અડધી રાતે ઘરે પહોચવા માટે આ વ્યક્તિની તરકીબ જોઈને ચાચા ચૌધરી પણ માથું ખંજવાળવા લાગે

જો તમે ક્યાંક વરસાદમાં અટવાઈ જાઓ અથવા તમારે મોડી રાત્રે ક્યાંક જવું પડે અને કેબ સર્વિસનો ચાર્જ બેફામ હોઈ, તો તમે શું કરશો? કેબ જ બુક કરશો ને? અન્ય કોઈ વિકલ્પ પણ મુશ્કેલ છે. પરંતુ હૈદરાબાદના ઓબેશ કોમરીસેટ્ટીએ એક જુગાડ લગાડ્યો છે. તે ઝૉમેટો એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘરે ગયો. તમે એકદમ બરોબર જ વાંચ્યું છે, હાં, ફૂડ ડિલિવરી એપ્લિકેશન – ઝોમેટો. જી હા, આ ઘટના હૈદરાબાદની છે. અહીં રહેતા ઓબેશે ફેસબુક પર આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ઓબેશ લખે છે-

રાતનાં લગભગ 11.50 વાગ્યા હતા. હું ઇનઓર્બિટ મોલ ની નજીક ના રોડ પર રીક્ષા  શોધી રહ્યો હતો. પરંતુ મારા ઘરે જવા માટે મને રીક્ષા મળી નહીં. મેં ઉબર એપ્લિકેશન ખોલી પણ ભાડુ વધારે હતું, આશરે 300 રૂપિયા. મને  થોડી ભૂખ પણ લાગી હતી. મેં ઝૉમેટો એપ્લિકેશનમાં નજીકની દુકાનો શોધવાનું શરૂ કર્યું. મને એક  ઢોસાની દુકાન મળી. મેં ઇંડા ઢોસા મંગાવ્યો. ડિલીવરી બોય તે દુકાન પર આવ્યો અને ઓર્ડર લેવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું કે આ મારો જ ઓર્ડર છે અને શું તમે મને પણ આ લોકેશન (એટલે ​​કે મારા રૂમ  સુધી) સુધી છોડી દેશો? તે સંમત થયો અને મારા ઓર્ડર સાથે, હું પણ સ્થાન પર પહોંચી ગયો.

આ અંગે ઓબેશની ફેસબુક પોસ્ટ અને ઝોમેટોનો જવાબ

તો આ ઓબેશનો અનુભવ હતો. આ ફ્રી રાઈડ માટે ઓબેશે ઝોમેટોનો આભાર માન્યો. આ પોસ્ટમાં એક બીજી બાબત પણ જોડી તે ઝોમાટોના ડિલિવરી બોયની નિર્દોષ વિનંતી હતી. ડિલિવરી બોય બોલ્યો- “સર, કૃપા કરી મને 5 સ્ટાર રેટિંગ આપજો”. ઝોમેટો ડિલિવરી બૉયે આ વિનંતી ના પણ કરી હોત તો પણ તેને 5 સ્ટાર રેટિંગ જ મળવાના હતા આખરે તેને આટલી મદદ કરી હતી.

હવે જ્યારે ઓબેશે સંપૂર્ણ વાર્તા ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરી તો ઝોમેટો તરફથી  જવાબ પણ આવ્યો હતો. પોતાના વિટી રિમાર્ક્સ માટે પ્રખ્યાત ઝોમેટોએ ઓબેશની ફેસબુક પોસ્ટ પર Gif ટિપ્પણી કરી છે. તે જ સમયે, ટ્વિટ પર એક Gif પોસ્ટ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઓબેશ પ્રતિભાશાળી છે. ફક્ત ઝોમેટો એ જ નહિ પણ ટ્વિટર અને ફેસબુકની જનતાએ પણ આ કામ માટે ડિલિવરી બોયની પ્રશંસા કરી. કેટલીક એવી  ટિપ્પણીઓ પણ આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ આ ઘણી વખત કરી ચૂક્યા છે. ઓર્ડર દુકાન ની બહાર થી જ આપ્યો છે.

કહેવામાં આવે છે કે ચાચા ચૌધરીનું મગજ કમ્પ્યુટર કરતા પણ ઝડપથી ચાલે છે, પરંતુ આ વ્યક્તિની સ્માર્ટ તકનીક જોઈને ચાચા ચૌધરી પણ માથું ખંજવાળવા લાગશે. તમે પણ પોતાના ઝૉમાટોના અનુભવો અહિયાં કોમેન્ટમાં જરૂરથી જણાવશો.