આજનું રાશિફળ ૭ નવેમ્બર : મહાદેવની કૃપાથી આજે ૪ રાશિવાળા લોકોને કોઈ ખુશી સમાચાર મળી શકે છે

મેષ રાશિ

આર્થિક રૂપથી આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. પ્રેમ સંબંધને લઈને ચાલી રહેલી સમસ્યા દુર થશે. નોકરી કરતા જાતકો અને પોતાની મહેનતનું સારું ફળ મળશે. વરિષ્ઠ દ્વારા કરવામાં આવેલા કાર્યની ખુબ જ પ્રસંશા થશે. આર્થિક મોરચા પર દિવસ સારો રહેશે. તમારી ધનની આવકમાં વધારો થઈ શકે છે. માતા પિતા અને ગુરુજનો સાથે સંબંધ મધુર રહેશે. તમારી કોઈ સંપત્તિના મુદ્દાને લઈને ચાલી રહેલ વાદવિવાદ આજે પુર્ણ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમે બધા જ કાર્ય તન-મનથી સ્વસ્થ રહીને કરશો. કોઈની પાસે પોતાની વાત જબરજસ્તી મનાવવાની કોશિશ કરવી નહીં. નકામી વાતોને લઈને પોતાને દુર રાખો અને કામની વાત ઉપર ફોકસ કરો. ભાગીદારીમાં વેપાર કરતા જાતકો માટે આજે લાભ મળવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે સંબંધ મજબુત બનશે. નજીકના સંબંધોમાં કોઈ મતભેદ ઊભા થઈ શકે છે. હળીમળીને કરવામાં આવેલા કાર્યમાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ મુશ્કેલી ભરેલો રહેશે.

મિથુન રાશિ

ભાઈ બહેનો અને વડીલોની સાથે સંબંધ પ્રેમપુર્ણ રહેશે. અધુરા કાર્ય પુર્ણ થશે. વેપાર અથવા નોકરી કરતા લોકો એ કોઈ યાત્રા કરવી પડશે. સંતાનની પ્રગતિથી સંતોષ થશે. તમારા અને તમારા પરિવારની વચ્ચે કોઈ બહારના વ્યક્તિ અંતર ઉભો કરવાની કોશિશ કરી શકે છે, જેથી સાવધાન રહેવું. મન અને સ્વભાવમાં ઉતાર ચઢાવ રહેશે. પારિવારિક કામમાં પિતાનો સાથ મળશે સહકર્મીઓનો સાથ મળશે.

કર્ક રાશિ

પરિવારના સદસ્યોની સાથે નાની યાત્રા ની યોજના બની શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. માનસિક રૂપથી થોડી અસ્વસ્થતાનો અનુભવ થશે. મનોરંજન અને આનંદ પાછળ ખર્ચ થશે. સંબંધીઓની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો. આજે ઉધાર આપવામાં આવેલા પૈસાને લઈને વિવાદ ઉભો કરવો નહીં. અભ્યાસ તથા લેખન વગેરેના કાર્યમાં ધગજ તથા ઉત્સાહ રહેશે. સહકર્મીઓનો સાથ મળશે.

સિંહ રાશિ

આજે તમને પોતાનો સાચો પ્રેમ મળવાની સંભાવના છે. પારિવારિક જીવન આરામદાયક અને શાંતિપુર્ણ રહેશે. આજે તમે પારિવારિક સંબંધોને મહત્વ આપશો. અવિવાહિત લોકોને કોઈ વિવાહનો પ્રસ્તાવ આજે મળી શકે છે. કોઈ મિત્ર અથવા બિઝનેસ પાર્ટનર પૈસા કમાવવાની નવી યોજના બનાવશે. તમારી પાસે નવા અધિક ગ્રહણ હોઈ શકે છે, જે તમારી જીવનશૈલીમાં સુધારો કરશે. વેપારીઓએ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ

પૈસાને લઈને સાવધાની જરૂર રાખો. ઈજા થવાની સંભાવના છે. નકામા ખર્ચ પણ વધવાના યોગ છે. નાના વેપારીઓને આજે લાભ થતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્યમાં સ્કીનની દેખભાળ કરવી પડશે. નવી પ્રોડક્ટ સમજી વિચારીને ઉપયોગ કરો. તમારા લીધે કોઈ ખાસ કામમાં મોડું થઈ શકે છે. વેપારીઓની સ્થિતિ સંતોષજનક રહેશે. લાભના અવસર મળશે. ઘર પરિવારમાં વિવાદ દુર થશે અને વડીલો સાથે સંબંધ મજબુત બનશે.

