આલિયાને કિસ કરવાનાં ચક્કરમાં આવી ભુલ કરી ગયો રણબીર, શરમ થી લાલ થઈ ગઈ હતી આલિયા, જુઓ વિડિયો

બોલિવૂડમાં એવા ઘણા કપલ છે જે લગ્ન કરીને સેટ થઈ ગયા છે અને એવા ઘણા કપલ પણ છે જે પોતાના લવ અફેર થી ચર્ચામાં છે. આજના સમયમાં તે કપલ છે, રણવીર કપૂર અને આલિયા ભટ્ટ. જે પોતાના લવ અફેર થી ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે. આલિયા હાલના સમયમાં હંમેશા રણવીરની સાથે જોવા મળે છે અને રણવીર કપૂર પણ હંમેશા આલિયાનો હાથ પકડી રાખે છે. હાલમાં આલિયા અને રણવીરનો વિડીયો પોતાના ફેન્સની વચ્ચે ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં રણવીર આલિયાને કિસ કરી રહ્યા છે. પરંતુ કન્ફ્યુઝન ના લીધે જે થોડો અજીબ માહોલ બની જાય છે. તેનાથી આલિયા એકદમ શરમાઈ જાય છે.

આલિયા-રણવીરે કરી કિસ મિસ્ટેક

આલિયા અને રણવીર કપૂરનો વિડીયો જી સીને એવોર્ડ નો છે. આ એવોર્ડ શોમાં આલિયાનું નામ બેસ્ટ ઍક્ટ્રીસ માં સામેલ હતું. બેસ્ટ એક્ટ્રેસનું નામ સાંભળતાની સાથે આલિયા ખુશ થઈ ગઈ હતી અને રણવીર પણ ખુશ થઈ ગયા હતા. તેને અભિનંદન આપવા કિસ કરવા માટે આગળ વધે છે. આલિયા પાછળ કન્ફ્યુઝ થઇ જાય છે અને બંને લીપલોક ની સ્થિતિ પણ આવી જાય છે. પછી આલિયા શરમાઈને હસી નાખે છે. ત્યારબાદ તે ફરી રણવીરને કિસ કરીને એવોર્ડ લેવા માટે જાય છે.

આલિયા અને રણવીરનો આ વિડીયો ૬ લાખથી પણ વધુ વખત જોવાઈ ચૂક્યો છે. તેની સાથે તેમની એક ફોટો પણ વાયરલ થઇ રહી છે, જેમાં રણવીર આલિયાને સ્ટેજથી નીચે લઈને આવે છે. આ એવોર્ડ શો દરમિયાન આલિયાએ એવોર્ડ લેતા સમયે રણવીરને ધન્યવાદ પણ કહ્યું છે. સાથે તેનું નામ લીધા વગર તેને આઇ લવ યુ પણ કહ્યું હતું. આલિયાએ રણવીરની સામે જોઈને કહ્યું હતું કે, તારા લીધે મારું દિલ ખુશ થાય છે અને મારી આંખોમાં ચમક આવે છે. આ શોમાં આલિયા અને રણવીરે એક રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો, જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો.

સાથે જોવા મળે છે આલિયા અને રણવીર

આલિયા અને રણબીર બ્રહ્માસ્ત્ર ના સેટ ઉપર નજીક આવ્યા હતા. ત્યારબાદ બંનેનાં અફેર ના કિસ્સા સામે આવ્યા છે. આલિયાને ઘણીવાર રણવીરના ઘર અને પરિવાર સાથે ડિનર કરતાં પણ જોવામાં આવી છે. તો રણબીર પણ ઘણીવાર આલિયા સાથે જોવા મળ્યો છે. આલિયા અને રણબીરની જોડીને તો ઓફસ્ક્રીન ઘણા લોકો પસંદ કરે છે, પરંતુ ઓનસ્ક્રીન તેમની જોડી કેવી હશે તે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આલિયાનું નામ રણવીરની પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે આલિયા અને વરુણે હંમેશા એકબીજાને સારા મિત્રો બતાવ્યા છે. ત્યાં જ સિદ્ધાર્થ સાથે થોડાક દિવસોમાં જ આલિયાનું બ્રેકઅપ થઈ ગયું હતું. બીજી બાજુ રણબીરનું નામ દિપીકા, કેટરીના, સોનમ જેવી અનેક મોટી એક્ટ્રેસ સાથે જોડાઇ ગયેલું છે. પાછળના ઘણા સમયથી આલિયા અને રણવીર બંને એકબીજા સાથે જોવા મળે છે. તેવામાં અંદાજો લગાવી શકાય છે કે તેમનો પ્રેમ ખૂબ જ વધુ જોરશોરમાં છે. હવે આ કપલ્સ લગ્નની ખુશખબરી ક્યારે આપે છે તેના માટે ફેન્સને થોડી રાહ જોવી પડશે.