અજય દેવગન થી લઈને અક્ષય કુમાર સુધીનાં અનેક બોલીવુડ સેલિબ્રિટીએ રાતો રાત પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો, કારણ છે ખાસ

Posted by

ભારતમાં મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં એક છે. લોગોની સુરક્ષા માટે મુંબઇ પોલીસ તરફથી પોતાના જીવના જોખમે કામ કરવામાં આવી રહ્યું છે. ફ્રન્ટલાઈન માં આ કોરોના વોરિયર્સ ઉભેલા છે. તેમની હિંમત અને ભાવનાને તમામ બોલિવૂડ સેલિબ્રિટી પણ સલામ કરે છે. તેમના પ્રત્યે સન્માન દર્શાવતા તેઓએ પોતાની DP બદલી છે અને પોતાને DP માં મુંબઈ પોલીસનો લોગો લગાવી દીધો છે. પોતાની DP જે બોલિવૂડ સેલિબ્રિટીએ મુંબઈ પોલીસના લોગો સાથે બદલી છે, તેમાં સલમાન ખાન, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, કેટરિના કૈફ અને ટાઇગર શ્રોફ જેવા તમામ બોલીવુડ સિતારાઓએ સામેલ છે.

મુંબઈમાં સર્વાધિક મામલા

ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. મુંબઈમાં કોરોનાનાં સૌથી વધારે મામલા સામે આવી રહ્યા છે. પાછલા દિવસોમાં મુંબઈના એક જ શાળામાંથી ૧૨ પોલીસ કર્મી ડ્યુટી દરમિયાન કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થઈ ગયા હતા. લોકોનો જીવ બચી રહે તેના માટે ડોક્ટર અને પોલીસ પોતાના જીવના જોખમે પણ ફરજ નિભાવી રહ્યા છે. એ જ કારણ છે કે આ ફિલ્મી સિતારાઓ એ આ જાબાજ વોરિયર પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવ્યું છે અને પોતાની DP ને મુંબઈ પોલીસના લોગો સાથે બદલી દીધી છે.

અક્ષય કુમારે લખ્યું –


પોતાના ટ્વિટર પર અક્ષય કુમાર તરફથી લખવામાં આવ્યું છે કે દરરોજ હું ફ્રન્ટલાઈન વર્કર્સની બહાદુરી વિશે સાંભળી રહ્યો છું. તેમને કોઈ થાક લાગી રહ્યો નથી અને કોઈ પણ પ્રકારનો ડર સતાવી રહ્યો નથી. તેઓ ફક્ત આપણને પ્રાથમિકતા આપી રહ્યા છે. આવા જ હીરો માં એક છે મહારાષ્ટ્ર પોલીસ. તેમને સન્માન આપવા માટે હું પોતાની પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું. તમે પણ તેને જોઈન કરો અને દિલથી તેમને સલામ કરો.

અજય દેવગનની સલામી


અભિનેતા અજય દેવગને પણ પોતાની DP બદલી છે. મુંબઈ પોલીસ પ્રત્યે તેઓએ પોતાનો આભાર વ્યક્ત કર્યો છે અને મુંબઈ પોલીસ પર ગર્વ પણ દર્શાવ્યો છે.

સલમાન પણ પાછળ નહીં

સલમાન ખાન આ લોકડાઉન દરમિયાન પોતાના પનવેલ વાળા ફાર્મ હાઉસમાં છે. આ કઠિન પરિસ્થિતિમાં મુંબઈ પોલીસ પ્રત્યે તેઓ એ પણ સન્માન દર્શાવ્યું છે અને પોતાની DP બદલી છે.

ટાઇગર શ્રોફે પણ આપ્યું સન્માન

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે પણ આ સમયે મુંબઈ પોલીસ સાથે ઉભા છે અને મુંબઈ પોલીસને સમર્થન આપવાની વાત કરી છે. પોતાની DP માં ટાઈગર શ્રોફે પણ મુંબઈ પોલીસના લોગોને જગ્યા આપી છે.

આ લોકોએ પણ કર્યું સલામ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કેફ તરફથી પણ મુંબઈ પોલીસની ભાવનાને સલામ કરવામાં આવી છે અને તેઓએ પોતાની DP માં મુંબઈ પોલીસનો લોગો લગાવી દીધો છે. અભિનેતા વિકી કૌશલે પણ બિલકુલ આવું જ કર્યું છે. રિતેશ દેશમુખ તરફથી પણ પોતાની DP માં મુંબઈ પોલીસના લોગોને જગ્યા આપવામાં આવી છે. આ સિવાય ભૂમિ પેડણેકર, વાણી કપૂર, દિશા પટણી અને કરન જોહર જેવા બાકી બોલીવુડ સિતારાઓએ પણ મુંબઇ પોલીસને સલામ કરતા પોતાને DP માં મુંબઈ પોલીસનો લોગો રાખ્યો છે.