આજ સુધી આ અભિનેત્રીઓ બેઠી છે કુંવારી, સંપતિ અને સુંદરતા બંને હોવા છતાં પણ નથી કર્યા લગ્ન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની સારી એક્ટિંગનાં લીધે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ અભિનેત્રીઓએ ઘણા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. તમે હંમેશા બોલિવૂડ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, ક્યારેક કોઇની સાથે પ્રેમની શરૂઆત થાય છે તો ક્યારેક કોઈનો પ્રેમ તૂટી જાય છે. ભલે આ ઈન્ડસ્ટ્રીઝમાં અવારનવાર આવા સમાચાર સાંભળવા મળતા હોય છે. પરંતુ દરેક અભિનેત્રીઓનો પોતાનો એક સપનું હોય છે કે તે પોતાનું ઘર વસાવી શકે અને પોતાના લગ્નજીવનને સારી રીતે પસાર કરી શકે.

આવી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરી અને પોતાના લગ્નજીવન ખૂબ જ ખુશ છે. પરંતુ આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જે હજુ સુધી કુંવારી છે. અભિનેત્રીઓ પાસે સંપતિ અને ખ્યાતિની કોઈ કમી નથી અને તે સફળ અભિનેત્રીઓમાં પણ સામેલ છે. એટલું જ નહીં પરંતુ તેમનું નામ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રીઓમાં આવે છે, તેમ છતાં પણ તેઓએ લગ્ન કરેલા નથી.

તબ્બુ

હિન્દી ફિલ્મોની મશહૂર અભિનેત્રી તબુએ હિન્દી ફિલ્મોમાં પોતાની સારી એક્ટિંગ ના લીધે લાખો દિવાના બનાવ્યા છે. અને તેની ખૂબસુરતી થી પણ લોકો ઘાયલ થઇ ગયા છે. તે બધાથી નિપુણ અભિનેત્રીઓમાં એક માનવામાં આવે છે. અભિનેત્રી તબુ નેશનલ એવોર્ડ સહિત પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન પણ પણ જીતી ચૂકી છે. વર્તમાન સમયમાં ભલે તેમની ઉંમર ૪૮ વર્ષની છે, પરંતુ તે હજુ સુધી કુંવારી છે. એમ તો તેનું નામ અનેક એક્ટર સાથે જોડાઈ ચૂક્યું છે.

સુસ્મિતા સેન

બોલિવૂડની આ ખૂબસૂરત અભિનેત્રીને દરેક જાણે છે. સુસ્મિતા સેનને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની ખૂબસૂરત અભિનેત્રી માંથી એક માનવામાં આવે છે. તે ૪૪ વર્ષની થઇ ગઇ પરંતુ હજુ સુધી તેણે લગ્ન નથી કર્યા. અભિનેત્રી સુસ્મિતા સેને બે છોકરીઓ દત્તક લીધી છે અને તે સિંગલ મધરનાં રૂપમાં બંને છોકરીની સંભાળ રાખે છે.

આશા પારેખ

અભિનેત્રી આશા પારેખે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના દ્વારા કરવામાં આવેલી એક્ટિંગને દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. તે બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવે છે. તેમણે જાતે જણાવ્યું હતું કે તેમને ક્યારેય લગ્ન માટે પ્રસ્તાવ નહોતો મળ્યો તેના લીધે તેમણે આજ સુધી લગ્ન નથી કર્યા. તેમણે આ વાત ખુદ માની હતી કે ડાયરેક્ટર નાસીર હુસેનથી તે પ્રેમ કરતાં હતા. તેમણે પોતાના જમાનામાં બોલિવૂડમાં અનેક સુપરહિટ ફિલ્મો કરી છે અને ફિલ્મ દુનિયામાં તેમનું સારું નામ છે.

સુલક્ષણા પંડિત

સફળ અને ખૂબસૂરત અભિનેત્રીનું નામ લેવામાં આવે તો તેમાં સુલક્ષણા પંડિત પણ સામેલ છે. તે પોતાના જમાનાની સૌથી ખૂબસૂરત અને સફળ અભિનેત્રીમાંથી એક છે. એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી સંજીવ કુમારને પ્રેમ કરતી હતી, પરંતુ સંજીવકુમારે તેના પ્રેમનો સ્વીકાર ના કર્યો. જેના લીધે તેઓ અત્યાર સુધી કોઈને અપનાવી શક્યા નહીં અને અત્યાર સુધી તેમણે લગ્ન નથી કર્યા.

નગમા

અભિનેત્રી નગમાં સાઉથ ફિલ્મોની સૌથી મશહુર અભિનેત્રી છે. તેમણે મુખ્ય રૂપમાં સાઉથ ફિલ્મોમાંથી દુનિયાભરમાં નામ મેળવ્યું છે. તેમણે બોલિવૂડમાં પણ અનેક સુપરહિટ ફિલ્મો કરી છે. તેમણે પણ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.