આ ૭ બોલીવુડ સિતારાઓએ ઘરેથી ભાગીને કર્યા છે લગ્ન, નંબર ૩ તો પડોશણને જ ઉઠાવીને લઈ ગયો હતો

Posted by

કહેવામાં આવે છે કે બે પ્રેમ કરતા લોકોને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. ભારતમાં એરેન્જ મેરેજ માટે દરેક પરિવાર રાજી હોતો નથી. તેવામાં કપલને મજબૂરીમાં ઘરેથી ભાગીને પોતાના લવરને સાથે લગ્ન કરવા પડે છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડના મેરીડ કપલ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે.

શમ્મી કપૂર અને ગીતા બાલી

“રંગીન રાતે” ફિલ્મના સેટ પર શમ્મી કપૂરને ગીતા બાલી સાથે પ્રેમ થઈ ગયો હતો. ગીતા બાલી ઉમર માં શમ્મી કપુર કરતાં એક વર્ષ મોટા હતા. શમ્મીને ડર હતો કે તેમના ઘરવાળા તેમના લગ્ન માટે રાજી થશે નહીં. એટલા માટે બંનેએ ભાગીને મુંબઈના બંગાળના મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્નના ગવાહ નિર્દેશક-નિર્માતા હરિ વાલિયા બન્યા હતા.

ભાગ્યશ્રી પટવર્ધન અને હિમાલય દસાની

ભાગ્યશ્રી એ ફક્ત ૨૧ વર્ષની ઉંમરમાં જ હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને સ્કૂલના સમયથી રિલેશનશિપમાં હતાં. જોકે ભાગ્યશ્રી શાહી મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી, એટલા માટે તેમના ઘરવાળા આ લગ્ન માટે રાજી થઇ રહ્યા ન હતા. પરિણામે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

આમિર ખાન અને રીના દત્ત

રીના આમિર ખાનની પાડોશી હતી. આમિર ખાને ૨૧ વર્ષની ઉંમરમાં રીનાને પ્રપોઝ કરી દીધું હતું. આમિર ખાને એક વખત પોતાના લોહીથી રીનાને લવ લેટર લખ્યો હતો. બંને અલગ ધર્મના હતા એટલા માટે તેમના પરિવારના લોકો લગ્ન માટે રાજી થયા નહીં. તેવામાં આવેલ અને રીનાએ ભાગીને લગ્ન કરી લીધા. થોડા વર્ષો બાદ બંને વચ્ચે છુટાછેડા પણ થઇ ગયા અને આમિર ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કરી લીધા.

શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરી

શક્તિ કપૂરને ૧૬ વર્ષની શિવાંગી કોલ્હાપુરી સાથે પ્રેમ થયો હતો. જોકે શિવાંગીના ઘરવાળા થોડી જૂની વિચારસરણી વાળા હતા. તેઓ તો શિવાંગીને ખુલ્લા વાળમાં પણ ફરવા દેતા ન હતા. તેવામાં એરેન્જ મેરેજ માટે તેમને રાજી કરવા અશક્ય હતા. બે વર્ષ બાદ જ્યારે શિવાંગી અઢાર વર્ષની તો હિંમત કરીને ઘરેથી ભાગી ગઈ અને શક્તિ કપૂર સાથે લગ્ન કરી લીધા.

પદ્મિની કોલ્હાપુરી અને પ્રદીપ શર્મા

પોતાની બહેન શિવાંગી ની જેમ જ પદ્મિની એ પણ ભાગી ને લગ્ન કર્યા હતા. પ્રદીપ શર્માએ પત્નીને પોતાની ફિલ્મ “ઐસા પ્યાર કહાં” માટે સાઇન હતી. અહીંથી જ તેમના બંને વચ્ચે લવસ્ટોરી શરૂ થઈ હતી. બંને અલગ સમાજ થી આવતા હતા. એ જ કારણને લીધે પરિવારના લોકો લગ્ન માટે રાજી થયા નહીં. બસ એ જ કારણ હતું કે બંનેએ મુંબઈમાં પોતાના મિત્રના ઘરે લગ્ન કરી લીધા.

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી

રામાયણની આ મશહૂર જોડીએ આધિકારીક રૂપથી ભલે ૨૦૧૧માં લગ્ન કર્યા હોય પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંનેએ વર્ષ ૨૦૧૬માં પણ લગ્ન કરી ચૂક્યા હતા. ગુરમીત અને દેબિના ત્યારે ૧૯ અને ૨૦ વર્ષના હતા. તેમણે પોતાના પરિવારને જણાવ્યું નહોતું અને મિત્રોની મદદથી ગુરગાવના મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

શશી કપૂર અને જેનિફર કેન્ડલ

જેનિફર થિયેટર કરી રહી હતી, ત્યારે તેમની મુલાકાત શશી કપૂર સાથે થઈ હતી. જલ્દી બંન્નેમાં પ્રેમ થઈ ગયો હતો. જેનિફરનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો, એટલે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા.