આ કારણને લીધે પિતા સૈફની સાથે નહીં પરંતુ માં ની સાથે રહેવાનુ પસંદ કરે છે સારા, કહ્યું – હું તે ઘરમાં…

બોલિવૂડમાં ઘણાં કપલ એવા છે જેમનો સાથ ફક્ત થોડા સમય માટે હતો અને આજે તેઓ એકબીજાથી અલગ રહે છે. આવી જ એક જોડી સેફ અલી ખાન અને અમૃતા સિંહની છે, જેમના લગ્ન અને છુટાછેડા બંને સમાચારોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. અમૃતા, સૈફ અલી ખાન થી ૧૨ વર્ષ મોટી છે, તેવામાં તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. વળી લગ્નના ૧૩ વર્ષ બાદ બન્નેએ છૂટાછેડા લઇ લીધા હતા. આજે સેફ અને અમૃતાના બાળકો, સારા અને ઇબ્રાહિમ મોટા થઈ ગયા છે. સારા અને ઇબ્રાહિમ પોતાના માતા-પિતા બંનેની નજીક છે, પરંતુ બંને બાળકો પિતાની સાથે પટોડી પેલેસમાં નહીં, પરંતુ પોતાની માં ની સાથે એક અલગ એપાર્ટમેન્ટમાં રહે છે. આવું શા માટે છે તે વાતનો ખુલાસો સારાએ ઘણા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

પિતાની સાથે નહીં માતાની સાથે રહે છે સારા

સારા હાલના દિવસોમાં પોતાની માં અમૃતા અને ભાઈ ઇબ્રાહિમની સાથે ઘરે સમય પસાર કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ખૂબ જ મસ્તી ભરેલા વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. થોડા દિવસ પહેલા સારા મુંબઇની સડકો પર પોતાના ભાઈ સાથે સાયકલ ચલાવતી નજર આવી હતી. જો કે સારા મોટાભાગનો સમય પોતાના ઘર પર જ પસાર કરે છે.

ફેન્સને તે વાત જાણીને આશ્ચર્ય થાય છે કે સારા અને ઇબ્રાહિમ પોતાના પિતાની ખૂબ જ નજીક છે, તો તેમની સાથે પટોડી પેલેસમાં શા માટે નથી રહેતા? તેનો જવાબ સારા એક ખૂબ જ પહેલા એક ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો અને પછી તે ખૂબ જ વાયરલ પણ થયો હતો. સારાએ જણાવ્યું હતું કે, “મારી માતાએ મને બાળપણથી ઉછેરી છે. ભાઈ ઇબ્રાહિમના હોવા છતાં પણ માં એ અમને પોતાનો પુરો સમય આપ્યો છે.”

એટલા માટે વધારે પસંદ છે માતાનો સાથ

સારાએ આગળ કહ્યું હતું કે અમારી દેખરેખ માટે માં એ પોતાની કારકિર્દી પણ છોડી દીધી હતી અને જે ઘરમાં એકસાથે મારા માતા-પિતા ખુશ નથી રહી શકતા, તે ઘરમાં હું નથી રહી શકતી. એક ઘરમાં જ્યાં પેરેન્ટ્સ ખુશ નથી રહેતા, તો સારું છે કે તે અલગ ઘરમાં રહે અને ખુશ રહે. મારે કોઈ ચીજની કમી નથી. જ્યારે પાપા મળે છે તો અમે તેમની સાથે પણ ખૂબ જ ખુશ રહીએ છીએ.

સારાને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે સૈફ તૈમુરની સાથે વધારે સમય પસાર કરે છે, તો તેના પર સારા એ કહ્યું હતું કે તૈમૂર મારો નાનો ભાઈ છે અને જ્યારે પાપા તેમની સાથે હોય છે તો તેને પૂરો સમય આપે છે અને જ્યારે અમારી સાથે હોય છે તો અમને બધી જ ખુશીઓ આપે છે. જણાવી દઈએ કે સારા અને ઇબ્રાહિમ બંને પોતાની માં સાથે વધારે સમય પસાર કરે છે. પરંતુ તેમને પોતાના પિતા થી કોઈ ફરિયાદ નથી. એટલે સુધી કે સારા કરીનાને પણ પોતાની સારી મિત્ર માને છે. અવારનવાર ઇન્ટરવ્યૂમાં વાત કરતાં સારા જણાવે છે કે કરિના સાથે તેમની ખૂબ જ સારી બોન્ડિંગ છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સારાએ વર્ષ ૨૦૧૮માં ફિલ્મ “કેદારનાથ” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત હતા. ત્યારબાદ સારા ફિલ્મ “સિમ્બા” અને “લવ આજકાલ” માં નજર આવી હતી. સારા ખૂબ જ જલ્દી વરુણ ધવનની સાથે ફિલ્મ “કુલી નંબર-૧” માં નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન પણ ડેવિડ ધવન કરી રહ્યા છે.