે તો તે સૌથી પહેલા પોતાના વિશે વિચારે છે કે એમાં તેને કેટલું નુકશાન છે કે ફાયદો છે. પણ જો તમારો પાર્ટનર તમને સાચા દિલથી જવાબ આપે તો ખરેખર તમારાથી નસીબદાર બીજું કોઈ નથી. આજના જમાનામાં દિલથી ઓછું અને દિમાગથી જવાબ આપવા વાળા વધુ જોવા મળશે.

જો તમારો પાર્ટનર તમને સાચો પ્રેમ કરતો હશે તો તમારા સવાલનો જવાબ તમને તરત જ આપી દેશે તે એવું નહીં વિચારે કે એને ખોટું લાગશે કે નહીં અને તે તેમના મગજનો ઉપયોગ કર્યા વગર તેના દિલથી તમને જવાબ આપશે અને આવા માણસો ખૂબ જ સાફ દિલના હોય છે. જો તમારી લાઇફમાં આવો પાર્ટનર હોય તો તેનો સાથ ક્યારેય ના છોડતા કેમ કે આજના જમાનામાં દિલથી આપવાવાળા ખૂબ જ ઓછા હોય છે.

અમારો આ લેખ વાંચવા બદલ ખુબ ખુબ આભાર. મિત્રો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.