આવી રીતે ગોળ-લીંબુ નું કરી લો સેવન, પેટની ચરબી અને વજન થઈ જશે ગાયબ, જાણીતા ડોક્ટરે જણાવી વજન ઘટાડવાની સચોટ ટિપ્સ

તમે ગોળ અને લીંબુ ની મદદથી વજન ઓછું કરી શકો છો. હકીકતમાં ભાગદોડ ભરેલી જિંદગીમાં ખરાબ ખાણી-પીણી, ફાસ્ટ ફુડનું વધારે સેવન, કોઈ શારીરિક ગતિવિધિ ન હોવી અને તણાવને કારણે લોકો સ્થુળતાનો શિકાર બની જાય છે. સ્થુળતા એક એવી ચીજ છે જે ફક્ત તમારી બહારની પર્સનાલિટીને ખરાબ નથી કરતી, પરંતુ તેના કારણે શરીર ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર પણ થઈ જાય છે. તેવામાં વજન ઘટાડવુ ખુબ જ જરૂરી બની જાય છે.

સ્થુળતાથી થતી બીમારીઓ

જાણીતા આયુર્વેદ ડૉક્ટર અબરાર મુલતાની નાં જણાવ્યા અનુસાર સ્થુળતાને કારણે હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, યુરિક એસિડનું વધુ અને ડાયાબિટીસ જેવી ઘણી ખતરનાક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. વજન ઘટાડવા માટે એક્સરસાઇઝની સાથે એક સંતુલિત અને હેલ્ધી ડાયટ ઉપર પણ ધ્યાન આપવું ખુબ જ જરૂરી હોય છે. ડાયટમાં જરૂરી બદલાવ કરવાથી ફક્ત શરીરનું મેટાબોલિઝમ યોગ્ય નથી રહેતું, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

કેવી રીતે વજન ઘટાડે છે લીંબુ અને ગોળ?

ડોક્ટર અબરાર મુલતાની કહે છે કે ગોળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે શરીર માંથી ઝેરી પદાર્થોને દુર કરીને રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. ગોળ આંતરડાને પણ મજબુત બનાવે છે. તેમાં ગોળનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં ખુબ જ મદદ મળે છે. વળી લીંબુ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે સ્થુળતા, પથરી, ખીલ અને અપચો વગેરે નાં ઈલાજ માટે સક્ષમ છે. વજન ઓછું કરવા માટે લીંબુ પણ ખુબ જ કારગર છે. જે લોકો વજન ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે પોતાની ડાયટમાં લીંબુ અને ગોળ માંથી તૈયાર કરેલ ડિટોક્સ ડ્રિંક ને સામેલ કરવું જોઇએ.

આવી રીતે બનાવો ડ્રિંક

એક ગ્લાસ પાણીને ગરમ કરી લો. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. ગોળનો એક નાનો ટુકડો તેમાં ઉમેરો. હવે બંનેને યોગ્ય રીતે મિક્સ કરી લો. જ્યારે ગોળ યોગ્ય રીતે પાણીમાં ઓગળી જાય તો તેનો મતલબ છે કે આ ડ્રિંક પીવા માટે તૈયાર છે. ત્યારબાદ તમે આ ડ્રિંકમાં ફુદીનાનાં પાન પણ ઉમેરી શકો છો.

કેવી રીતે કરશો સેવન

ડોક્ટર અબરાર મુલતાની નાં જણાવ્યા અનુસાર દરરોજ સવારે ભુખ્યા પેટે આ હેલ્થ ડ્રીંક નું સેવન કરવું જોઈએ. નિયમિત રૂપથી લીંબુ અને ગોળ માંથી તૈયાર કરવામાં આવેલા ડ્રિંક નું સેવન કરવાથી વજન ઘટાડવામાં ખુબ જ મદદ મળે છે.