અમેરીકામાં કોરોનાએ મચાવી તબાહી, ૨ કરોડ લોકો થયા બેરોજગાર

કોરોના થી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંથી એક અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે. કોરોનાએ અમેરિકામાં અત્યારે ખુબ જ ભયાનક તબાહી મચાવી છે. અત્યાર સુધી ત્યાં ૪૨ હજાર થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે પુરા અમેરિકામાં કોરોના સંક્રમણના મામલાઓ ૭ લાખથી પણ વધુ છે. આ મહામારી થી સૌથી વધારે એ લોકો ઝઝૂમી રહ્યા છે જે, આ ખરાબ સમયમાં બેરોજગાર થયા છે. આમાં લોકોને પોતાના અને પોતાના પરિવારના ભરણપોષણની ચિંતા છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ખુબ જ મોટા સ્તર પર લોકો બેરોજગાર થયા છે. જેને લીધે થોડા દિવસો પહેલા અમેરિકામાં લોકડાઉન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યો હતો

લોકોની સામે ભુખમરા જેવા સંકટ છે. લોકો ભોજન માટે મોટી મોટી લાઈનો લગાડે છે. અમેરિકમાં પણ લોકડાઉન ઘોષિત છે અને લોકડાઉનની સખ્તાઈને લીધે આ લોકો ખાવા પીવા માટે દાન દાતાઓ પર નિર્ભર છે. એવામાં માનવામાં આવે છે કે જો બેરોજગારોની સંખ્યા આવી રીતે જ વધતી ગઈ તો અમેરિકા આર્થિક રૂપથી બરબાદ થઈ જશે. અમેરિકા ના ઘણાં ફૂડ બેન્કમાં લોકડાઉન પછી ફૂડ પેકેટની માંગ વધી ગઈ છે. એટલું જ નહીં પેન્સિલવેનિયાના ગ્રેટર પીટસબર્ગ કમ્યુનિટી ફૂડ બેન્કમાં પાછલા મહિને ૪૦ ટકા માંગ વધી છે. આ ફુડ બેંકની બારે લાગેલ ભીડ એ વાતને દર્શાવે છે કે અમેરિકામાં કેટલી હદ સુધી બેરોજગારી ફેલાઈ ચૂકી છે.

આ કેન્દ્રના અલગ અલગ ૮ વિતરણ કેન્દ્રોમાં દરરોજ ૨૨૭ ટન ભોજન લોકોને વહેંચવામાં આવે છે. સંગઠનના ઉપાધ્યક્ષ બ્રાયન ગુલીશનું માનવાનું છે કે અમારા ફૂડ બેંકનો સહારો ઘણા લોકો લઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે આમાં ઘણા લોકો એવા પણ છે જેમણે પહેલીવાર પોતાની આ હાલત જોઈ છે.

સાથેજ તેમણે જણાવ્યું કે દક્ષિળ પેન્સિલવેનિયા માં ૩૫૦ થી વધારે ફૂડ બેન્ક છે. કેમકે તેની જાણકારી લોકોને નથી એટલે એક જ કેન્દ્રની બહાર વધારે ભીડ લાગે છે. તમારી જણકારી માટે જણાવી દઈએ કે ન્યુ ઓરિયન્સ થી લઈને ડેટ્રાયટ સુધી અમેરિકામાં લોકો બેરોજગાર થઇ ચુક્યા છે અને હવે આ લોકો ફૂડ પેકેટના આશરે જીવતા છે. બ્રાયન ગુલીશનું માનવામાં આવે તો અત્યારે તો લોકો ફૂડ બેંકને આશરે જીવે છે અને આ લોકો માટે કુડની સપ્લાય વગર કોઈ અવરોધો ચાલી રહી છે. જો કે તેમનું એમ પણ કહેવું છે કે આ ક્યાં સુધી ચાલશે એમાં કઈ કહી શકાય નહીં.

ટેક્સાસ અને એન્ટોનિયો ના ફુડબેંકની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો વાયરલ થયા બાદ ત્યાંની પરિસ્થિતી સમજી શકાય છે. જેમાં એક ફૂડ બેંકની બહાર ૧૦,૦૦૦ કારો ઊભી છે. આ કારમાં બેઠેલ લોકો આખી રાત પોતાનો નંબર આવવાની રાહ જોતા રહ્યા. જોકે અમેરિકામાં મોજુદ ફૂડ બેંકની મદદ માટે ઘણા મોટા કારોબારી લોકો આગળ આવ્યા છે. પરંતુ છતાંય ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે આ કારોબારીઓમાં એમેઝોન કંપનીના માલિક જેફ બેજોશ પણ સહાયતા કરી રહ્યા છે.