આલિયા ભટ્ટે બતાવી દીકરી “રાહા” ની પહેલી ઝલક? એક બાદ એક તસ્વીરો થઈ વાઇરલ, ક્યુટનેસ પર ફેન્સ થઈ ગયા ફીદા

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની સાથો સાથ પોતાના અંગત જીવનને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મહત્વપુર્ણ છે કે પાછલા દિવસોમાં જ આલિયા ભટ્ટ દીકરી રાહા ની માં બની છે. તેવામાં ફેન્સ તેની દીકરી ને જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. તેવામાં આલિયાએ સોશિયલ મીડિયા પર એક નાની બાળકીની તસ્વીર શેર કરી છે. ત્યારબાદ થી ઇન્ટરનેટ યુઝર ની કોમેન્ટ નો વરસાદ થવા લાગ્યો છે. તો ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

હકીકતમાં કંઈક એવું બન્યું કે આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તેવામાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બાદ એક નાની બાળકીની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન બાળકી પિન્ક કલરના ફ્રોકમાં નજર આવી રહી છે, જેમા તે  ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેને માથા ઉપર પિંક કલરની હેરબેન્ડ પણ લગાવેલ છે. જેમાં આ નાની બાળકી ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે.

જ્યારે આલિયા ભટ્ટે આ તસ્વીર શેર કરી તો ફેન્સની વચ્ચે હલચલ પેદા થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ ઘણા લોકો આ બાળકી ને આલિયા ભટ્ટ ની દીકરી સમજી બેઠા અને ઘણા લોકોએ આલિયા ભટ્ટને અલગ અલગ સવાલ પણ કર્યા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બાળકી આલિયા ભટ્ટ ની દીકરી નથી, પરંતુ તેમણે બાળકોના કપડાના પ્રમોશન માટે એક નાની બાળકી નું ફોટોશુટ કરાવ્યું છે. તેવામાં લોકો આ ક્યુટ બાળકીને આલિયા અને રણબીર ની દીકરી રાહા સમજી બેઠા. એક યુઝરે કહ્યું કે, “શું આ તમારી દીકરી રાહત છે?”

અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, “બધાએ વિચાર્યું કે આ રાહા છે, તમારે ડિસ્ક્લેમર આપવું જોઈએ હતું.” અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, “શું આ તમારી દીકરી છે?” મહત્વપુર્ણ છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપુર હાલમાં પોતાની દીકરીનો ચહેરો બતાવશે નહીં. પાછલા દિવસોમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યાં તેમણે ઘોષણા કરી હતી કે કોઈપણ મીડિયાવાળા તેમની દીકરીની તસ્વીરો ક્લિક ન કરે.

વાત કરવામાં આવે આલિયા ભટ્ટ ના કામ વિશે તો તે ખુબ જ જલ્દી ફિલ્મ “રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની” માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રણવીર સિંહ મુખ્ય કિરદાર માં હશે. તે સિવાય આલિયાની પાસે “જી લે જરા” અને હોલીવુડ ફિલ્મ “હાર્ટ ઓફ સ્ટોન” જેવી ફિલ્મો સામેલ છે. વળી રણબીર કપુરની પાસે ફિલ્મ “તું જુઠી મેં મક્કાર” અને “એનિમલ” જેવી ફિલ્મો સામેલ છે.