આ ૪ વસ્તુઓને પર્સમાં રાખવી પડી શકે છે ભારે, નારાજ થઈ જાય છે લક્ષ્મી માતા

એક સારું જીવન જીવવા માટે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે, તેમ છતાં પણ તેમની પાસે ધન ટકી શકતું  નથી અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના પર્સમાં નીચે બતાવવામાં આવેલી વસ્તુઓને રાખો છો તો તેના કારણે પણ તમારી પાસે ધન ટકતું નથી. એટલા માટે ખૂબ જ જરૂરી છે કે તમે નીચે બતાવેલી ચીજોને પોતાના પક્ષની અંદર ના રાખો.

ચાવી ના રાખો

તમે પોતાના પર્સમાં પૈસાની સાથે ક્યારેય પણ ચાવીને ના રાખો. મોટાભાગે ઘણા લોકો પોતાના ઘર અથવા ઓફિસ ની ચાવીને પોતાના પર્સમાં રાખી દેતા હોય છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખવાથી ધન એકઠું થતું નથી અને વ્યક્તિએ ગરીબીનો સામનો કરવો પડે છે.

લોખંડ ની વસ્તુઓ

પર્સમાં લોખંડની વસ્તુઓ પણ રાખવી યોગ્ય માનવામાં આવતું નથી અને લોખંડની વસ્તુ પર્સમાં રાખવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. હકીકતમાં લોખંડને નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે અને લોખંડની વસ્તુ પર અથવા તિજોરીમાં રાખવાથી તેનાથી ધન એકઠું થતું નથી. એટલા માટે જો તમે પોતાના પર અથવા તિજોરીમાં કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુ રાખો છો તો તેને તુરંત કાઢી નાખો.

બિલ રાખવું નહીં

ઘણા લોકોને પોતાના પર્સમાં બિલ રાખવાની આદત હોય છે. તેમનું પર્સ બિલથી હમેશા ભરેલું હોય છે. જો તમે પોતાના પર્સમાં પણ બિલ રાખો છો તો તેને તુરંત કાઢી નાખો. કારણ કે પૈસાને સાથે બીલ રાખવાથી ધનમાં હાનિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલ અથવા કોઈપણ પ્રકારના કાગળ પૈસાની સાથે રાખવામાં આવે તો વ્યક્તિનો ખર્ચ એકદમથી વધી જાય છે.

ઘણા બધા ભગવાન નાં ફોટા

પોતાના પર્સમાં એકથી વધારે ભગવાનના ફોટા ન રાખવા જોઈએ. પર્સની અંદર વધારે ભગવાનના ફોટા રાખવા શુભ માનવામાં આવતું નથી. ફક્ત એટલું જ નહીં પરંતુ ફાટેલી તસવીર પણ પોતાના પર્સની અંદર ન રાખવી જોઈએ.

પર્સમાં રાખો આ વસ્તુઓ, તમારા પર થશે ધનની વર્ષા

  • પર્સ ની અંદર નીચે બતાવવામાં આવેલી વસ્તુઓ રાખવામાં આવે તો લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે અને તમને ક્યારેય પણ ધનની કમી થતી નથી.
  • પર્સમાં બે લવિંગને એક કપડામાં બાંધીને રાખી દો. એવું કરવાથી તમારું પર્સ હમેશાં પૈસાથી ભરેલું રહેશે.

  • ચાંદીનો એક નાનો ટુકડો જો પર્સ માં રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.
  • એલચી ને પણ પર્સની અંદર રાખવી ઉત્તમ માનવામાં આવે છે. તેને પર્સની રાખવાથી પૈસાનો વરસાદ થવા લાગે છે.
  • પર્સની અંદર લક્ષ્મીજી અને ભગવાન ગણેશનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે.