આ ૭ બોલીવુડ સિતારાઓ પોતાના મૃત્યુ બાદ કરશે અંગોનું દાન, લિસ્ટમાં છે મોટા-મોટા નામ

Posted by

બોલિવુડ સિતારા ફિલ્મોમાં કામ કરીને અઢળક પૈસા કમાય છે, એ તો આપણે બધા જાણીએ છીએ. આપણે તેમની શાહી અને આલીશાન લાઇફ સ્ટાઇલ પણ ઘણી વખત જોયેલી છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના અંગત ખર્ચ સિવાય આ બોલિવૂડ સ્ટાર્સ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પણ પૈસા ખર્ચ કરે છે. હાલમાં કોરોના કાળમાં તેમણે ઘણા લોકોને પૈસા આપીને આર્થિક રૂપથી મદદ પણ કરેલ છે. ઘણા બોલિવૂડ સેલિબ્રિટી એનજીઓ સાથે પણ જોડાયેલા છે, જેના માધ્યમથી સહાયતા યોગ્ય લોકો સુધી પહોંચાડી શકાય.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી અમુક બોલિવૂડ સ્ટાર્સ એવા પણ છે, જેમણે મૃત્યુ બાદ જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવા માટેનું વચન લીધું છે. આ મદદ તેઓ પોતાના શરીરનું અંગ દાન કરીને કરશે. અંગદાનનો પ્રણ લેવાનો મતલબ છે કે તમારી મૃત્યુ બાદ તમારા દ્વારા પહેલાથી નક્કી કરવામાં આવેલ અંગ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવામાં આવે.

આ ખૂબ જ એક ઉત્તમ કાર્ય છે. તેનાથી કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવી શકે છે. બે દિવસ પહેલા એટલે કે ૧૩ ઓગસ્ટનાં રોજ વિશ્વ અંગદાન દિવસ (Organ Donation Day) પણ હતો. તેવામાં આજે અમે તમને બોલિવૂડના તે સિતારા સાથે મુલાકાત કરાવીશું, જેમણે પોતાના મૃત્યુ બાદ અંગદાન કરવાનું પ્રણ લીધું છે.

એશ્વર્યા રાય બચ્ચન

મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચૂકેલી એશ્વર્યા રાયની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તેમની પીંગળી અને સુંદર આંખો દુનિયાભરમાં ફેમસ છે. એશ્વર્યાએ પોતાની આંખોનું દાન કરવાનું પ્રણ લીધેલું છે. અમુક વર્ષો પહેલા તેમણે તેની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે મારા ગયા બાદ મારી આંખોનું દાન કરવામાં આવશે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા અંગ દાન કરવામાં સૌથી આગળ નીકળી ગઈ. તેમણે કહ્યું હતું કે મારા શરીરના બધા અંગો મારા ગયા બાદ દાન કરી દેવામાં આવે. એક વખત ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે અંગ દાનનું મહત્વ શું હોય છે તે હું ખૂબ જ સારી રીતે જાણું છું. મારા પિતાજીને પણ તેની જરૂરિયાત પડી હતી. જો મારા મૃત્યુ બાદ કોઈનું ભલું થતું હોય તો તે સારી બાબત છે.

સલમાન ખાન

બોલિવૂડના દબંગ એટલે કે આપણા સલમાન ખાને પણ મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. તે પોતાના મૃત્યુ બાદ બોન મેરો દાન કરશે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ પોતાની પુત્રવધુ ઐશ્વર્યા ની જેમ જ પોતાની આંખોનું દાન કરવાનું પ્રણ લીધેલું છે.

આમિર ખાન – કિરણ રાવ

બોલિવૂડમાં સતત હિટ ફિલ્મો આપનાર મશહૂર આમિર ખાને પોતાની કિડની, લિવર, હૃદય, આંખો, સ્કિન અને હાડકા સહિત તે બધા જ અંગોનું દાન કરવાનું પ્રણ લીધું છે, જે તેમના ગયા બાદ કોઈના કામમાં આવી શકે. આમિર સિવાય તેમની પત્ની કિરણ રાવને પણ અંગ દાનનું પ્રણ લીધેલું છે.

આર. માધવન

“રહેના હૈ તેરે દિલ મે” અને “૩ ઈડિયટ્સ” ફેમ આર. માધવને પણ પોતાના મૃત્યુ બાદ શરીરના બધાં અંગોનું દાન કરવાનું પણ લીધેલું છે.

રાણી મુખર્જી

એશ્વર્યા રાયની જેમ રાણી મુખર્જી પણ પોતાના મૃત્યુ બાદ પોતાની સુંદર આંખો દાન કરવા માંગે છે.

વળી હવે તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આજે જ પોતાનું અંગ દાન કરવાનું પ્રણ લો, જેથી આપણા મૃત્યુ બાદ કોઈ વ્યક્તિનાં જીવનમાં પરીવર્તન આવી શકે.