આ છે સલમાનની ફેવરિટ યુવતીઓ જેને સલમાને આપી છે સૌથી મોંઘી ગિફ્ટ, જાણો કોને શું આપ્યું

Posted by

બોલિવુડ એક્ટર સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેમની દરેક ફિલ્મ ૨૦૦ થી ૩૦૦ કરોડ ઉપર બિઝનેસ કરી લેતી હોય છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે ૬૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ લેતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ સારી છે. જોકે હાલના દિવસોમાં તે સામાન્ય જનતાના નિશાના ઉપર છે. હકીકતમાં સુશાંત સિંહ રાજપુતનાં આત્મહત્યા કેસ બાદ થી જ નેપોટીજ્મ નાં ટોપિક પર ચર્ચા છેડાઈ છે. તેવામાં લોકોએ સલમાન ખાનને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. સલમાન ખાન એક એવા અભિનેતા છે, જેમણે ઘણા સ્ટાર કિડ્સની લોન્ચ કર્યા છે. આવી રીતે નેપોટીજ્મને પ્રોત્સાહન આપવા તેમનો પણ મોટો હાથ છે.

સોનાક્ષી સિંહા થી લઈને સુરજ પંચોલી સુધી સલમાન ખાનને કારણે આ કલાકારો બોલીવુડમાં ડેબ્યુ કરી શક્યા છે. એટલે સુધી કે સલમાને પોતાના જીજાજી આયુષ શર્માને પણ ફિલ્મમાં લોન્ચ કરવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા લગાવીને ફિલ્મ બનાવી હતી. તે સિવાય સલમાન ખાન ભૂતકાળમાં પણ ઘણા વિવાદોથી ઘેરાયેલ ચૂક્યા છે. પછી તે “હિટ એન્ડ રન” કેસ હોય કે “કાળા હરણનો શિકાર” નો મામલો હોય. વળી એશ્વર્યા ની સાથે તેમનું બ્રેક-અપ પણ વિવાદોથી ઘેરાયેલ હતું.

એ વાતમાં તો કોઈ શંકા નથી કે સલમાન ખાનની પાસે ખૂબ જ પૈસા છે. એટલા માટે તેમના ખર્ચ કરવાની સ્ટાઈલ પણ અલગ છે. ક્યારેક તેઓ આ પૈસા ચેરિટી માં લગાવે છે તો ક્યારેક પોતાના નજીકના લોકોને મોંઘી ગિફ્ટ આપે છે. આજે અમે તમને ૩ એવી યુવતીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને સલમાને અત્યાર સુધીમાં સૌથી મોંઘી ગિફ્ટ આપી હોય.

અર્પિતા ખાન

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સલમાનની દતક લીધેલ બહેન અર્પિતા ખાનનું આવે છે. અર્પિતા ભલે સલમાનની સગી બહેન ન હોય પરંતુ સલમાન તેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. વળી અર્પિતા પણ સલમાનના દરેક સુખ-દુઃખમાં તેની સાથે ચાલે છે. તેવામાં જ્યારે અર્પિતાનાં આયુષ શર્મા સાથે ૨૦૧૪માં લગ્ન થયા, ત્યારે સલમાને પોતાની બહેનને Rolls Royce કાર ગીફ્ટમાં આપી હતી. આ કારની કિંમત અંદાજે ૩.૫ કરોડ રૂપિયા હતી.

સોનમ કપૂર

સલમાન ખાન અને અનિલ કપૂર બંને સારા મિત્રો છે. “પ્રેમ રતન ધન પાયો” ફિલ્મમાં સલમાને પોતાના મિત્રની દીકરી એટલે કે સોનમ કપૂર સાથે રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં નજર આવ્યા હતા. ફિલ્મમાં સલમાન અને સોનમ ની વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને સારા મિત્ર પણ બની ગયા હતા. તેવામાં જ્યારે સોનમે ૨૦૧૮માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા તો સલમાને તેમને લેમ્બોર્ગિની કાર ગિફ્ટ આપી હતી. જણાવી દઈએ કે આ કારની કિંમત માર્કેટમાં લગભગ ૯૦ લાખ રૂપિયા છે.

જેકલીન ફર્નાન્ડીઝ

સલમાન અને જેકલીન એકસાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તમે એવું પણ કહી શકો કે જેકલીન સલમાનની ફેવરિટ એક્ટ્રેસ પણ છે. અત્યારે લોકડાઉનમાં જ્યારે સલમાન પોતાના ફાર્મહાઉસમાં હતા તો જેકલીન પણ તેમની સાથે જ હતી. થોડા વર્ષો પહેલા સલમાને જેકલીનને એક પેઇન્ટિંગ ગિફ્ટમાં આપી હતી, જેની કિંમત અંદાજે ૨.૫ કરોડ રૂપિયા છે