આ મંત્રને સૌથી શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે ગાયત્રી મંત્ર, તેના જાપ કરવાથી પરેશાનીઓ તમારી પાસે ફરકતી પણ નથી

શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેનો જાપ કરે છે તો તેને પોતાના જીવનમાં અનેક ચમત્કારી ફાયદા જોવા મળે છે. મંત્રનો જાપ એક એવો ઉપાય માનવામાં આવે છે, જેનાથી મનુષ્યના જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો વ્યક્તિ મંત્રનો જાપ કરે છે તો તેના જીવનમાં ખુશી આવી શકે છે. જો સૌથી પ્રભાવી મંત્રોની વાત કરવામાં આવે તો ગાયત્રી મંત્ર ખૂબ જ પ્રભાવી મંત્ર માનવામાં આવે છે. જો તેનો જાપ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ખૂબ જ જલ્દી શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. આજે તમને ગાયત્રી મંત્રના જાપ તેનો સમય તેની સાચી વિધિ અને તેનાથી તમને કયા કયા ચમત્કારિક ફાયદા મળશે, તેના વિશે જાણકારી આપીશું.

ગાયત્રી મંત્ર

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ

ધાર્મિક દ્રષ્ટિથી ગાયત્રી મંત્રનો જાપ કરવાથી દરેક પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક સુખ થી લઈને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આ મંત્રના ચોવીસ અક્ષર છે, તેનો અર્થ એ છે કે “સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજ નું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું તેજ અમારી બુદ્ધિના સન્માર્ગ બાજુ જવા માટે પ્રેરીત કરે”

ગાયત્રી મંત્રના જાપ ની વિધિ

જો તમે ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યા હોય તો તેના માટે તમારે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરવો જોઈએ. તમે ગાયત્રી મંત્રનો જાપ કરતાં પહેલાં સ્નાન કરી લેવું અને પવિત્ર થયા પછી ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછો ૧૦૮ વખત કરવો જોઈએ. ગાયત્રી મંત્રના જાપ કોઈપણ પવિત્ર સ્થાન, ઘરના મંદિર માં કે પછી ગાયત્રી માતાનું ધ્યાન કરતા કરી શકો છો.

ગાયત્રી મંત્ર જાપ કરવાનો સમય

  • ગાયત્રી મંત્ર જાપ કરવા માટે સૌથી પ્રથમ સારો સમય પ્રાતઃકાલ માનવામાં આવે છે. તમે સૂર્યોદય થી થોડીવાર પછી ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો.
  • ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે બીજો સમય બપોરનો જણાવવામાં આવ્યો છે. તમે બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો.
  • ગાયત્રી મંત્રનો ત્રીજો સમય સાંજનો છે એટલે કે સૂર્યાસ્ત પહેલા હોય છે. તમે સૂર્યાસ્તના થોડાક સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ આરંભ કરો અને સૂર્યાસ્તના થોડાક સમય સુધી તેનો જાપ કરી શકો છો.

ગાયત્રી મંત્ર જાપ ના ફાયદા

  • જો વ્યક્તિ ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો તેને ઉત્સાહ અને સકારાત્મકતા વૃદ્ધિ થાય છે.
  • જો તમે ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો તેનાથી ધર્મ અને સેવા જેવા કાર્યોમાં તમારું મન લાગેલું રહે છે.
  • ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આશીર્વાદ આપવાની શક્તિમાં વૃદ્ધિ થાય છે.
  • ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સ્વપ્ન સિદ્ધિની પ્રાપ્તિ થઇ શકે છે.
  • ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિને ક્રોધ ઓછો આવે છે. તેના જાપથી તમારું મન શાંત રહે છે.
  • જે વ્યક્તિ નિયમિત રૂપે ગાયત્રી મંત્રનો જાપ કરે છે, તેની ત્વચા ચમકદાર બને છે.
  • ગાયત્રી મંત્રના જાપથી મનમાં ઈર્ષા ઉત્પન્ન નથી થતી.