ઍક્ટિંગ સિવાય પોતાનો સાઇડ બિજનેસ કરીને અઢળક રૂપિયા કમાય છે આ બોલીવુડ સિતારાઓ

Posted by

બોલિવૂડની દુનિયા ખૂબ જ ઝાકઝમાળ વાળી છે. આપણે બધા આ સિતારાઓની આલીશાન લાઈફ સ્ટાઈલ જોઈને આકર્ષિત થઇએ છીએ. આ બાબત કોઇનાથી છૂપાયેલી નથી કે આ બોલિવૂડ સ્ટાર્સની પાસે અઢળક પૈસા હોય છે. વળી જે સિતારા ફ્લોપ થયેલા છે, તે પણ પોતાની જિંદગી ખૂબ જ આરામથી પસાર કરી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે ઘણા એક્ટર્સ પોતાના અભિનયની સાથે સાઈડમાં બીજો બિઝનેસ પણ ચલાવે છે. તેવામાં તેમની એકસ્ટ્રા ઇનકમ પણ થતી રહે છે. આવી રીતે તેઓ પોતાના મોંઘા શોખ પણ પૂરા કરી શકે છે. તેવામાં આજે અમે તમને બોલીવુડના અમુક ખાસ સિતારા સાથે મુલાકાત કરાવીશું, જેમનો સાઈડ બિઝનેસ તેમને માલામાલ બનાવી રહેલ છે.

અજય દેવગન

અજય દેવગન આજે પણ ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની મુવી પણ બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કરતી રહે છે. તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે, જેનું નામ “દેવગન એન્ટરટેઇનમેન્ટ સોફ્ટવેર લિમિટેડ” છે. તે સિવાય તેમણે રોઝા આ ગ્રુપની સાથે ભાગીદારી કરીને 25MW પ્લાન્ટમાં પણ પૈસા ઈન્વેસ્ટ કરી રાખ્યા છે. એટલું જ નહીં તેમણે ગુજરાતના સોલર પ્રોજેક્ટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે.

સુનીલ શેટ્ટી

સુનિલ શેટ્ટી ફિલ્મ ખૂબ જ સફળ રહેલ છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો એ વાત જાણે છે કે તેઓ એક સફળ બિઝનેસમૅન પણ છે. સુનિલની પાસે “પોપકોર્ન એન્ટરટેનમેન્ટ” નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેની સાથે તેમણે યુવાનો માટે એક આકર્ષક નાઈટ ક્લબ અને રેસ્ટોરેન્ટ પણ બનાવી રાખેલ છે. હવે તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે સુનિલ શેટ્ટીની આવક કેટલી હશે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર એક સફળ અભિનેતા રહેલ છે. તે આજના સમયમાં પણ ઘણી બધી ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે નજર આવે છે. સમાચાર તો એવા પણ આવ્યા હતા કે તેઓ બધા અભિનેતાઓની તુલનામાં ખૂબ જ વધારે ટેક્સ ભરે છે. તેનું એક કારણ કદાચ એવું પણ છે કે તેમના અભિનય સિવાય તેમના ઘણાં બિઝનેસ પણ છે. અક્ષય કુમારે રાજ કુન્દ્રાની સાથે ભાગીદારી કરીને ઓનલાઇન શોપિંગ ચેનલ “બેસ્ટ ડીલ ટીવી” પણ ખોલી રાખેલ છે. તેની સાથે તેમનું “હરિ ઓમ એન્ટરટેઇનમેન્ટ” નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.

માધુરી દીક્ષિત

બોલિવૂડની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પોતાના શાનદાર અભિનયથી સાથે ખૂબ જ સુંદર ડાન્સ માટે પણ જાણીતી છે. તેમણે પોતાની આ પેશનને ફોલો કરીને પોતાની ઓનલાઇન ડાન્સ એકેડેમી પણ ખોલી રાખેલ છે.

બોબી દેઓલ

બોબી દેઓલની ફિલ્મ કારકિર્દી ઉતાર-ચડાવથી ભરેલ છે. લાંબા સમયના અંતરાલ બાદ તેમણે રેસ-૩ જેવી ફિલ્મથી કમબેક કરવાની કોશિશ તો કરી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. પરંતુ બોબી હાર માણવા વાળા માંથી નથી. તેઓ ખૂબ જલ્દી હાઉસફુલ-૪ માં નજર આવ્યા, જે ફિલ્મ હિટ રહી હતી. અભિનય સિવાય બોબી એક સારા ડીજે પણ છે. તેમણે તેની શરૂઆત વર્ષ ૨૦૧૬માં દિલ્હીના એક નાઇટ ક્લબ થી કરી હતી.

મલાઈકા અરોડા

અર્જુન કપૂરની સાથે લવ અફેયરની ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા પણ પોતાનો એક સાઈડ બિઝનેસ ચલાવે છે. મલાઇકને બોલિવૂડમાં આઈટમ ડાન્સની ઓફર મળતી રહે છે. તેઓ અભિનેત્રીનાં રૂપમાં કોઈ ફિલ્મમાં નજર આવી નથી, પરંતુ તેમ છતાં પણ તેમની લાઈફ સ્ટાઈલ આલીશાન છે. હકીકતમાં મલાઈકાએ બિપાશા બાસુ અને સુઝેન ખાનની સાથે મળીને પોતાની એક ફેશન સંબંધિત વેબસાઇટ ખોલી રાખેલ છે. આ વેબસાઈટનું નામ “ધ લેબલ લાઇફ” છે.