અભિષેક બચ્ચને બદલી લીધું છે પોતાનું નામ, હવે આ નામથી ઓળખવામાં આવશે જુનિયર બચ્ચન

અભિષેક બચ્ચન ઘણા લાંબા સમય બાદ એક્ટિંગથી પરત ફરી રહ્યા છે. હાલના દિવસોમાં તેઓ વેબ સીરીઝ “બ્રીદ : ઇનટુ ધ શેડો” માં જોવા મળી રહ્યા છે. ફેન્સને અભિષેકનું આ કમબેક ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તેઓ તેમના અભિનયની પણ પ્રશંસા કરી રહ્યા છે. દર્શકોને આ નવી વેબ સિરીજ ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કમબેક કરવાની સાથે-સાથે અભિષેક એ પોતાનું નામ પણ બદલી દીધું છે. હકીકતમાં ફેન્સ “બ્રીદ : ઇનટુ ધ શેડો”નાં ઇન્ટ્રોડક્શન માં તેમનું બદલાયું નામ જોઈને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

જણાવી દઈએ કે વેબ સીરીઝ ના ક્રેડિટમાં અભિષેકનું નામ અભિષેક બચ્ચન ની જગ્યાએ અભિષેક એ. બચ્ચન લખેલું આવી રહ્યું છે. આ પહેલા તેમની બધી જ ફિલ્મોમાં નામ તેમનું નામ અભિષેક બચ્ચન જ જોવા મળી રહ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે તેમના નામની વચ્ચે “એ” નો મતલબ શું છે. તેમણે નામ બાદ જે “એ” અક્ષર લગાવ્યો છે તે કોના માટે છે. કારણ કે તેમની પત્ની એશ્વર્યા, દીકરી આરાધ્યા તને પીતા અમિતાભનું નામ પણ “એ” અક્ષર થી શરૂ થાય છે.

જોકે હજુ સુધી અભિષેકે પોતાના બદલાયેલા નામને લઈને કોઈ આધિકારિક ઘોષણા કરી નથી. તેવામાં ફ્રેન્ડ્સ જાણવા માટે ઉત્સુક છે કે નામની આગળ આ અક્ષર તેમણે કોના માટે લગાવે છે. ઘણા લોકો અંદાજ લગાવી રહ્યા છે કે દીકરી આરાધ્યા માટે તેમણે આ નામ બદલ્યું છે. હકીકતમાં વેબ સિરીજ માં પણ તેઓ પરેશાન પિતાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. તેવામાં આ બદલાવ આરાધ્યાને કારણે હોઈ શકે છે.

તેમાં કોઈ બેમત નથી કે અભિષેક પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે. સાથોસાથ તે ફિલ્મમાં પણ ખૂબ જ જોઈ વિચારીને પસંદ કરે છે. અભિષેક હવે ખૂબ જ સમજી-વિચારીને કોઈ પ્રોજેક્ટ સાઈન કરે છે. આ વાતનો ખુલાસો તેમણે હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. અભિષેકે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આરાધ્યાનાં આવ્યા બાદ અમારી જિંદગી ખૂબ જ બદલાઈ ગઈ છે. હું હવે ફિલ્મોમાં હવે ઇંટિમેટ સીન્સ નથી કરતો. કારણ કે હું નથી ઇચ્છતો કે મારી દીકરી ફિલ્મો જોઈને અસહજ મહેસૂસ કરે. મને એવો સવાલ કરે કે આ શું થઈ રહ્યું છે.”

ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે પોતાની ડુબતી કારકિર્દીને બચાવવા માટે અભિષેકે પોતાના નામમાં બદલાવ કર્યો છે. અભિષેક બચ્ચને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૦માં ફિલ્મ “રેફયુજી” થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કોઈ ખાસ કમાલ દેખાડી શકે નહીં. ત્યારબાદ અભિષેકે ઘણા મોટા બેનર અને લોકપ્રિય અભિનેતા સાથે કામ કર્યું, તેમ છતાં પણ એક સફળ એક્ટરના રૂપમાં પોતાને આ સ્થાપિત કરવામાં અસમર્થ રહ્યાં.

જોકે અભિષેકનાં નામે અમુક હિટ ફિલ્મો છે. લોકોનું માનવું છે કે એક અભિનેતા તરીકે તેમનામાં ક્ષમતા તો ઘણી બધી છે, પરંતુ ફિલ્મ સિલેક્શનનાં મામલામાં તેઓ ભૂલ કરી દે છે. તેમણે જે પણ ફિલ્મો સાઇન કરી તે બોક્સ ઓફિસ ઉપર ચાલી નહીં અને તેમની કારકિર્દીનો ગ્રાફ નીચે પડતો રહ્યો. પરંતુ વેબ સીરીઝ માં અભિષેકનું સારું પરફોર્મન્સ જોઇને એક વાર ફરીથી ફેન્સની આશા વધી ગઈ છે.