આવો કાળો દોરો બાંધવાની ભુલ ક્યારેય પણ કરવી નહીં, આખી જિંદગી પસ્તાવું પડશે, ૨ રાશિવાળા લોકોએ કાળા દોરાને અડવો પણ નહીં

તમે ઘણા લોકોના હાથ અને પગમાં કાળો દોરો જોયો હશે. પરંતુ શું તમે તેની પાછળનું રહસ્ય જાણો છો? આજકાલ અમુક લોકો કોઈ પણ પ્રકારની વિધિ વગર ફક્ત ફેશનના નામ ઉપર પોતાના હાથ અથવા પગમાં કાળો દોરો બાંધે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે તમને ખુબ જ મોટી મુસીબતમાં મુકી શકે છે. લોકોને તે મામુલી વાત લાગી શકે છે, પરંતુ બીજાના હાથ પગમાં બાંધેલો કાળો દોરો જોઈને ઘણી વખત લોકો પોતે કાળો દોરો ખરીદીને પોતાના હાથ તથા પગમાં બાંધી લેતા હોય છે. તેનાથી તેમને શુભ પરિણામ મળવાને બદલે નુકસાન પહોંચી શકે છે.

શરીર ઉપર કાળો દોરો બાંધતા પહેલા તેને બાંધવાની વિધિ વિશે અવશ્ય જાણી લેવું જોઈએ. વળી કાળો દોરો બાંધવા માટે કયો દિવસ યોગ્ય છે તથા તેને ક્યાં સમયે બાંધવો જોઈએ તે જાણવું પણ જરૂરી છે. તે સિવાય અમે તમને જણાવીશું કે કાળો દોરો બાંધતા સમયે એક ખાસ મંત્ર બોલવો જોઈએ અને કાળો દોરો બાંધી લીધા બાદ કયા કાર્ય વર્જિત માનવામાં આવે છે, તેના વિશે પણ જણાવીશું.

સૌથી પહેલા જણાવી દઈએ કે કાળો દોરો શા માટે બાંધવામાં આવે છે. હકીકતમાં કાળો દોરો નજર દોષ અથવા ખરાબ શક્તિઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવે છે. માન્યતા છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવાની અદભુત શક્તિ હોય છે. ત્યારબાદ કાળો દોરો બાંધનાર વ્યક્તિ પર બીજા લોકોની ખરાબ નજરની અસર થતી નથી. સાથોસાથ કાળો દોરો મનુષ્યને કાળી શક્તિઓથી બચાવે છે.

ઘણા લોકો તંત્ર શક્તિઓનો પ્રયોગ કરીને બીજા લોકોના જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે. તેનાથી બચવા માટે અભિમંત્રિત કરેલ કાળો દોરો બાંધવો જોઈએ. જો વ્યક્તિને જીવનમાં વારંવાર અસફળતા મળી રહી છે, ગમે એટલી મહેનત કરવા છતાં પણ અસફળતા જ પ્રાપ્ત થઈ રહી છે તો આવા સમયમાં કાળો દોરો બાંધીને વ્યક્તિ પોતાના જીવનની મુશ્કેલીઓ દુર કરી શકે છે.

જો પરિવારમાં પતિ પત્નીના સંબંધોને કોઈને ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો કોઈપણ વ્યક્તિએ કાળો જાદુ કરીને પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કર્યું છે તો એક નાનો કાળો દોરો તમારી આ બધી મુશ્કેલીઓને નાશ કરી શકે છે. જો કોઈ વ્યક્તિનું જીવન શનિ દોષથી પ્રેરિત છે, તેનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો શનિદેવને પ્રસન્ન કરવા માટે અભિમંત્રિત કાળો દોરો બાંધવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ અથવા બાળક વારંવાર બીમાર પડી રહ્યું છે તો તે લોકોને ખરાબ નજરનો પ્રભાવ હોય છે. તેનાથી બચવા માટે કાળા દોરવાનો પ્રયોગ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વ્યસનને આધીન છે એટલે કે વ્યક્તિ ખરાબ આદતોમાં સંપુર્ણ રીતે ફસાઈ ગયો છે, તેની આદત દુર થઈ રહી નથી તો તેના માટે પણ કાળો દોરો બાંધવામાં આવે છે. આવા ઘણા કારણ અને પરિસ્થિતિઓથી બચવા માટે કાળા દોરા નો ઉપયોગ કરવામાં આવે છે.

