આજ કાલ કોર્ટ મેરેજ અને મંદિરમાં લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે કપલ્સ, જાણો તેની પાછળનું કારણ

Posted by

ભારતમાં લગ્નને ફક્ત એક લગ્નના રૂપમાં સેલિબ્રેટ નથી કરવામાં આવતા, પરંતુ એક મોટા તહેવારની જેમ ઉજવવામાં આવે છે. અહીંયા લગ્ન એક મોટો ઉત્સવ માનવામાં આવે છે. મોટા મોટા ગાર્ડન હોય છે, મોંઘા મોંઘા ડ્રેસ પહેરવામાં આવે છે, હજારો લોકોને ૫૬ પ્રકારના ભોજન ખવડાવવામાં આવે છે. તે સિવાય બીજું ઘણું બધું જોવા મળે છે. ભારતમાં લગ્ન હંમેશા બે લોકોનું મિલન ઓછું અને બહારનો દેખાડો વધારે હોય છે. એક સારા લગ્નના ચક્કરમાં માતા-પિતા કંગાળ થવાની સ્થિતિ સુધી આવી જાય છે. તેઓ કરજનો બોજ નીચે દબાઇ જતા હોય છે.

જોકે ધીરે ધીરે સ્થિતિ બદલી રહી છે અને હવે લોકો બનાવટી દેખાડાનો ત્યાગ કરવા લાગ્યા છે. પાછલા અમુક સમયથી કોર્ટમાં અથવા મંદિરમાં લગ્ન કરવાનું ચલણ ખૂબ જ ચાલી રહ્યું છે. લોકો લાખો રૂપિયા ખર્ચ કરી ધૂમધામ મારા લગ્નને બદલે એક સિમ્પલ રીતે ખાસ લોકોની વચ્ચે લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં સવાલ ઉઠે છે કે શું કારણ છે જેના કારણે કપલ કોર્ટ અથવા મંદિરવાળા લગ્નમાં વધારે દિલચસ્પી લઇ રહ્યા છે.

ભવિષ્ય માટે બચત

જ્યારે લગ્ન થાય છે તો લાખો રૂપિયા પાણીની જેમ એક ઝટકામાં વહી જતા હોય છે. આજકાલના કપલ આ વાત સમજવા લાગ્યા છે. તેઓ પોતાની લાઈફને પ્રેક્ટીકલી જોવા લાગ્યા છે. ધામધૂમ વાળા લગ્નમાં જે પૈસા ખર્ચ થાય છે તેને કોર્ટ અથવા મંદિરવાળા સિમ્પલ લગ્ન કરીને બચાવી શકાય છે. આ મોટી એમાઉન્ટ તમારા ભવિષ્યમાં કામ આવી શકે છે. આ પ્રકારના લગ્ન થી ખૂબ જ મોટી બચત થઈ જાય છે.

દેખાડો પસંદ નથી

નવી જનરેશનના કપલ સમાજના અમુક લોકોમાં પોતાની ઈમેજ જમાવવા માટે નકામો દેખાડો કરવાનું પસંદ કરતા નથી. હવે ગ્રાન્ડ વેડિંગ ઘણા કપલ માટે નકામો ખર્ચ બની ગયેલ છે. એટલા માટે તેઓ એક દિવસના દેખાડા માટે લાખો રૂપિયા ખર્ચ કરવા તેને બુદ્ધિમતા સમજતા નથી.

માતા-પિતા પર બોજ ન પડે

જ્યારે પણ લગ્ન થાય છે તો માતા-પિતાના જીવનભરની કમાણીનો એક મોટો હિસ્સો વ્યર્થ ચાલી જતો હોય છે. ઘણા બધા માતા-પિતા બાળકોના લગ્ન કરવાના ચક્કરમાં કરજમાં ડૂબી જતા હોય છે. તેવામાં આજકાલનાં બાળકો આ વાત સમજવા લાગ્યા છે. તેઓ પોતાના માતા-પિતા પર નકામા ખર્ચનો આર્થિક પ્રેશર ન આવે તેનું ધ્યાન રાખે છે. એટલા માટે તેઓ પોતાના બજેટ અનુસાર જ લગ્ન પ્લાન કરે છે.

સમયની કમી

આજના જમાનામાં યુવક, યુવતી અને તેના પરિવારના બધા લોકો નોકરી અથવા ધંધામાં સાથે જોડાયેલા હોય છે. તેમની પાસે લગ્ન માટેની મોટી મોટી તૈયારીઓ કરવા માટેનો સમય હોતો નથી. તેમનું ફોકસ પોતાની કારકિર્દી પર વધારે હોય છે. ઘણા લોકોને ઓફિસમાંથી લાંબો સમય માટે રજા મળી શકતી નથી. તેવામાં તેઓ ફટાફટ કોર્ટ મેરેજ અથવા મંદિરમાં જઈને પોતાના અમુક ખાસ સંબંધીઓની હાજરીમાં લગ્ન કરવાનું પસંદ કરે છે.

પરિવારની સહમતી

પહેલાના જમાનામાં કપલ કોર્ટ મેરેજ અથવા મંદિરવાળા લગ્ન ત્યારે જ કરતા હતા, જ્યારે તેમના માતા-પિતા લગ્નની વિરુદ્ધ હોય. પરંતુ નવા જમાનામાં માતા-પિતા પણ સમજદાર બની ગયા છે. હવે તેઓ પોતાના બાળકોના વિચારોનું સ્વાગત કરવા લાગ્યા છે. એટલા માટે તેમને પણ આ પ્રકારના લગ્નથી કોઇ પરેશાની હોતી નથી.

ઇન્ટરકાસ્ટ મેરેજ

આજના જમાનામાં એરેન્જ મેરેજ ધીરે ધીરે ઓછા થતાં જઈ રહ્યા છે અને ઈન્ટરકાસ્ટ મેરેજ વધતા જઈ રહ્યા છે. કોર્ટ અથવા મંદિર વાળા લગ્ન કરવા ઇન્ટરકાસ્ટ મેરેજ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોય છે.