આ વ્યક્તિનાં ડાન્સને બોલીવુડ કલાકારોને પણ ભુલી જશો, ડાન્સિંગમાં ઋત્વિક રોશનને પણ આપે છે ટક્કર

સોશિયલ મીડિયા પર ટીકટોક લઇને આજકાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા એવા લોકો છે જેમનું માનવું છે કે, આ એપ્લિકેશનને બેન કરી દેવી જોઈએ. તેમનું કહેવું છે કે આ એપના કન્ટેન્ટ વિવાદિત છે, એટલા માટે તેને બંધ કરવી જોઈએ. જ્યારે અન્ય પક્ષની દલીલ છે કે આ એપ ની પહોંચ ખૂબ જ નાના તબક્કા સુધી છે, એટલા માટે તેને બેન કરવાની માંગ થઇ રહી છે. ટીકટોક દ્વારા તે લોકો ખૂબ જ મશહૂર થઈ રહ્યા છે, જે ખુબજ નાની આવકના વર્ગમાંથી આવે છે. તે લોકોની પાસે તેમના ટેલેન્ટ સિવાય આવકનું અન્ય કોઈ સાધન નથી.

આ દલીલને હકીકત સાબિત કરતો વીડિયો આજકાલ ટીકટોક પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં ખેતરમાં કામ કરનાર એક વ્યક્તિનો ડાન્સ છે. ટીકટોક પર આ વ્યક્તિના વીડિયોઝની એક સમગ્ર શૃંખલા છે. તો ચાલો જાણીએ કે આખરે આ વ્યક્તિ કોણ છે.

અલગ અલગ સ્ટાઈલ માં કરે છે ડાન્સ

આ વીડિયોમાં ડાન્સ કરી રહેલા વ્યક્તિએ બોલીવુડના ઘણા ગીતો પર જબરજસ્ત ડાન્સ કરેલ છે. અમુક લોકોનો તો માનવું છે કે તેણે બોલિવૂડના ડાન્સીંગ સ્ટાર કહેવામાં આવતા ઋતિક રોશનને પણ ટક્કર આપી રહ્યો છે. તે ફ્રી સ્ટાઇલ ડાન્સિંગ ની સાથોસાથ ડાન્સના અન્ય ફોર્મેટને પણ મિક્સ કરતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં દેખાય રહેલ વ્યક્તિ મુખ્ય રૂપથી ગીતની બીટને પકડીને ડાન્સ કરી રહયો છે.

વીડિયોમાં દેખાય રહેલ વ્યક્તિ બોલીવુડના ઘણા સ્ટારને કોપી કરી રહેલ છે. દેખા તુમકો જબ સે બસ દેખા તુમકો યારા ગીત પર જ્યારે તે કમર હલાવે છે, તો ઋત્વિક રોશન યાદ આવી જાય છે. તે સિવાય ચલ છૈયા છૈયા ગીત પર શાહરૂખને પૂરી રીતે કોપી કરી રહેલ છે. સાથોસાથ રામ લખન ના ગીત પર ડાન્સ કરે છે, તો દર્શકોને અનિલ કપૂર યાદ આવી જાય છે.

પોતાની મહેનતથી શીખ્યો ડાન્સ


મહત્વપૂર્ણ છે કે ખેતરમાં કામ કરનારા વ્યક્તિ અમુક વખત તો એટલો જ જબરજસ્ત ડાન્સ કરે છે કે, જાણે લાગી રહ્યું હોય કે બોલિવૂડના એક્ટર્સ થી પણ વધારે સારો ડાન્સ કરી રહયો છે. હકીકતમાં વીડિયોમાં જેવું તેનું બેગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે, તેના પરથી તો સ્પષ્ટ છે કે તેને કોઇ વ્યક્તિએ પ્રોફેશનલ ટ્રેનિંગ આપેલ નથી. પરંતુ તેણે પોતાની મહેનતથી આ ડાન્સ શીખેલ છે.

તમને જણાવી દઈએ કે પાછલા થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડાન્સિંગ ને કારણે વાયરલ થયેલા લોકોએ નાના પડદા સુધીનો રસ્તો સફર કર્યો છે. ડબ્બુ અંકલ તો તમને બધાને યાદ જ હશે, તેમનો પણ એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડીયો ના વાયરલ થયા બાદ તેમને ગોવિંદાની સાથે ડાન્સ કરવાનો પણ મોકો મળ્યો હતો. હવે જોવાનું એ છે કે આ લો પ્રોફાઇલ વિડીયો ડાન્સરની સફર કેવી રહેશે? જોકે તે જરૂરથી કહી શકાય છે કે તેની ડાન્સિંગ સ્કિલ બાબા જેકસન અને ડબ્બુ અંકલ થી પણ વધારે સારી છે.