અક્ષય કુમાર પોતાની દિકરીનો ચહેરો શા માટે કોઈને નથી બતાવતા? ક્યાંક તેનું કારણ આ તો નથી ને…??

બોલીવુડ એક્ટર અક્ષય કુમારે બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. અક્ષયની દરેક ફિલ્મો એકબીજાથી અલગ હોય છે. તે પોતાની દરેક ફિલ્મમાં કઈક અલગ લઈને આવે છે. આ વાત સાબિત કરે છે કે અક્ષય પોતાના કામના પ્રતિ કેટલા સમર્પિત છે. તમને જણાવી દઈએ તો ૧ કે ૨ વર્ષમાં જ્યાં બાકીના એક્ટર, ૧ કે ૨ ફિલ્મો પૂરી કરે છે. ત્યાં અક્ષય કુમાર આ વર્ષમાં ૫ ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ આ વાત લગભગ કોઇને ખબર નહીં હોય કે બોલિવૂડનાં આ સુપરસ્ટાર એટલે અક્ષય કુમાર પોતાની પુત્રીનો ચહેરો હંમેશા દુનિયાથી છુપાયેલો રાખે છે.

કેવી છે અક્ષય કુમારની પર્સનલ લાઇફ

અક્ષય કુમારે પોતાના જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. ખિલાડી અક્ષય કુમાર બોલીવૂડના સૌથી ફેવરિટ સ્ટાર છે. અક્ષય કુમાર ઈન્ડિયન સિનેમાના ટોપ એક્ટર્સ ના લિસ્ટમાં સામેલ છે. પરંતુ તે ક્યારેય કોઈ ફાલતુ વિવાદમાં નથી ફસાયેલા. આ વાત તેમને બાકીના એક્ટર્સ થી વધુ અલગ રાખે છે.

જો જોવામાં આવે તો બોલીવુડના ઘણા એક્ટર્સ હંમેશા કોઇને કોઇ કન્ટ્રોવર્સીમાં ફસાયેલા રહે છે. ત્યાં જ અક્ષય કુમાર આ બધાથી ખૂબ જ દૂર છે. તમને જાણીને હેરાની થશે કે બોલિવૂડના બાકી એક્ટર્સની રીતે અક્ષય કુમારને પાર્ટી કરવી અને મોજ-મસ્તી કરવી જરાય પસંદ નથી. અક્ષય રાત્રે ૮ વાગ્યા પછી કોઈ કામ નથી કરતા.

કેમ નથી બતાવતા અક્ષયકુમાર પોતાની પુત્રીને ચહેરો

આ વાત તમને ખબર નહીં હોય કે જ્યાં બોલિવૂડના બાકી સ્ટાર્સના કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે અને તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તો વળી અક્ષય કુમાર પોતાની પુત્રીને ચહેરો કોઈને નથી બતાવતા. અક્ષય કુમારના પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નીતારા છે, જેને અક્ષય હંમેશા મીડિયાથી દૂર રાખે છે.

હાલના દિવસોમાં અક્ષયનાં પુત્ર આરવના ફોટા ભલે સોશિયલ મીડિયા પર સામે આવ્યા હોય, પરંતુ અક્ષય કુમાર પોતાની પુત્રીનું ચહેરો આજે પણ દુનિયા અને મીડિયાથી છુપાવીને રાખે છે. તેનું કારણ એ છે કે અક્ષય પરિવારને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે.

કેમેરો જોતા જ રાખી લે છે પુત્રીનાં મોઢા પર હાથ

તમે ભલે અક્ષય અને ટ્વિંકલની પુત્રી નીતારા ના ફોટો સોશિયલ મીડિયા પર જોયા હશે પરંતુ કોઈપણ ફોટોમાં નીતારાનો ચહેરો સ્પષ્ટ રીતે નથી દેખાતો. વાસ્તવમાં અક્ષય કુમાર મીડિયાના સામે આવતા જ નીતારા ના ચહેરા પર હાથ રાખી દે છે. એટલું જ નહીં તે પોતાની ફેમિલીની કોઈપણ ફોટો શેયર કરે છે તો તેમાં પણ નિતારાનો ચહેરો નથી બતાવતા. વાસ્તવમાં તેનું એક કારણ છે કે અક્ષય નથી ઇચ્છતા કે તેમની પુત્રીની કોઈપણ ખબર મસાલા લગાવી અને લોકો સામે ઉપસ્થિત થાય. તે નથી ઇચ્છતા કે તેમની પુત્રી નીતારા ના વિશે મીડિયા કોઈ આડુ અવળુ લખે. એ જ કારણને લીધે અક્ષય કુમારે પોતાની પુત્રીનો ચહેરો છુપાવીને રાખે છે.