ચાલો હવે તમને જણાવી દઈએ કે કાળો દોરો કેવી રીતે અને ક્યારે બાંધવો જોઈએ અને કાળો દોરો બાંધતા સમયે કઈ સાવધાની રાખવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધતા સમયે મનુષ્યએ વિશે સાવધાની રાખવી જોઈએ, નહીંતર તેના અશુભ પરિણામ ભોગવવા પડે છે. અજાણતામાં કોઈપણ પ્રકારની વિધિ કર્યા વગર કાળો દોરો બાંધવાથી તે તમારી તરફ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરી શકે છે. બીજાની ખરાબ નજરને તમારી તરફ આકર્ષિત કરીને તમારા જીવનમાં પરેશાની ઉભી કરી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવા માટે શનિવારનો દિવસ સર્વોત્તમ હોય છે. કાળો દોરો સીધો દુકાનેથી ખરીદીને પોતાના હાથમાં બાંધવો જોઈએ નહીં. કાળો દોરો ખરીદીને મંદિરમાં જઈને શનિદેવના ચરણોમાં રાખો અને શનિદેવના મંત્રથી અભિમંત્રિત કર્યા બાદ તેને ધારણ કરવો જોઈએ. કાળો દોરો બાંધી લીધા બાદ શનિદેવના મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ, ત્યારે જ આ દોરો પ્રભાવશાળી બને છે. જો જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેલી હોય તો મંગળવારના દિવસે કાળો દોરો બાંધવો જોઈએ.

જો જમણા પગમાં કાળો દોરો બાંધવામાં આવે તો સુખ સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિને પેટ સાથે સંબંધિત બીમારી હોય તો તેને પોતાના પગના અંગુઠામાં કાળો દોરો બાંધવો જોઈએ. જે હાથમાં કાળો દોરો બાંધેલો હોય તે હાથમાં લાલ અથવા પીળા રંગનો કોઈપણ દોરો બાંધવો જોઈએ નહીં. જો ઘરમાં ખરાબ શક્તિઓ રહેલી હોય તો પોતાના ઘરના મુખ્ય દરવાજા ઉપર કાળા દોરા ને લીંબુની સાથે બાંધી દેવો જોઈએ. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ઘર છોડીને ચાલી જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો મહિલાઓએ પોતાના ડાબા પગમાં અને પુરુષોએ પોતાના જમણા પગ બાંધવો જોઈએ, ત્યારે જ તેનો પ્રભાવ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બે રાશિના લોકોએ કાળો દોરો બિલકુલ પણ પહેરવો જોઈએ નહીં. પહેલી રાશિ છે વૃશ્ચિક. આ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ દેવતા નો રંગ કાળો હોય છે. કાળો દોરો બાંધવાથી આ રાશિ વાળા લોકોની પરેશાનીઓ વધી શકે છે. વળી મેષ રાશિનો સ્વામી પણ મંગળ હોય છે, એટલા માટે આ રાશિ વાળા લોકોએ પણ કાળો દોરો બાંધવો જોઈએ નહીં

ધ્યાન રાખો કે કાળો દોરો બાંધી લીધા બાદ કોઈ પણ પ્રકારના ખરાબ કામ ન કરવા, ખોટું બોલવું નહીં, ચોરી કરવી નહીં, બીજાને પરેશાન કરવા નહીં, વડીલોનું અપમાન કરવું જોઈએ નહીં, બીજા સાથે છત્તરપિંડી કરવી જોઈએ નહીં, સ્ત્રીઓનું અપમાન કરવું જોઈએ નહીં વગેરે કાર્ય ભુલથી પણ કરવા જોઈએ નહીં.