રામાયણ : આવી રીતે શુટ કરવામાં આવ્યો હતો હનુમાનજીનાં ખભા પર રામ-લક્ષ્મણનાં બેસવા વાળો સીન, જુઓ વિડિયો

Posted by

લોકડાઉન માં રામાયણને બીજી વખત પ્રસારણ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે દરેક કલાકારની સાથે સીરીયલના અમુક સીન પણ પોપ્યુલર થયા છે. આ શો અત્યારે બંધ થઈ ગયો છે અને દર્શકો થી તેમની ભરપૂર પ્રેમ પણ મળ્યો છે. હાલમાં રામાયણમાં લક્ષ્મણનો રોલ નિભાવતા સુનિલ લહેરી એ શોના શૂટિંગ સાથે જોડાયેલ અમુક કિસ્સાઓ શેયર કર્યા હતા. તેમણે રામાયણમાં તે સીનનાં અમુક શૂટ ની વાત કરી હતી, જેમાં હનુમાનજી રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડી વાયુ માર્ગ થી લઈ જાય છે.

સુનિલ લહેરીએ જણાવ્યું કે તે સીન ને બ્લુ પડદા, બ્લુ ટેબલ અને એક રેમ્પની મદદથી કોઈ સ્પેશિયલ ઈફેક્ટ વગર શુટ કરવામાં આવ્યો હતો. ટ્વિટર પર શેયર કરવામાં આવેલ વીડિયોમાં સુનિલ લહેરીએ જણાવ્યું કે, જ્યારે રામ-લક્ષ્મણને હનુમાન પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાય છે તે શુટ કરવું ખૂબ જ ટ્રિકી હતું. તે સીન માટે સ્પેશિયલ ઈફેક્ટની જરૂર હતી. સ્પેશિયલ ઈફેકટસ માટે તે સમયે જે સાધન ઉપલબ્ધ હતું, તે માત્ર ક્રોમા હતું. ક્રોમા માટે બ્લુ કલરનાં બે ટેબલ લગાવવામાં આવેલા હતા અને તે બ્લુ કલરના કપડાંને કવર કરી દેવામાં આવ્યું હતું. પુરુ બેગ્રાઉન્ડ પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.

તેમણે આગળ કહ્યું કે “હનુમાનજીનાં જે હાથ હતા તેને રેમ્પ જેવા બનાવી દેવામાં આવ્યા હતા. તે રેમ્પ ઉપર ચડી અમારે જવાનું હતું. જ્યારે અમે તેની ઉપર ચઢી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે અમે હનુમાનજીના હાથ ઉપર ચઢી રહ્યાં છીએ. તમે જોયું હશે કે હનુમાનજીના હાથમાં એક કડું પણ હતું અને તે કડું પણ સીન પ્રમાણે અમારે પાર કરવાનું હતું અને તે અમારી સરખામણીમાં ખૂબ જ મોટું બતાવવાનું હતું. તે બધુ અમારે ઈમેજિન કરવાનું હતું.”

સુનિલ લહેરી કહ્યું હતું કે, જ્યારે મારે અને અરુણ ગોવિલજીને હનુમાનજીના ખભા ઉપર બેસવાનું હતું તે સમયે સમજ નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે? અને કેવી રીતે કરવાનું છે? જેમ જેમ રામાનંદ સાગર સાહેબે નિર્દેશ આપ્યો તેવી રીતે અમે લોકો કરતા ગયા. તેમણે કહ્યું કે તમે હનુમાનજીની સામે જુઓ, તો અમે તેમની સામે જોયું. પછી તેમણે કહ્યું કે રામની સામે જુઓ, તો રામની બાજુ જોયું અને જોઈને સ્માઈલ કરો. પછી નીચે જુઓ.

ખૂબ જ ઊંચાઈએથી નીચે જોવામાં કેવું લાગે છે, તેવું રિએક્શન આપવાનું હતું. અંતમાં સુનિલ લહેરી એ જણાવ્યું કે જ્યારે સીનને શૂટ કરી લીધો અને અમે આખો સીન જોયો તો માનવામાં નહોતું આવતું કે અમે એટલું સારું શૂટ કર્યું. બધાને ખૂબ જ મજા આવી અને સીન પણ પસંદ આવ્યો.