તુલા રાશિ

આજે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરશો. આવકનાં નવા સાધનો માં વધારો કરવાનો પ્રયાસ કરી શકો છો. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાનો છે. સ્વાસ્થ્યમાં જો તમારું શુગર હાઇ રહે છે તો મોર્નિંગ વોક અનિવાર્ય રૂપથી કરો. ભૌતિક સુખ સાધનોની લાલસા વધશે. સરકારી સ્તર ઉપર રૂપિયાની લેવડદેવડ સતર્કતા પુર્વક કરો. રોજગારની તલાશ કરી રહ્યા છો તો આ સંબંધમાં અમુક સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. સાસરીયા પક્ષ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાની પસંદ અથવા મરજીના કામ માટે ઉત્સુક રહેશો. લોકોની સાથે ખરાબ વર્તન કરવું નહીં. પરિવારજનો પ્રત્યે મનમાં નકારાત્મક વિચાર લાવવા નહીં. નોકરીમાં ઈચ્છા અનુસાર બદલાવ થશે. નવા અવસર શોધી રહેલા લોકોએ સંપર્ક અને સક્રિયતા બંને વધારવા જોઈએ. તમારે લડાઈ ઝઘડા તકરાર વગેરેથી બચવું જોઈએ. પરિવારજનોની નાની-નાની વાતોનું દુઃખ લગાડવું નહીં.

ધન રાશિ

આજે તમારું ઉત્કૃષ્ટ પ્રદર્શન તમારા માલિક અને ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરશે. જે વેપારી પાર્ટનરશીપમાં કામ કરી રહ્યા છે તેમને પાર્ટનર સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે. તેવામાં પારદર્શિતા રાખવી જરૂરી છે. પુજા પાઠમાં રુચિ રહેશે. શત્રુઓથી સાવધાન રહો. સાર્વજનિક જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે. વ્યસ્ત દિનચર્યા ને લીધે આજે તમે પોતાના પરિવારજનોની સાથે વધારે સમય પસાર કરી શકશો નહીં.

મકર રાશિ

પાર્ટનર સાથે મતભેદ દુર થશે. અંગત જીવનની વાત કરવામાં આવે તો જીવનસાથીને વધારે સમય આપવાનો પ્રયાસ કરો, નહીંતર તમારી વચ્ચે કડવાશ વધી શકે છે. આઈટી અને મીડિયા ના ક્ષેત્રમાં રહેલા લોકો સફળ રહેશે. આજે તમારી લવ લાઈફ સારી રહેશે. સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઘરના લોકો સાથે તમે વાતચીત કરી શકો છો. પારિવારિક જીવનમાં મકર રાશિના લોકો સારો સમય પસાર કરશે. અમુક લોકોએ કામની બાબતમાં યાત્રા કરવી પડી શકે છે.

કુંભ રાશિ

આજે તમારા વરિષ્ઠ અધિકારીઓનો વ્યવહાર તમારા પ્રત્યે નરમ રહેશે. જે વિદ્યાર્થીઓ ઘરેથી દુર રહીને અભ્યાસ કરી રહ્યા છે તેમને મોટા ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી શિક્ષાના ક્ષેત્રમાં આવી રહેલી પરેશાની દુર થશે. તમારું પારિવારિક જીવન સુખી અને શાંતિપુર્ણ રહેશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. ઘરના સદસ્યોની વચ્ચે પ્રેમ અને એકતા જોવા મળશે. આર્થિક મોરચા પર આજનો દિવસ તમારા માટે સામાન્ય કરતાં સારો રહેશે.

મીન રાશિ

આજે તમને સાસરીયા પક્ષનો સહયોગ મળશે. કાર્યક્ષેત્ર માટે આજે ખુબ જ સારો સમય રહેવાનો છે. આજે તમારો મુડ ખુબ જ સારો રહેશે અને તમને સકારાત્મકતાની અનુભુતિ થશે. જો તમે વેપાર કરો છો અને આજે કોઈ મોટો સોદો કરવાના છો તો જરૂરી દસ્તાવેજો ને લઈને તમારે વધારે સતર્ક રહેવું. પોતાના ભવિષ્યને લઈને ચિંતાઓ તમારા મનમાં ઊભી થઈ શકે છે. જોકે દિવસનો અંત સકારાત્મકતાની સાથે થવાની પુરી સંભાવના છે.