આ ૪ બોલીવુડ અભિનેતાઓ પાસેથી શીખો માસ્ક પહેરવા છતાં પણ કુલ અને સ્ટાઇલિશ કેવી રીતે દેખાઈ શકાય

કોરોના કાળમાં માસ્ક આપણી રોજિંદી લાઇફનો હિસ્સો બની ગયું છે. બાકી કપડાંની સાથે તે આપણા વોર્ડરોબમાં જગ્યા બનાવવા લાગ્યું છે. માસ્ક પહેરવું ઘણા લોકોને બોરિંગ પણ લાગતું હોય છે. તેમને લાગે છે કે આ માસ્ક તેમનો લુક ખરાબ કરે છે, પરંતુ આવું નથી. જો તમે થોડું વિચારો અને યોગ્ય માસ્ક અને કપડાંની પસંદગી કરો તો માસ્કની સાથે પણ તમે સ્ટાઇલીશ લાગી શકો છો. તમારી મદદ માટે અમે અમુક બોલીવુડ સિતારાઓની સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. લોકડાઉન ખુલ્યા બાદ આ સેલિબ્રિટી પણ સ્ટાઇલીશ અને લુકની સાથે હેરકટ અથવા શેવિંગ કરાવવા જઈ રહેલ છે.

રણવીર સિંહનું માસ્ક

રણવીર સિંહ હંમેશા પોતાના ફેશન સેન્સને લઈને ચર્ચાનો વિષય બનતા રહેતા હોય છે. ક્યારેક તેમનો લુક ખૂબ જ સ્ટાઇલિશ હોય છે, તો ક્યારેક તેમના લુકને જોઈને લોકોને હસવું પણ આવતું હોય છે. જોકે જ્યારે રણવીર હેરસ્ટાઇલિસ્ટ દર્શન યાવેલકરનાં સલૂન ગયા તો ખૂબ જ કુલ અવતારમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાની ટોપી થી લઈને ટીશર્ટ, જીન્સ અને શુઝ પણ એકસરખા કલરના પહેર્યા હતા. તેઓ ફુલ બ્લેક અવતારમાં નજર આવ્યા. જો તમે પોતાના માસ્કનો રંગ કપડાના કલરની સાથે મેચ કરીને પહેરો છો, તો તે તમારા ઉપર ખૂબ જ સારો લાગશે.

વિકી કૌશલનો કુલ અંદાજ


વિકી કૌશલ પણ લોકડાઉન માં ઘરે જ રહેલા હતા. તે સોશિયલ મીડિયા પર ક્યારેક રૂમમાં તો ક્યારેક ઘરની બાલ્કનીમાંથી ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેતા હતા. હવે તેઓ હેર કટીંગ માટે બહાર નીકળ્યા છે અને આ દરમિયાન તેમણે પોતાનો લૂક કોંટ્રાસ થીમ પર રાખેલ છે. તેમણે માસ્ક અને શુઝ એકસરખાં (બ્લુ) રાખેલ છે. વળી તેમનું ટીશર્ટ બ્લેક જ્યારે જીન્સ ઓફ વાઈટ કલર માં છે. તમે અહીંયા તેમની પાસેથી લઈ શકો છો કે માસ્ક અને શૂઝનો કલર એક જેવો રાખી શકાય છે. તેનાથી તમે ખૂબ જ આકર્ષક લાગશો.

સૂરજ પંચોલીની સ્ટાઈલ


સુરજ બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલીના દીકરા છે. તે બોલિવુડમાં ભલે વધારે ચાલતાં ન હોય, પરંતુ ફેશન અને સ્ટાઈલની બાબતમાં ઘણા લોકો તેમને ફોલો કરે છે. હાલમાં જ જ્યારે તેઓ હેરકટ કરાવવા માટે ગયા તો તેમનો અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે ગ્રીન શેડનું ફૂલ સ્લીવ ટીશર્ટ, જોગર અને વાઇટ સ્નીકર પહેરી રાખેલ હતા. તેમનું માસ્ક આસમાની રંગનું હતું. અહીંયા સૂરજે બધી ચીજોને અલગ-અલગ રંગની રાખેલ છે. તેનાથી તેમનો ઓવેરઓલ લુક વાઈબ્રન્ટ અને કુલ લાગી રહ્યો છે. તમે પણ અલગ અલગ કલર ટ્રાય કરી શકો છો. બસ ધ્યાન રાખવાનું રહેશે કે કલર એવા પસંદ કરો જે એકબીજા સાથે કોંટ્રાસ માં સારા દેખાય.

બોબી દેઓલનો સ્વેગ


હંમેશા કુલ અંદાજ માં રહેવા વાળા બોબી દેઓલ જ્યારે હેર કટ અને સેવિંગ કરવા માટે ગયા તો તેમણે પોતાના માસ્ક અને ટીશર્ટ નો કલર એક જેવો (બ્લેક) રાખેલ હતો. આ ટ્રિક તમને કુલ દેખાવામાં હંમેશા કામ આવે છે.