આ પાપોને ભગવાન મહાદેવ ક્યારેય નથી કરતાં માફ, સુખી જીવન ઈચ્છો છો તો તેનાથી દુર રહેવું

ત્રણેય દેવમાં સર્વશ્રેષ્ઠ છે મહાદેવ. તેમની પૂજા સમગ્ર સૃષ્ટિ કરે છે. ભગવાન શિવજી જ્યારે પ્રસન્ન થાય છે તો તે ભોલેનાથ છે, પરંતુ જો તેઓ ક્રોધિત થઈ જાય તો પ્રલય આવી જાય છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા તેવા જ કામ કરવા જોઈએ, જે સાચા અર્થમાં યોગ્ય છે અને તેમાં પાપનું જરાપણ મિશ્રણ ના હોય. નહીંતર ભગવાન મહાદેવ ક્યારેય માફ કરતા નથી. શાસ્ત્રોમાં અમુક એવી વાતો જણાવવામાં આવેલી છે જે કામ પાપનાં દાયરા માં આવે છે અને તેને વર્જિત બતાવવામાં આવેલ છે.

આ પાપોને મહાદેવ ક્યારે પણ માફ કરતા નથી અને જો તમે મહાદેવના ક્રોધથી બચવા માંગો છો,  આ પાપોને પોતાના જીવનમાં ક્યારેય કરવા નહીં. નહિતર તમારું સુખી જીવન નરક બનતા વાર નહિ લાગે. મહાદેવ શિવ ખૂબ જ દયાળુ છે પરંતુ જેટલા તેઓ દયાળુ છે તેટલા જ તેઓ પ્રલયકારી પણ છે. દરેક વ્યક્તિએ પોતાની હદમાં રહેવું જોઈએ કે તે કોઈ પણ પ્રકારનું પાપ ન કરે અને તેણે તેનું પરિણામ ભોગવવું ન પડે.

આપ પાપોને મહાદેવ નથી કરતાં ક્યારેય માફ

શિવપુરાણમાં કાર્ય, વાત-વ્યવહાર અને સમજી-વિચારીને કરવામાં આવેલા પાપનું વર્ણન છે, જેને શિવજી ક્યારેય પણ માફ કરતા નથી. આવો વ્યક્તિ હંમેશા શિવજીના પ્રકોપનો ભાગી બને છે અને ક્યારેય પણ સુખી જીવન પસાર કરી શકતો નથી. તમે પોતાના મગજમાં જે વિચારી રહ્યા છો તે ભગવાન તે ક્યારેય છુપાવી શકતા નથી. એટલા માટે ભલે તમે વાત અથવા વ્યવહારથી કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચાડી હોય, પરંતુ જો મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ હોય તો પણ તે પાપની શ્રેણીમાં આવે છે. તો ચાલો હવે તમને જણાવીએ કે તે ક્યાં પાપ છે જે ભગવાન શિવજીને પસંદ નથી અને પુરાણોમાં પણ તેને વર્જિત માનવામાં આવેલ છે.

  • બીજાની પત્ની અથવા પતિ પર ખરાબ નજર રાખવી અથવા તેને મેળવવાની ઈચ્છા રાખવી સૌથી મોટું પાપ છે. એટલે પુરાણોમાં તેને સૌથી ખરાબ કામ બતાવવામાં આવ્યું છે.
  • અન્યનું ધન મેળવવું અથવા તેને પોતાનું બનાવવાની ઇચ્છા રાખવી પણ ભગવાન શિવજીની નજરમાં અક્ષમ્ય અને અપરાધિક પાપ છે. અન્ય લોકોના ધનને માટી સમાન સમજવું જોઈએ.
  • કોઈપણ નિર્દોષ અથવા કમજોરને કષ્ટ આપવો, તેને નુકસાન પહોંચાડવું અથવા તેનું ધન લૂંટવું, તેના કામમાં અડચણ લાવવાની યોજના બનાવી અથવા તેવો કોઈ વિચાર રાખવા વાળા પણ શિવજીની નજરોમાં પાપી ગણવામાં આવે છે અને તેને ક્યારેય પણ માફી મળતી નથી.

  • સારી બાબતો ભૂલીને ખરાબ રસ્તો પસંદ કરનાર વ્યક્તિ પણ પાપનો ભાગીદાર હોય છે અને તેને ભગવાન શિવજી ક્યારે પણ માફીને પાત્ર સમજતા નથી.
  • કોઇપણ સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઈએ. કારણ કે આવી ખરાબ દ્રષ્ટિ રાખનાર વ્યક્તિ ક્યારેય પણ સાંસારિક જીવન ભોગવી શકતો નથી અને ધનથી પણ ક્યારેય સંતુષ્ટ રહી શકતો નથી.
  • માતા-પિતાને નુકશાન પહોંચાડનાર અથવા તેને તકલીફ આપનાર પણ ભગવાન શિવજીની નજરમાં ક્યારેય પણ માફ ન કરનાર પાપ માનવામાં આવે છે. આવું કરવું એટલે ઈશ્વરને દુઃખ પહોંચાડવા બરાબર સમજવામાં આવે છે, જે મનુષ્યએ ક્યારેય પણ ન કરવું જોઈએ.