આ બહેનની દાદાગીરી તો જોવો, રસ્તાની વચ્ચે જાતે પડ્યા અને આરોપ લગાવ્યો પાછળ આવતા માણસ પર

Posted by

અવારનવાર સડક પર દુર્ઘટના વધતી જઈ રહી છે. દરેક જગ્યાએ દુર્ઘટના એટલી વધારે થઈ રહી છે કે તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. સડક દુર્ઘટનાને કારણે અઢળક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જેના લીધે લોકોએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઝડપથી વધી રહેલા વાહનોને લીધે આજકાલ સડક દુર્ઘટનાઓ એક સાધારણ વાત બની ચુકી છે. રસ્તા પર ક્યારેક ગાડીઓ એકબીજાને અડીને નીકળી જાય છે, તો ક્યારેક ક્યારેક દુર્ઘટનાઓ ગંભીર રૂપ લેતી હોય છે.

વળી જોવામાં આવે તો દુર્ઘટના કોઈપણ સમયે અને કોઈપણ જગ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોએ હંમેશા સાવધાન થઈને ગાડી ચલાવવાની આવશ્યકતા હોય છે. તમે લોકોએ કહેવત જરૂર સાંભળી હશે કે “નજર હટી અને દુર્ઘટના ઘટી”. રસ્તા પર વાહન ચલાવતા સમયે આપણી સુરક્ષા આપણા હાથમાં હોય છે, એટલા માટે રસ્તા પર હંમેશા સતર્ક રહીને વાહનનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત જોવામાં આવે છે કે સડક દુર્ઘટનામાં હંમેશા લોકો સામેવાળાને દોષી માનતા હોય છે.

તેની વચ્ચે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. હકીકતમાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલતા ચાલતા અચાનક જ એક સ્કુટી સ્લીપ થઈ જાય છે, પરંતુ સ્કુટીમાં બેસેલી મહિલા પોતાની ભુલ માનવાને બદલે પાછળ આવી રહેલ બાઈક વાળાને દોષી જણાવે છે. વીડિયોમાં તે સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે સ્કુટી આપમેળે પડી ગઈ હતી. સ્કુટીને કોઈપણ ગાડીએ ટક્કર મારી ન હતી.

તમે બધા લોકો વીડિયોમાં જોઈ શકો છો કે એક મહિલા અને એક પુરુષ સ્કુટીમાં જઈ રહ્યા હોય છે, પરંતુ ત્યારે અચાનકથી તેમનું સંતુલન બગડી જાય છે અને તે બંને રસ્તાની વચ્ચે આપમેળે પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનકથી જ મહિલા ઉભી થઈને પાછળ આવી રહેલ બાઈક વાળા ઉપર ગુસ્સો કરવા લાગે છે. મહિલા બાઈક વાળાને કહે છે કે તે ટક્કર મારી એટલા માટે અમે પડી ગયા, પરંતુ તે બાઈક વાળો ખુબ જ ચાલાક હોય છે.

હકીકતમાં જ્યારે સ્કુટીમાંથી તે લોકો પડી જાય છે તો તે દરમિયાન નો વિડીયો પાછળ આવી રહેલા બાઈક વાળા યુવકે બનાવી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કુટી પોતાની ભુલને લીધે રસ્તા વચ્ચે પડી જાય છે, તેને કોઈ બાઈક દ્વારા ટક્કર મારવામાં આવેલી હોતી નથી. વળી તે બાઈક વાળો યુવક પણ કહે છે કે હું તમને વીડીયો બતાવું છું કે કયા કારણથી તમારું એક્સિડન્ટ થયેલ છે. કુલ મળીને આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો આ ઘટના કેમેરામાં કેદ ન થઈ હોય તો આ રહસ્ય ઉપરથી પડદો ઉઠી શક્યો ન હોત.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

કેમેરામાં કેદ થયેલ આ દુર્ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખો લોકો દ્વારા લાઈક કરવામાં આવેલ છે. આ વીડિયોને જોયા બાદ નેટીજંસ મજેદાર કોમેન્ટ કરતા પણ નજર આવી રહ્યા છે. આ વિડિયો પર એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “આવી રીતે દરેક જગ્યાએ પુરુષોને દોષી માનવામાં આવે છે.”

વળી અન્ય એક યુઝરે વિડિયો ઉપર કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “આ તો ઘોર કળયુગ છે.” એક યુઝરે એવું પણ લખ્યું હતું કે, “તે સ્ત્રી છે, અને તે કંઈ પણ કરી શકે છે.” વળી એક યુઝરે મજેદાર કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “સેફટી માટે હેલ્મેટમાં કેમેરો લગાવો. આજકાલ ખુબ જ જરૂરી છે.” આવી રીતે સોશિયલ મીડિયા પર યુઝર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.