આ છે એશિયાની પહેલી “હાથ વિનાની ડ્રાઇવર”, આનંદ મહિન્દ્રા પણ આત્મવિશ્વાસ જોઈને થયા અભિભૂત

Posted by

દિવ્યાંગતા અભિશાપ ફક્ત તે લોકો માટે છે, જેઓ મનથી હારી જાય છે અને તેને પોતાની નિયતિ માનીને ચૂપચાપ બેસી જાય છે. જોકે તેવા લોકો માટે દિવ્યાંગતા બાકી ચીજોની જેમ જ જિંદગીનો એક હિસ્સો હોય છે, જેમના ઈરાદાઓ મજબૂત હોય છે. જે લોકો ઊંચા આત્મવિશ્વાસને સાથે જિંદગીમાં આગળ વધવાની ઇચ્છા રાખે છે, દિવ્યાંગતા ક્યારે પણ તેમના માર્ગમાં અડચણ બની શકતી નથી.

કેરળની ૨૮ વર્ષની એક યુવતી તેનું જીવતું ઉદાહરણ છે. બંને હાથ ન હોવા છતાં પણ કાર ડ્રાઈવ કરવા વાળી આ યુવતી ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રાપ્ત કરનાર એશિયાની પહેલી હાથ વગરની ડ્રાઇવર બની ગઈ છે. કેરળના ગામની રહેવાસી જિલોમોલ મેરિયટ થોમસનો આત્મવિશ્વાસ એટલો મજબૂત છે કે તેમણે અસંભવ પણ સંભવ કરીને બતાવ્યું છે.

બાળપણથી જ હતો શોખ

કાર ચલાવવાનો શોખ તો જિલોમોલને બાળપણથી જ હતો. બંને હાથ હતા નહીં એટલા માટે થોડું મુશ્કેલ જરૂર હતું, પરંતુ તેમ છતાં પણ જ્યારે તેમને માલુમ પડ્યું કે વિક્રમ અગ્નિહોત્રી નામનો એક શખ્સ છે, જેને હાથ નથી તેને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ગયુ તો ત્યારબાદ તેમની ઈચ્છા વધુ પ્રબળ બની ગઇ. પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ ના દમ પર જીલોમોલે આગળ વધતા ડ્રાઇવિંગ લાઇસન્સ આખરે પ્રાપ્ત કરી લીધું.

જિલોમોલે વર્ષ ૨૦૧૮માં કસ્ટમ મેડ મારુતિ સેલેરિયો ખરીદી હતી. આ વર્ષે જ તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ પ્રાપ્ત થઈ ગયું. વાસ્તવમાં જિલોમોલ તે દિવ્યાંગો માટે ઉદાહરણ બની ગઈ છે, જે દિવ્યાંગ હોવાથી જીવવાની આશા છોડી ચૂક્યા છે. જિલોમોલનાં ઘરમાં અન્ય કોઈ વ્યક્તિને ગાડી ચલાવવાનો આવડતું નથી. પરંતુ તેઓ ખૂબ જ આત્મવિશ્વાસની સાથે ગાડીનું સ્ટેરીંગ પકડે છે અને સાથોસાથ બ્રેક પણ લગાવે છે.

આનંદ મહિન્દ્રા એ કરી પ્રશંસા

થોડા સમય પહેલાં જિલોમોલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને જોયા બાદ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ અભિભૂત બની ગયા હતા. તેઓએ જિલ્લો મોલના આત્મવિશ્વાસને જોતા તેમની પ્રશંસા કરી હતી. અભ્યાસમાં જિલોમોલ અત્યાર સુધી હંમેશા આગળ રહી છે. સાથોસાથ ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પણ તેમણે પોતાની કારકિર્દી બનાવી છે. તે સિવાય જિલોમોલ અને પેઇન્ટિંગનો પણ ખુબ જ શોખ છે. જિલોમોલનું કહેવું છે કે તેમણે ક્યારેય પણ પોતાને લઈને એવું મહેસુસ કર્યું નથી કે, તે દિવ્યાંગ છે.

હાથ વગર થયો હતો જન્મ

મહત્વપૂર્ણ છે કે જીલોમોલ નો જ્યારે જન્મ થયો હતો, ત્યારથી જ તેના બંને હાથ નથી. તે પોતાના બંને પગ અને ઘૂંટણની મદદથી કાર ચલાવે છે. કાર તો જિલોમોલે કોઈપણ રીતે ખરીદી લીધી, પરંતુ તેના માટે તેણે પોતાના ઘરવાળા ને ખૂબ જ મનાવવા પડ્યા હતા. જિલોમોલ ના જણાવ્યા અનુસાર તેમના માતા-પિતા તેમને સુરક્ષાને લઇને ચિંતા કરી રહ્યા હતા. જેના કારણે તેઓ માની રહ્યા ન હતા. સ્ટેટ માઉથ એન્ડ ફૂટ એસોસિએશન, જે દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહિત કરવા વાળી એક સંસ્થા છે. જીલોમોલ તેની સંસ્થાપક સદસ્યો માંથી પણ એક છે. જિલોમોલ દરેક વ્યક્તિ માટે કોઈ પ્રેરણાથી ઓછી નથી.