ઍક્ટિંગ સિવાય આ કામ કરીને પણ સની લિયોની કમાય છે કરોડો રૂપિયા, જાણો તેના કામ વિશે

સની લિયોનીએ ખૂબ જ ઓછા વર્ષોમાં બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે અને તે બોલિવૂડની એક ફેમસ અભિનેત્રીના રૂપમાં ઓળખવામાં આવે છે. સની લીયોની વર્ષ ૨૦૧૨માં બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પહેલી ફિલ્મ જિસ્મ-2 હતી. આ ફિલ્મ કર્યા બાદ સની લિયોનીને ઘણી બધી ફિલ્મોની ઓફરો મળવા લાગી. સની લિયોનીએ એક્ટિંગ સિવાય ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ પણ કરેલ છે અને એક રિયાલિટી શોની જજ પણ બની ચુકેલ છે, જેનું નામ સ્પ્લીટવિલા છે. ઘણા લોકોને લાગતું હશે કે સની ફિલ્મો અને શો માં કામ કરીને પૈસા કમાય છે, જે એકદમ ખોટું છે.

સની એક બિઝનેસવુમન પણ છે અને તેનો પોતાનો બિઝનેસ પણ છે, જેને તે પોતે સંભાળે છે. બિઝનેસ સિવાય સની લીયોની એ પોતાના પૈસાને ઘણી જગ્યાએ રોકાણ કરી રાખ્યા છે અને ખૂબ જ પૈસા કમાઈ રહી છે.

આવી રીતે પૈસા કમાઈ છે સની લિયોની

સની લીયોનીએ હાલમાં જ પોતાની એક કંપની શરૂ કરી છે, જેનું નામ સ્ટાર સ્ટ્રક છે. આ કંપની મેકઅપ માટેના સમાન બનાવે છે અને આ કંપનીની લિપસ્ટિક ખૂબ જ ફેમસ છે. સની લીયોની ની સાથે સાથે તેમના પતિ ડેનિયલ પણ આ કંપની સંભાળે છે. આ કંપની દ્વારા સની લીયોની કરોડ રૂપિયા કમાય છે.

મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાનું રોકાણ

સની લીયોનીએ સ્ટોકસ, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અને રિટાયરમેન્ટ ફંડમાં પણ ખૂબ જ વધારે રોકાણ કરી રાખ્યું છે અને સની લીયોની તેના દ્વારા પણ કરોડ રૂપિયા કમાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે સની લિયોનીએ અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકાણ કર્યા છે અને ઘણા ઇંડિવીજુઅલ રિટાયરમેન્ટ એકાઉન્ટ પણ છે. તે સિવાય સની લિયોનીએ ઘણી બધી જમીન પણ ખરીદી રાખે છે અને રિયલ એસ્ટેટ બજારમાં પણ તેમણે કરોડ રૂપિયા રોકાણ કરી રાખ્યા છે.

આ જગ્યાઓ ઉપર પણ કર્યું રોકાણ

સની લિયોનીએ પર્ફ્યુમ “લસ્ટ”, બોક્સ લીગ ક્રિકેટ ટીમ “ચેન્નઈ સ્વેગર્સ”, ઓનલાઇન ગેમ “તીનપત્તી વિથ સની લીયોની”, “સ્વીટ ડ્રીમ્સ” માં પણ પૈસાનું રોકાણ કરી રાખ્યું છે અને આ બધી જગ્યાએથી ઘણા બધા પૈસાની કમાણી કરી રહી છે.

Locked with Sunny

સની લીયોની હાલમાં જ પોતાનો એક ચેટ શો પણ લઈને આવી છે, જેનું નામ “Locked with Sunny” છે. આ ચેટ શોમાં સની ઘણા લોકો સાથે વાતચીત કરે છે. આ ચેટ શોની મદદથી પણ ઘણા બધા પૈસા કમાઈ રહી છે.

મહત્વપૂર્ણ છે કે સની લીયોનીનો જન્મ એક સાધારણ શીખ પરિવારમાં થયો છે અને સની શરૂઆતથી જ અમીર બનવા માંગતી હતી. પોતાના સપનાઓને પુરા કરવા માટે તેણે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને ભારતીય બિગ બોસમાં ભાગ લેવાનો અવસર મળ્યો અને અહીંથી તે ફેમસ થઈ ગઈ. આ દરમિયાન સની લિયોનીને તેમની કારકિર્દીની પહેલી હિંદી ફિલ્મ મળી હતી. ૩૯ વર્ષની સની લીયોનીએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેની પાછળ ઘણા વર્ષોની મહેનત છુપાયેલી છે અને સની લીયોની આજે ગુગલ પર સૌથી વધારે સર્ચ થનાર અભિનેત્રી બની ગઇ છે.