આ ૫ અભિનેતાઓએ સૌથી પહેલા બોડી બનાવવાનું શરૂ કર્યું હતું, નંબર-૨ પર દેશ ગર્વ કરે છે

Posted by

એક સારી બોડીની ઈચ્છા આજ કાલનાં સમયમાં દરેક નવયુવાનનું સપનું હોય છે અને નવયુવાન પોતાની જબરજસ્ત બોડી બનાવવા માટે ઘણી કોશિશ કરતા હોય છે. તેઓ જીમમાં જઈને પરસેવો પણ પાડતા હોય છે, જેથી તેમની બોડી સારી બની શકે. આ નવયુવાનોમાં થી મોટા ભાગના નવયુવાનો ફિલ્મોમાં પોતાની બોડીનું પ્રદર્શન કરનાર અભિનેતાઓને જોઇને તેમના મનમાં બોડી બનાવવાની ઇચ્છા જાગે છે. પરંતુ અમે બોલિવૂડના અભિનેતાઓની વાત કરીએ તો આજકાલ બોલિવૂડમાં પણ બોડી બનાવવાનું ખૂબ જ ચાલી રહ્યું છે.

પરંતુ જ્યારે હિન્દી સિનેમાની શરૂઆત થઈ હતી ત્યારે હિન્દી સિનેમામાં આવવા માટે બોડીની જરૂરિયાત હતી નહિ. પરંતુ જેમ-જેમ તેની ડિમાન્ડ વધતી ગઈ તેમ-તેમ અભિનેતાઓએ બોડી બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ શું તમે એ વાત જાણો છો કે સિનેમા જગતમાં સૌથી પહેલા બોડી બનાવવાનું ક્યાં અભિનેતાએ શરૂ કર્યું હતું? કદાચ તમારા લોકો માટે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી એવા પાંચ અભિનેતાઓ વિશે જાણકારી આપીશું, જેમણે સૌથી પહેલા સિનેમા જગતમાં બોડી બનાવવાની શરૂઆત કરી હતી.

સુનીલ શેટ્ટી

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી પણ વર્તમાન સમયમાં બોડીની બાબતમાં કોઈ થી પાછળ નથી. તમને જણાવી દઈએ કે અભિનેતા સલમાન ખાન થી લગભગ બે વર્ષ પહેલા સુનિલ શેટ્ટીએ બોડી બનાવવાની શરૂઆત કરી હતી. તેમની ફિલ્મ વિનાશક, મોહરા તથા ભાઈ માં તમે લોકો તેમની દમદાર બોડી જરૂરથી જોઈ શકો છો.

દારા સિંહ

હિન્દી સિનેમા જગતમાં સૌથી પહેલા બોડી બનાવવા વાળા અભિનેતા દારા સિંહ જ છે. જોકે હાલમાં તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ૮૧ વર્ષની ઉંમર બાદ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. દારા સિંહને લોકો હિન્દી સિનેમા જગતના લેજન્ડ પણ કહે છે તથા તેમને લોકપ્રિયતા રામાનંદ સાગરની રામાયણ થી મળી હતી. જેની અંદર તમે બધા લોકોએ તેમની બોડી જરૂરથી જોઈ હશે. તેમને પોતાની બોડીના આધાર પર જ હનુમાનનો રોલ મળ્યો હતો.

સંજય દત્ત

તમે બધા લોકો જાણીને જરૂર થી હેરાન થઈ જશો કે અભિનેતા સંજય દત્તે સની દેઓલ, સલમાન ખાન અને સુનીલ શેટ્ટી પહેલાથી જ બોડી બનાવવાની શરૂઆત કરી દીધી હતી. તેમની પહેલી ફિલ્મ ૧૯૮૧ માં આવી હતી, જેમાં તેઓએ ખૂબ જ દમદાર અભિનય નિભાવ્યો હતો. તેની લોકપ્રિયતાની જાણ તે બાબત પરથી માલુમ પડે છે કે તેમની બાયોપિકે પણ ખૂબ જ ધમાલ મચાવી હતી.

સલમાન ખાન

વર્તમાન સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેતા સલમાન ખાનનું નામ સૌથી ઉપર આવે છે. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી મશહૂર અને સૌથી વધારે પસંદ કરવામાં આવતા અભિનેતા છે. તમે બધા લોકોએ સલમાન ખાનની ફિલ્મ “બીવી હો તો એસી” જરૂરથી જોઈ હશે. જો તમે આ ફિલ્મ જોઈ હશે તો ફિલ્મની અંદર અભિનેતા સલમાનખાન ખૂબ જ દુબળા, પાતળા અને કમજોર જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મ વધારે હિટ થઈ શકી નહીં. જેના કારણે સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મો માટે બોડી બનાવવાનું શરૂ કરી દીધું હતું. વર્તમાન સમયમાં અભિનેતા સલમાન ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક માત્ર એવા અભિનેતા છે, જેમની બોડીનું આજે ઉદાહરણ આપવામાં આવે છે.

સની દેઓલ

હિન્દી સિનેમા સની દેઓલ એક એવા અભિનેતા માનવામાં આવે છે જેમણે સલમાન ખાન અને સુનીલ શેટ્ટી પહેલા બોડી બનાવી હતી. સની દેઓલની બોડીનો જબરજસ્ત અંદાજ તમે તેમની ફિલ્મ “બેતાબ” માં જોઈ શકો છો. પરંતુ સની દેઓલનું એવું કહેવું છે કે તેમણે પોતાની બોડી જિમમાં જઈને નથી બનાવી, પરંતુ પોતે જાતે મહેનત કરીને બનાવેલ છે.