આ આયુર્વેદિક ઉકાળો તમારી રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરીને કોરોના વાયરસને દુર ભગાવશે

ભારતીય ખાનપાન સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પીણું ઉકાળો છે. સાથોસાથ ભારતીય પ્રાકૃતિક અને પરંપરાગત ચિકિત્સાનું ઘરેલુ અને આયુર્વેદિક ઔષધ પણ છે. ઉકાળાને વિભિન્ન પ્રાકૃતિક તત્વો, પાન, છાલ અને મસાલાથી બનાવવામાં આવે છે. જે વિભિન્ન રોગો અથવા રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે કારગર સાબિત થાય છે. અમુક ઉકાળા સ્વાદિષ્ટ હોય છે, તો અમુક બેસ્વાદ હોય છે. પરંતુ ઉકાળાનું સેવન દરેક પરિસ્થિતિમાં ફાયદાકારક હોય છે.

ઉકાળાનો ઉપયોગ ભારતીય પરિવારોમાં ઘણા સમય પહેલાનાં સમયથી થતો આવ્યો છે. પરંતુ હાલના આધુનિક જમાનામાં આપણે તેના ઘરેલુ ઉપયોગ ને ભૂલી રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસે આ ઉકાળાનું મહત્વ ફરી એકવાર લોકોને બતાવી દીધું છે અને લોકો ફરીથી તેનો નિયમિત રૂપથી ઉપયોગ કરવા લાગ્યા છે.

પૂર્ણિયામાં ઉકાળા કલ્ચરને પ્રોત્સાહન

બિહારના પૂર્ણિયામાં અમુક પરંપરાગત ચિકિત્સા અને ખેતી સાથે જોડાયેલ લોકો એ ઉકાળાનું સેવન સમગ્ર લોકડાઉન દરમિયાન નિયમિત રીતે કર્યું અને સાથોસાથ પોતાની સાથે જોડાયેલા લોકોને પણ ઉકાળાનું સેવન કરવા માટે પ્રેરિત કર્યા. આયુર્વેદાચાર્ય ઉમેશ મિશ્ર અને જૈવિક કિસાન હિમકર મિશ્રએ જણાવ્યું હતું કે હળદર, ગિલોય, અગસ્ત અને કદમ્બ નો ઉકાળો બનાવો અને તેના પ્રભાવનો લાભ લીધો છે. તુલસી અને અજમાનો ઉકાળો નિયમિત બનાવીને પોતે પણ પીધો અને અન્ય લોકોને પણ તેનું સેવન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

રોગપ્રતિકારક ક્ષમતા

આયુર્વેદ અનુસાર આ વનસ્પતિ ઉત્પાદનોનાં મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ ઉકાળો રોગપ્રતિકારક ક્ષમતામાં જબરજસ્ત વૃદ્ધિ કરાવે છે. તેવામાં આ ઉકાળો વ્યક્તિને કોરોના જેવા સંક્રમણથી લડવામાં મદદ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે આયુષ મંત્રાલય પણ લોકડાઉન દરમિયાન લોકોને ઉકાળો પીવા માટેની અપીલ કરી હતી. ભારતીય ખાનપાનમાં ઉકાળાને અનિવાર્ય અંગ માનવામાં આવે છે.

તે પણ સાબિત થયેલ છે કે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. જોકે આધુનિક સમયમાં આપણે પોતાની સંસ્કૃતિ જ દૂર થતા જઈ રહ્યા હતા પરંતુ કોરોનાવાયરસ ના સમયમાં ઔષધીય ગુણ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળો પીવા ની પરંપરા લોકોની વચ્ચે ફરીથી પોતાની જગ્યા બનાવી રહી છે.