આ વર્ષનો સૌથી મોટો શનિવાર ૩ રાશિઓ પર વરસાવશે લક્ષ્મીજીની કૃપા

Posted by

વિજ્ઞાન અનુસાર શનિને એક ગ્રહ ગણવામાં આવે છે, જ્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને દેવ માનવમાં આવે છે. શનિ દેવને સૂર્ય ભગવાનના પુત્ર અને યમરાજના મોટા ભાઈ ગણવામાં આવે છે. જે વ્યક્તિ પર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા તો નાની-મોટી પનોતી ચાલતી હોય તેવા વ્યક્તિના જીવનમાં દુ:ખ, કષ્ટ, તકલીફો, હાનિ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ભગવાન શ્રીરામને પણ શનિની સાડાસાતીના સમયમાં વનવાસ ભોગવવો પડેલો હતો, રાવણ ઉપર પણ શનિની પાપદ્રષ્ટિ પડતાં લંકા તથા રાવણનો વિનાશ થયો હતો. એવું માનવમાં આવે છે કે વ્યક્તિના જીવનમાં થઈ રહેલા સારા કે ખરાબ કર્મો માટે શનિ મોટા ભાગે જવાબદાર છે. ઘણીવાર કોઈ કાર્યમાં બહુ સંઘર્ષ કરવા છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી અને કોઈ કાર્ય ઓછી મહેનતથી પણ સફળ થઈ જાય છે.

મહેનત કરી રહેલ દરેક વ્યક્તિ જીવનમાં સુખી અને સમૃધ્ધ થવા માંગે છે અને એ માટે અથાગ મહેનત પણ કરે છે. આ માટે વ્યક્તિ ઘણા પ્રયાસો પણ કરે છે તથા પૂજા પાઠ પણ કરે છે. ઘણા જ્યોતિષ પાસે પોતાની કુંડળી લઈને ફરે છે અને ભવિષ્ય જાણવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિના જીવન પર ગ્રહોનો પ્રભાવ ખાસ રહેલો છે અને તેના પ્રભાવની વ્યક્તિના જીવન પર ઘણી અસર થાય છે.

ગ્રહોની દશા બદલવાથી દરેક રાશિઓની દશા પણ બદલાતી રહે છે. આ બદલતી દશા કોઈ રાશિ માટે અઢળક ખુશીઓ લઈને આવે છે તો કોઈ રાશિ માટે અસહ્ય દુખ લઈને આવે છે. આ બદલાતી દશાના લીધે આ શનિવારથી એક પરીવર્તન થવાનું છે અને શનિ મહારાજ ત્રણ રાશીઓને માલામાલ કરવાના છે અને તેમના દુખો દૂર કરવાના છે.

સિંહ : આ શનિવાર થી શનિ મહારાજ સિંહ રાશિ પર ખાસ મહેરબાન થવાના છે. આ પરીવર્તન થી સિંહ રાશિના જાતકોનું નસીબ ચમકવા લાગશે. તેમના જીવનમાં ઘણા હકારાત્મક બદલાવો આવશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. ધંધા કે વેપારમાં નવી આવકના સ્ત્રોત ઊભા થશે અને વેપારનો વિસ્તાર વધશે.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે આ બદલાવ ખૂબ જ લાભકારક રહેવાનો છે. વૈવાહિક જીવન સુમધુર અને સુખદ રહેશે અને પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો મળી રહ્યા છે. પોતાની મહેનતથી તમે નોકરી અથવા તો ધંધામાં ખૂબ જ નામના મેળવશો.

મેષ : મેષ રાશિ માટે આ પરીવર્તન ધન વૃધ્ધિનો સંકેત છે. આ સમયમાં તમારા માટે મિલકત ખરીદીના યોગ બનશે અને ધનનો ફાયદો કરાવશે. અવિવાહિત વ્યક્તિને આ સમયમાં પોતાનો જીવનસથી મળવાના યોગ પણ છે. તબિયતમા સુધારો જણાશે અને શરીર તંદુરસ્ત રહેશે.