આ છે તે ૪ કારણો જેના લીધે મોટાભાગનાં લોકોનો મોબાઈલ ચાર્જ થવામાં વધારે સમય લે છે

આજકાલ મોટાભાગના સ્માર્ટફોન મોટી બેટરી ની સાથે જ આવે છે. સાથોસાથ તેમાં ફાસ્ટ ચાર્જિંગ ની ટેકનોલોજી નો પણ સપોર્ટ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ ઘણી વખત યુઝર્સ ને સ્લો ચાર્જિંગ સ્પીડ ની સમસ્યા થી પરેશાન રહેવું પડે છે. જો તમે પણ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા ખુબ જ કામમાં આવી શકે છે. આજે અમે તમને અહીંયા એવા ૩ કારણો વિશે વિસ્તારપુર્વક જણાવીશું, જેના લીધે તમારો મોબાઈલ ચાર્જિંગ થવામાં વધારે સમય લે છે.

સ્માર્ટફોન નો કેબલ અને ચાર્જર

ખરાબ ચાર્જર અને કેબલ સ્માર્ટફોન ધીમે ચાર્જ થવાનું એક મોટું કારણ છે. કેબલ ઉપર લગાવેલ કવર ઘણી વખત કટ થઈ જતું હોય છે, જેના કારણે પાતળા અને નાજુક તાર ખરાબ થવાની સંભાવના વધી જાય છે. તે સિવાય ચાર્જર માં આવેલ ટેકનિકલી પ્રોબ્લેમ અને કનેક્ટર પર ધુળ જામવાથી પણ સ્માર્ટ ફોન નું ચાર્જીંગ ધીમું થઇ જાય છે.

સોફ્ટવેર અપડેટ

ઘણી વખત જોવામાં આવે છે કે યુઝર્સ સ્માર્ટફોન માં આવેલ સોફ્ટવેર અપડેટ ને ડાઉનલોડ કરતા નથી. એ જ કારણ છે કે સ્માર્ટફોન ધીમો ચાલે છે અને ચાર્જ થવામાં વધારે સમય લાગે છે. એટલું જ નહીં સ્માર્ટફોનમાં હીટીંગ ની સમસ્યા પણ શરૂ થવા લાગે છે. આ પરેશાનીથી બચવા માટે હંમેશા સોફ્ટવેરને જરૂરથી ડાઉનલોડ કરો.

બેગ્રાઉન્ડ એપ્સ

બેકગ્રાઉન્ડમાં એક્ટિવ એપ ને લીધે પણ સ્માર્ટફોનની બેટરી ઝડપથી ઉતરવા લાગે છે. સાથોસાથ રેમ ની પણ ખપત માં વધારો થઈ જાય છે અને સ્માર્ટફોન ચાર્જિંગ થવામાં વધારે સમય લગાડે છે. હમેશા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા બાદ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ એપ ને જરૂર બંધ કરો.