આ વ્યક્તિએ ભુખ્યા બાળકોને રેસ્ટોરન્ટમાં જમાડયા, બિલ જોઈને આંખોમાં પાણી આવી ગયા

આજના સમયમાં પણ માનવતા જેવી વસ્તુ જરૂરથી જોવા મળી જાય છે. જોકે હાલના સમયમાં બહુ ઓછા જ એવા લોકો જોવા મળે છે જે બીજાની મદદ માટે આગળ આવે છે. આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હકીકતમાં બીજા લોકોની મદદ માટે હંમેશા આગળ આવે છે. જેમના વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમનું નામ અખિલેશ કુમાર છે. તેઓએ હાલ માં કંઈક એવું કર્યું છે જેના લીધે તેમની ચર્ચા ચારે તરફ થવા લાગી છે.

તેમને લઈને બધાના મનમાં તેમના માટે માન વધી ગયું છે અને દરેક વ્યક્તિ તેમનો ફેન બની ગયો છે. અખિલેશ કુમારના આ કાર્યોને ચારો તરફ થી વધાવવામાં આવી રહ્યું છે. તમારા મનમાં જરૂર પ્રશ્ન થશે કે આ વ્યક્તિએ એવું શું કર્યું કે દરેક વ્યક્તિ તેમનો ફેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે અખિલેશ કુમાર સમાજમાં ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યા છે. જ્યાં ભાગદોડ વાળા જીવનમાં ઓફિસ ખતમ થયા બાદ કોઈપણ વ્યક્તિને એક મિનિટનો પણ સમય નથી હોતો કે તે અન્ય વ્યક્તિ માટે તો ઠીક પરંતુ પોતાના વિશે પણ કઈ વિચારતો નથી.

આવા સમયમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે એક દિવસ અખિલેશ પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ જ્યારે રાતના સમયે જમવા માટે કેરળના મલ્લાપુરમ સ્થિત શબરીના હોટલમાં ગયા. ત્યાં તેઓએ કંઈક એવું જોયું કે પોતાની જાત ને રોકી ના શક્યા અને તેમની અંદર રહેલી માનવતા જાગી ઉઠી.

હકીકતમાં થયું કંઈક એવું કે જેવા તેઓ જમવા માટે કોળિયો મોમા મુકવાના હતાં ત્યારે તેમની નજર એક માસૂમ ચહેરા પર પડી જે તેમને હોટલની બહાર થી જોઈ રહ્યો હતો. ત્યારબાદ અખિલેશે તે બાળકને અંદર બોલાવ્યો તો બાળક પોતાની નાની બહેન સાથે અંદર આવ્યો. આખી લેશે તેને પૂછ્યું કે શું ખાઈશ? ત્યારે બાળકે ટેબલ પર રાખેલી થાળી તરફ ઈશારો કર્યો. અખિલેશે તુરંત બાળકોને જમવા માટે થાળી મંગાવી. ત્યારબાદ અખિલેશે બાળકોને હાથ ધરવા માટે કહ્યું અને તેમને પોતાના હાથથી જમાડ્યા.

બાળકો ખૂબ જ ભૂખ્યા હતા એટલા માટે જ્યારે તેમને ભોજન મળ્યું તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. બાળકો પોતાનું ભોજન જમ્યા અને ત્યાંથી ખુશી-ખુશી ચાલ્યા ગયા. બાળકો સાથે અખિલેશે પણ ભોજન લીધું અને હોટલવાળા પાસેથી બિલ મંગાવ્યું. અખિલેશ જ્યારે પોતાના હાથ ધોઈને આવ્યા તો બિલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હવે જરા એ પણ જાણી લો કે બિલ કેટલું થયું હતું.

હકીકતમાં બિલમાં લખ્યું હતું કે, “અમારી પાસે એવી કોઈ મશીન નથી જે માનવતા નું બિલ બનાવી શકે, ખુશ રહો.” આ જોઈને અખિલેશની આંખોમાં પાણી આવી ગયા. અખિલેશે બિલની કોપી પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી અને પોતાની સાથે થયેલ સમગ્ર ઘટના શેયર કરી. પછી તો લોકો તેમના ખૂબ જ વખાણ કરવા લાગ્યા અને તેમની દરિયાદિલીના ઉદાહરણ આપવા લાગ્યા.