આ છે ફિલ્મ જગતનાં ૯ સૌથી મોંઘા છુટાછેડા, મલાઇકા – અમૃતાને છુટાછેડાનાં બદલામાં મળી હતી મોટી રકમ

પાછલા દિવસોમાં કોરોના વાયરસ મહામારીને કારણે થયેલ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીના કિસ્સા, કહાની, ફોટોઝ અને વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. આ કડીમાં હાલમાં જ બોલિવૂડ સેલિબ્રિટીની વચ્ચે થયેલ સૌથી મોંઘા છૂટાછેડાના કિસ્સા પણ વાયરલ થઇ રહ્યા છે. તો ચાલો જાણીએ કે ક્યાં બોલિવૂડ કપલ્સ ના થાય હતા સૌથી મોંઘી છૂટાછેડા.

સૈફ અલી ખાન – અમૃતા સિંહ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન જેટલી ચર્ચામાં રહ્યા હતા, તેનાથી વધારે છૂટાછેડા એ તેમના ફેન્સને આશ્ચર્યમાં મુકી દીધા હતા. સૈફ અમૃતાનો સંબંધ ૧૩ વર્ષ સુધી ચાલ્યો. છુટાછેડા બાદ થયેલ એક ઇન્ટરવ્યુંમાં સૈફે જણાવ્યું હતું કે છૂટાછેડા દરમિયાન ૫ કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. તેમાંથી હું ૨.૫ કરોડ રૂપિયા આપી ચૂક્યો છું. સૈફે જણાવ્યું હતું કે હું ઇબ્રાહિમ અને સારાની દેખભાળ માટે દર મહિને એક લાખ રૂપિયા આપું છું.

મલાઈકા અરોડા – અરબાઝ ખાન

મલાઈકા અરોડા અને અરબાઝ ખાનનાં છૂટાછેડા પણ ખુબ જ મોંઘા છુટાછેડામાં ગણવામાં આવે છે. મલાઈકા અરબાઝ ખાન સાથે છૂટાછેડાના બદલામાં ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મલાઈકા આનાથી ઓછામાં માનવા માટે તૈયાર નહોતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અરબાઝ ખાને મલાઈકા ને ૧૦ ને બદલે ૧૫ કરોડ રૂપિયા આપ્યા હતા.

કરિશ્મા કપૂર – સંજય કપૂર

બોલિવૂડના વીતેલા જમાનાની મશહૂર અને સુંદર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે લગ્નના ૧૧ વર્ષ બાદ ૨૦૧૬માં પોતાના પતિ સંજીવ કપૂર સાથે છુટાછેડા લીધા હતા. છૂટાછેડા દરમિયાન બંને ની વચ્ચે ૧૪ કરોડ રૂપિયાનું એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત સંજય કપૂર દર મહિને કરિશ્મા કપૂરને ૧૦ લાખ રૂપિયા આપે છે. કરિશ્મા પૈસા પોતાના બાળકોની દેખભાળ ખર્ચ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે છૂટાછેડા બાદ સંજયે કરિશ્માને એક બંગલો પણ આપ્યો.

સુઝેન – ઋત્વિક

ઋત્વિક અને સુઝેનનાં છૂટાછેડા બોલીવૂડના સૌથી ચર્ચિત અને મોંઘા છૂટાછેડા માંથી એક છે. વર્ષ ૨૦૦૦માં બંનેના લગ્ન થયા હતા અને ૧૩ વર્ષ બાદ બંનેએ અંગત ઝઘડાને કારણે છૂટાછેડા લઇ લીધા હતાં. છુટાછેડા ના બદલામાં સુઝેને ખૂબ જ મોટી રકમ માંગી હતી. ખબર એવી પણ આવી હતી કે સુઝને ઋત્વિક પાસે ૪૦૦ કરોડ રૂપિયા માંગ્યા હતા અને ઋત્વિકે સુઝેનને ૩૮૦ પણ રૂપિયા આપ્યા. બાદમાં ઋત્વિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ સમાચાર એકદમ ખોટા છે.

આદિત્ય ચોપડા – પાયલ ખન્ના

મશહૂર ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપડા ના લગ્ન ૨૦૦૧માં પાયલ ખન્ના સાથે થયા હતા. તેના ૮ વર્ષ બાદ વર્ષ ૨૦૦૯માં બન્નેએ છૂટાછેડા લઇ લીધા. છુટાછેડા ના બદલામાં આદિત્ય ચોપરાએ પાયલ ખન્નાને ૫૦ કરોડ રૂપિયાની રકમ આપી હતી.

સંજય દત્ત – રિયા પિલ્લઈ

સંજય દત્તે બીજા લગ્ન ૧૯૯૮માં રીયા પિલ્લઈ સાથે કર્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં બંનેના છૂટાછેડા થઈ ગયા. છુટાછેડા બાદ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે સંજયે રિયાને છુટાછેડા ના બદલામાં ૪ કરોડ રૂપિયા, એક મોંઘી કાર અને એક સી ફેસિંગ લકઝરી એપાર્ટમેંટ આપ્યો હતો.

પ્રભુદેવા – રામલતા

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ માંથી એક પ્રભુ દેવાએ વર્ષ ૨૦૧૧માં પોતાની પત્ની રામલતાને છૂટાછેડા આપ્યા. છૂટાછેડા માટે પ્રભુદેવાએ ૨૦ થી ૨૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી, બે મોંઘી ગાડીઓ અને ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા.

આમિર ખાન – રીના દત્તા

આમિર ખાને પોતાના પરિવારની વિરુદ્ધ જઈને વર્ષ ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન વધારે સમય સુધી ચાલી શક્યા નહીં અને ઝઘડાના કારણે બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. આખરે વર્ષ ૨૦૦૨માં બંને એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા. પરંતુ આમિર ખાનને આ છૂટાછેડા ખૂબ જ મોંઘા પડ્યા. આમિર ખાને વળતરના રૂપમાં રીના દત્તાને ભારે રકમ ચૂકવી હતી.

ફરહાન – અઘુના

ફરહાન અને અઘુના એ ૧૬ વર્ષ સુધી એક બીજાનો સાથ નિભાવ્યો. ત્યારબાદ બંને એકબીજાથી જ્યારે અલગ થયા તો દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતો. પરંતુ ફરહાનને છૂટાછેડા ખૂબ જ મોંઘા પડ્યા. છુટાછેડા બાદ સેટલમેન્ટ માટે અઘુનાને મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર બેન્ડસ્ટેન્ડ માં રહેલ કરોડોનો બંગલો આપવો પડ્યો. તે સિવાય ફરહાને એક મોટી રકમ પણ ચૂકવી પડી હતી.